SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પિકવિક એ બસ એ પેઢીગત દુર્ગુણ છે, સેમીએ બહુ સાવચેત રહેવું પડશે.” તમે શું કહેવા માગે છે, તે સમજાવશો?” મિ. પિકવિકે ધીમેથી પૂછયું. સાવચેત એ બાબતમાં રહેવાનું કે, એને કંઈ વચન ન આપી બેસે. બેફામની ઘડીમાં તે કંઈ કહી બેસે ને પછી તેના ઉપર લગન કરવાના કરારનો ભંગ કરવાનો દાવો મંડાય તો ? આ ઐયરો સાથે તમે કદી સહીસલામત રહી શકતા નથી. તેઓએ એક વખત તમને દાઢમાં ઘાલ્યા કે પછી તેઓ તમને ક્યાં ઘસડી જાય તેનું ઠેકાણું નહિ. હું જ પહેલી વાર એ રીતે પર હતો ને એ પગલાનું પરિણામ સેમી છે, હવે સમજ્યા, સાહેબ ?” મારે જે કહેવું છે તે પૂરું કરવા માટે તમે મને ખાસ ઉત્તેજના આપતા હો એવું લાગતું નથી. પરંતુ એક વાર હું કહી દઉં એ જ બરાબર છે. આ જુવાનડી તમારા પુત્ર ઉપર પ્રેમ રાખે છે એટલું જ નહિ, પરંતુ તમારે પુત્ર પણ તેના ઉપર બહુ ભાવ રાખે છે.” વાહ, બાપના કાને ઘરડે ઘડપણ સાંભળવાની બહુ સારી વાત આવી ! બાપ થવું એ કેવી આફતની વાત છે, સાહેબ ? પિતાના નીવડેલા છોકરાને છેવટે એક ઐયરના હાથમાં જઈ માટી થતો જોવાનો !” જુઓ મિ. વેલર, હું એ બંનેનાં લગ્ન કરાવી તેમને એક સ્વતંત્ર ધંધે માંડી આપવા માગું છું, જેથી તેઓ સુખેથી અને નિરાંતે ઘરસંસાર માંડી શકે. તમને એ વાત મંજૂર છે કે નહિ ?” પહેલાં તો લગ્નની વાતથી જ ભડકતા ડોસા છેવટે મેરી વિધવા નથી એ એક દલીલથી ધીમે ધીમે “હકાર” તરફ વળતા થયા. અને પછી તો મિત્ર પિકવિક પાસેથી આવતી કોઈ પણ વાત વિચારવા યોગ્ય, ડહાપણુ ભરેલી અને એમના હિતમાં જ હોય એવો એમને આંતરિક વિશ્વાસ ફાવી ગયો. હવે તો તે પોતે જ સેમને ઝટપટ પેલી સાથે પરણાવી ઠેકાણે પાડી દેવા ઉતાવળા થઈ ગયા !
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy