________________
કાવનારી વાત
ર૭ પણ મારી ગાડી ઊપડતી જ નહોતી, એ જોઈને તો તારે સમજી જવું જોઈએ ને ? ઘોડો પાછો ખસતો હેય, રસ્તાની ખેતી બાજુ તરફ જતો હોય, પગ ઊંચાનીચા કરતો હોય, તો પાસે ઊભેલાએ મદદ કરવી જોઈએ. મને તારી શરમ આવે છે સૅમિલ, શરમ આવે છે.”
“વાત એમ છે સાહેબ, મારા બાપુ પોતાની બધી મિલકત વેચીસાટી રોકડ પૈસા કરી લાવ્યા છે.” -
“બરાબર છે, દીકરા, બરાબર છે. આગળ ચાલ; મારે તને ૫કે આપવાનો જરાય વિચાર નહોતો, સમજ્યો, સેસી. બરાબર છે, ઠીક શરૂઆત કરી. શાબાશ સૅમિલ
મારા બાપુ પાસે પાંચસો ને ત્રીસ પીંડ છે, સાહેબ; તેમાં તેમણે ઘર તથા ધંધા-રોજગાર વેચી-સાટીને જે આવ્યું તે ઉમેરતાં તેમની પાસે અગિયારસો એંસી પીંડ થયા છે.”
વાહ, એ તે બહુ સારી રકમ થઈ કહેવાય, મિ. વેલર; તમને અભિનંદન આપું છું.”
સેમે આગળ જણાવ્યું, “એ બધા પૈસા એ કાઈક સહીસલામત જગાએ મૂક્વા માગે છે. હું પણ એમ જ ઈચ્છું છું, સાહેબનું કારણ કે, જે એ પૈસા તેમના હાથમાં રહ્યા, તો તે કોઈ ને કોઈને ઊછીના આપી દેશે અથવા ઘોડાઓ ખરીદવામાં વાપરી નાખશે, અથવા પોતાનું પાકિટ રસ્તામાં જ ક્યાંક નાખી દેશે અને છેડી વારમાં ઈજિપ્શયન મમી જેવા ખાલીખમ થઈ જશે.”
“વાહ, ઍમિલ, બરાબર છે,” જાણે દીકરાએ પિતાનાં ગુણગાન કર્યા હોય એવા ભાવથી ડેસા બોલી ઊઠ્યા.
એ કારણે તે બધા પૈસા ઉપાડી, અહીં એમ કહેવા આવ્યા
એટલામાં વેલર ડોસા જ વચ્ચે બોલી ઊઠ્યા, “કે, એ પૈસાને મારે કશે ઉપગ નથી, તો આખર સુધી કાચગાડી જ