SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ પિકવિક કલબ એકદમ ઊભરાઈ ગયો છે. તેઓ કંઈને કંઈ ખાવાનું ને પીવાનું લઈને આવે છે, અને મારી આગળ કંઈ કંઈ વાતે કરી જાય છે. તેઓ બધી જ વિધવાઓ છે, અને તેઓ મને પરણી નાખવા માગે છે! અને જે હું અહીં એકાદ અઠવાડિયું વધુ થજો, તો આ જાડી તો મને બળજબરીથી પરણી જશે. એટલે હું તો મારી કાચ-ગાડી ઉપર જલદી ચાલ્યો જવા માગું છું.” પણ તો પછી આ દુકાનનું શું કરવા ધાર્યું છે ?” એ બધું માલ-સામાન, ગૂડવીલ સાથે વેચી નાખવાનું છે, અને જે પૈસા આવે તેમાંથી અઢીસે પાઉંડ તારી નવી-માએ તારે નામે પેલા કશામાં રોકવાના કહ્યા છે.” “ કયા કશામાં ?” શહેરમાં જે ઊંચે ચડ્યા કરે છે ને નીચે પડયા કરે છે, તેમાં.” “એગ્નીબસમાં ?” “ના, ના, જે ચડ-ઊતર કર્યા કરે છે, અને ફાવે તેમ દેશના દેવામાં ને બધે અટવાયા કરતા કહેવાય છે, એ.” સરકારી કાગળિયાંમાં, ખરું ?” હા, હા, સાડાચાર ટકાનાં; બાકીના પૈસા માટે નામે રોકવાના છે અને હું મરી જાઉં ત્યાર પછી તે બધા તને મળશે. પણ કોઈ વિધવાને તારી મિલકતની ખબર ન પડી જાય, એ જાળવજે; નહીં તો તે તને પરણી પાડશે અને તારું આવી બનશે, દીકરા.” તે જ ઘડીએ બારણું ઉપર કેાઈને ટકોરા પડ્યા. વેલર-ડોસાએ કહ્યું, “ભલે ટકેર માર્યા કરે; હશે કેાઈ વિધવા!” કોઈએ બારણું ઉઘાયું નહિ એટલે ટકોરા મારનારે પોતે જ બારણું ઉઘાડયું અને માથું અંદર ઘાલ્યું. એ માથું કોઈ સ્ત્રીનું ન હતું પણ મિ. સ્ટિગિન્સનું પિતાનું હતું. તેણે અંદર આવી બારણું જાળવીને બંધ કર્યું અને પછી સેમ તરફ નજર કરી, કુટુંબ ઉપર આવી પડેલ મહા-શોકમાં સહાનુભૂતિ
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy