________________
છેલ્લી લાત
૪૦૧ પણ મેરીએ એ પ્રશ્ન પૂછતી વખતે એવી મીઠી ચિંતાભરી નજર કરીને સૈમ સામે જોયું હતું કે, સેમ માટે એ આંખોનું આકર્ષણ અનુલ્લંઘનીય બની ગયું.
“જાઓ, જાઓ, મારી આંખો સામું શું જોયા કરો છો ? તમારે કાગળ વાંચે ને!”
કુરબાન જાઉં આ મીઠીમધ આંખે ઉપર,” સેમથી બોલ્યા વિના ન રહેવાયું.
એ કાગળ લર ડોસાએ સ્વહસ્તે લખ્યો હતો. તેમાં તેની નવી-મા પેલા પાદરીનું ભાષણ સાંભળવાના લેભમાં મોડી રાત સુધી ખુલ્લામાં કેવી રીતે બેસી રહી, અને પરિણામે તેને શરદી લાગી ગઈ એની વાત માંડીને લખી હતી. “પેલા પાદરીએ બ્રાન્ડી અને પાણીનું મિશ્રણ પીને ચાવી ચડાવીને ભાષણ માંડવે જ રાખ્યું. તારી માએ પણ પેલા પાદરીની સાથે જ શરૂઆતમાં ખૂબ બ્રાન્ડી પીધેલી હોઈ તે પણ ઘેનમાં ને ઘેનમાં ખુલ્લામાં છેવટ સુધી બેસી રહી. ડાકટર કહે છે કે, તેણે જે શરૂઆતમાં બ્રાન્ડી પીવાને બદલે છેવટે પીધી હોત તો આવું ન થાત. તેનાં પૈડાં ઊંજવાનું ને સાફ કરવાનું કામ તરત દાક્તરે શરૂ કરી દીધું, પણ તેનું ગાડું ખોટે ઢાળે ગબડવા માંડયું તે છેવટે બધું છૂટું પડી ગયું ત્યાં સુધી મ્યું જ નહિ. એટલે મંગળવારે સાંજે છ વાગ્યામાં તો તેનું છેલ્લું નાકું ચૂકવી દઈ તે વિદાય થઈ ગઈ. હવે તું એક વખત અહીં આવી જઈને મને મળી જશે તો મને સારું લાગશે. હું એકલે પડી ગયું છું. અને તારી માને વીલમાં જણાવેલી ઘણી બાબતોનો નિકાલ લાવવાનું છે. તારા ગવંડર તને અહીં આવવાની રજા જરૂર આપશે. તેમને મારા સલામ
–ટની વેલર સેમે કાગળ બે વાર વાંચીને પૂરો કર્યો. તેણે મેરીને કહ્યું, તો એ ગઈ! સ્વભાવે બહુ સારી બાઈ હતી; પણ પેલા પાદરીઓના પિ–૨૬