________________
પિકવિક કલબ એ સાંભળી મને ઘણો આનંદ થયો સાહેબ” એટલું ગૌરવભરી રીતે બૅબ સામે ઘૂરકીને મિ. વિકલ-સીનિયરે પત્ર વાંચવાનું શરૂ કર્યું.
મિ. પિકવિક તેમના મોં ઉપર થતા ફેરફાર બારીકાઈથી તથા ધબકતા હૃદયે નિહાળી રહ્યા.
મિ. વિકલ-સીનિયરે કાગળ વાંચી લઈ કાળજીથી તેની ગડી કરી લીધી અને પછી ખડિયામાં કલમ બાળીને પૂછયું, “ગૂંથેનિયલનું સરનામું શું છે, વારુ?”
“જ્યોર્જ એન્ડ વલ્ચર' હોટેલ.” “એ ક્યાં આવી ?” “લબાર્ડ સ્ટ્રીટમાં.” “શહેરમાં કે બહાર ?”
શહેરમાં.”
પછી એ બુઠ્ઠા સહસ્થ વિધિસર ઊભા થઈ સરનામું ટપકાવેલે એ કાગળ પોતાના ટેબલના ખાનામાં મૂકી દઈ તેને તાળું મારી દીધું, અને ચાવીઓ પાછી ખીસામાં મૂકતાં મૂકતાં કહ્યું, “તો હવે આપણે વધુ રોકાઈ રહેવું પડે એવું કાંઈ આપણી વચ્ચે બોલવા-કહેવાનું રહેતું નથી, એમ હું માની લઉં છું.”
“ખાસ તો કાંઈ બાકી નથી રહેતું સાહેબ, પરંતુ આપણું જુવાન મિત્રના જીવનમાં બનેલી આ નિર્ણાયક ઘટના અંગે તમે કશો અભિપ્રાય મને અત્યારે જણાવવા માગતા નથી, સાહેબ ?”
અત્યારે મારે કંઈ કહેવાનું નથી. હું હજુ એ બાબત અંગે વિચાર કરીશ. હું ધંધેદારી-વેપારી માણસ છું, સાહેબ. મને ઉતાવળે કશું બોલીને બંધાઈ જવાની ટેવ નથી. અલબત્ત, જે કંઈ ઉપરચોટિયા નજરે દેખાય છે, તેટલુંય મને ખાસ ગમ્યું નથી, એટલે હું કહી શકું છું. હજાર પાઉંડની એ બાઈની મિલકત છે, એ કંઈ વિશેષ ન
કહેવાય.”