SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પિકવિક ક્લબ આરાબેલા બહુ સુંદર અને મીઠી છોકરી છે એની ના નહિ; પણ તેનામાં એક મેટી ખેડ છે ? તેને હું જરાય ગમતો નથી!” “હું તો એમ માનું છું કે, તેને શું ગમે છે તે જ તેને ખબર નહિ હોય.” કદાચ એમ હશે; પણ તેને જે નથી ગમતું તે એ બરાબર જાણે છે; અને એ વસ્તુ વધુ અગત્યની છે.” એલન તરત હાથમાંની કરી ઉગામીને બે , “તેને મન સાથે ક બદમાશ ચેડાં કાઢી રહ્યો છે, તે હું જાણું તે આ છરીથી તક્ષણ તેનું ગળું કાપી નાખવા હું તૈયાર છું.” મને પણ ખબર હોય તો હું જ તેના માથામાં થોડું સીસું ભરી દેવા તૈયાર છું. અને એટલાથી એનું કામ તમામ ન થાય, તે એ ગોળી પાછી કાઢવાનું ઓપરેશન કરીને તો તેને હું તક્ષણ ખતમ કરી નાખું.” પણ તે કદી આરાબેલાના હાથની સીધી માગણી કરી છે ખરી?” ના; કારણ કે, મને પેટ ભરીને ખાતરી છે કે, એમ કરવાને કશો અર્થ જ નથી.” “બસ, હું કહું છું કે, વીસ કલાક વીતે તે પહેલાં તારે તેની આગળ તેના હાથની માગણી રજૂ કરી દેવાની છે, સમજ્યો ?” ઠીક, આપણે જોઈશું.” હા, હા; આપણે જોઈશું કે તે ના કેવી રીતે પાડે છે. તે છેક નાની હતી, ત્યારથી જ તું તેને ચાહતો આવ્યો છે, જોકે ત્યારથી જ તારી લાગણુઓને તે ઠેબે ચડાવતી આવી છે, એ પણ એટલી જ સાચી વાત છે.” બંને મિત્રો તરત જ એ બાળપણનાં સ્મરણમાં જ ખવાઈ ગયા. તે જ વખતે એક ઘોડાગાડી દુકાનને બારણે આવીને ઊભી રહી. તે ઘોડાગાડીમાં હાંકનાર તરીકે પેલો માણસ જ હતું, જેની સાથે
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy