SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ મિવિંકલ ખન ઉપર આવી જાય છે ૩૫ “ના, ના. કદી નહિ.” “તમને ખુશનસીબ વાંછું છું; હું પણ તમારી સાથે જરૂર આવ્યો હત; પણ કહે છે ને કે, સમા આગળ શાણપણુ કામનું નહિ.” ના, ના, ભાઈ, તું તારી જાતે અહીં રહેવા તૈયાર થયો છે, એ તારી લાયકાત જ છે.” મિત્ર વિકલ એટલું બોલતા બોલતા વિદાય થઈ ગયા. તે જ વખતે રેકરે આવીને મિ. પિકવિકને ખબર આપી કે, તેમને આ ઓરડી બદલી આપનારા ચાસરી-કેદીની હાલત ગંભીર છે, અને તેને અલગ ખસેડવામાં આવ્યું છે. મિ. પિકવિકના વિશેષ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું કે, છ મહિનાથી તેને ક્ષયરોગ વધી રહ્યો હતો, અને ડાકટરે તેને સારી હવામાં ખસેડવાની સલાહ આપી હતી. પણ જ્યાં ખાવાના જ સાંસા, ત્યાં ચોખ્ખી હવામાં જવાનું ક૯૫વાનું જ શાનું હોય?” અને વીસ વર્ષ આ જેલમાં સડવા બાદ, તથા દરમ્યાન પોતાનું એકનું એક બાળક મરી ગયું તે વખતે પણ તેને મળવા પામ્યો ન હતો એ શોકથી હિજરાત એ માણસ તે દિવસે છેવટે જેલનિવાસમાંથી કાયમની મુક્તિ પામ્યો.
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy