SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પિકવિક ક્લબ એ ઓરડો એક મોટી ઓસરીમાં ખૂલતો હતો; અને જરા ગરમી હોવાથી એ ઓસરીમાં ખૂલતા બીજા ઓરડાઓના નિવાસીઓએ બારણું જરા ખુલ્લાં રાખ્યાં હતાં. મિ. પિકવિક સેમને કહ્યું, “જેને ભાઈ દેવા માટેની જેલમાં પુરાવું એમાં સજા જેવું કંઈ હોય એમ લાગતું નથી. આ બધા કેવા મજામાં દારૂ પીએ છે, અને સિગાર ફૂકે છે!” બીજે દિવસે મિ. પિકવિકને ૨૭મા નંબરના ઓરડામાં જગા આપવામાં આવી. તે ઓરડામાં તેમના ઉપરાંત બીજા ત્રણ જણ હતા. મિ. પિકવિક ત્યાં ગયા ત્યારે એ ઓરડામાં ખાલી જગા જેવું ખાસ ન હતું. પેલાઓએ મિ. પિકવિક જે બીજે ક્યાંક જાય તે લાલચ આપવા અંદરોઅંદર ફંડ ઉઘરાવવાની તૈયારી બતાવી. મિ. પિકવિકે નવાઈ પામી પૂછયું, “શું, મરજી મુજબ રહેવાનું અહીં બદલાવી શકાય છે? મેં તો જાણ્યું કે એ લોકો નક્કી કરી આપે ત્યાં જ આપણે રહેવાનું હોય છે.” પેલા ત્રણમાંના એક હસીને જવાબ આપ્યો. “ભાઈ, પૈસાથી બહાર” પણ જેમ બધું બની શકે છે, તેમ “અહીં” પણ તમારી પાસે ખર્ચવાના પૈસા હોય, તો તમે એક અલગ એરડી પણ મેળવી શકશે !” મિ. પિકવિક તરત રોકર પાસે પાછા આવ્યા. પેલાએ હસીને કહ્યું, “સાહેબ, તમારે મને પહેલેથી કહી દેવું હતું કે તમારી પાસે પૈસા છે! હવે તો હું તમને પાંચ મિનિટમાં જુદા કમરાની વ્યવસ્થા કરી આપીશ તથા તેમાં તમારે જોઈતું ફરનિચર પણ વાપરવા માટે મારે ત્યાંથી ભાડે આપીશ.” ચાન્સરી કેદી તરીકે ઓળખાતો એક કેદી ઘણા વખતથી કેફી-રૂમ પાસેના એક સરસ એારડામાં રહેતો હતો. પહેલાં તો કુટુંબીજનો, મિત્રો વગેરે પાસેથી આવક થતી; પણ હવે એ બધું બંધ થવા લાગ્યું હતું. એટલે તેને મળેલો અલગ કમર
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy