________________
૩૩૭
સમની કામગીરી ત્યારે સેમે ગળાની ખરખરીના વિચિત્ર અવાજે કાઢીને તેનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરવા માંડશે. આરાબેલાએ ડરી જઈને એ અવાજે કયાંથી આવે છે, તે જેવા પ્રયત્ન કર્યો, અને છેવટે ડાળ તરફ નજર કરતાં એક માણસને બેઠેલો જોઈ તે તરત ઘર તરફ ભાગી જવા ગઈ, પણ તેના પગ ડરના માર્યા એવા ભાગી પડયા કે તે પાસેની બેઠક ઉપર જ બેસી પડી. જે તેણે ઘર તરફ દેડી જઈને બૂમાબૂમ કરી મૂકી હોત, તો ઍમની યોજના કદાચ હંમેશ માટે નિષ્ફળ ગઈ હત.
સેમ તરત જ હાંફતો હાંફતો બેલી ઊઠો, “અરે, આ સ્ત્રીઓને જ્યારે બેભાન ન બનવાનું તેમના હિતમાં હોય ત્યારે જ બેભાન થવાનું આવડે છે. અરે એય મિસ હાડ-વહેર, અરે મિસિસ વિકલ, મહેરબાની કરી બૂમ ન પાડશે કે બેભાન ન બનશો.”
- હવે મિ. વિકલનું જાદુઈ નામ સાંભળીને, કે ખુલ્લી હવાને કારણે, કે પછી સેમને અવાજ ઓળખવાને કારણે, આરાબેલાએ તરત જ ઝાડ તરફ ફરીથી મેં ઊંચું કર્યું અને પૂછ્યું, “તમે કોણ છે, અને અહીં શા માટે આવ્યા છો ?”
સેમ હવે તરત ડાળી ઉપરથી ભીંત ઉપર કૂદી આવીને બે, “એ તે હું જ છું, મિસ, હું જ છું, બીજું કઈ જ નથી !”
“તમે મિ. પિકવિકને માણસ, ખરુંને ?”
બરાબર એ જ; પણ હું તો એ કહેવા આવ્યો છું કે, મિવિકલ તમારા વિના એકદમ ગાંડા થઈ ગયા છે, હવે શું કરવું છે?”
“હું? તેમને શું થયું?”
“અરે બિલકુલ ગાંડા થઈ ગયા છે, અને એટલું જ કહ્યા કરે છે કે, કાલ સુધીમાં તમને નજરે નહિ જુએ, તો તે ડૂબી નહીં મરે તે તેનાથી વધુ ખરાબ કંઈ જરૂર કરી બેસશે.”
“ “હું ? એવું કરી બેસશે?”
પિ.-૨