SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પિકવિક ક્લબ તે સૈનિકની ખેલદિલી પણ કેવી નોંધપાત્ર કહેવાય કે, બીજે દિવસે તે એ પીઠામાં આપમેળે જઈ પહોંચ્યો, અને જે કંઈ બન્યું હતું તે ભૂલી જવાની તથા એ બાઈએ કરેલા પિતાના અપમાન તરફ દુર્લક્ષ કરવાની તેણે તૈયારી બતાવી દીધી. આ શહેરમાં તમાકુનો વપરાશ ઘણું વધારે પડતો હશે; કારણ કે શેરીઓ બધી એના ધૂમાડાથી ભરેલી જ રહે છે. અલબત્ત જેઓ ધૂમ્રપાન કરતા હોય તેઓને એ ધૂમાડો બહુ આનંદપ્રદ લાગે. એવું જ એ શહેરામાં દેખાતી ગંદકીનું પણ છે. ઉપરચોટિયો મુસાફર તે ગંદકી પ્રત્યે સૂગથી નાકનું ટેરવું ચડાવે; પરંતુ જેઓ એ ગંદકીને એ શહેરના ભારે અવરજવરનું કે વેપારી સમૃદ્ધિનું નિદર્શક ગણે, તેમને તો એનાથી સંતોષ જ થાય. પાંચ વાગ્યે વખતસર પેલે આમંત્રિત મહેમાન આવી પહોંચ્યો. અને તરત જ ભજન શરૂ થયું. - ભોજન દરમ્યાન પેલાએ દારૂ પીવા અને પાવા ઉપર વધુ મારે રાખે; અને તેની એમ કરવાની રીત પણ સીધી સરળ હતી. તે વારાફરતી દરેક જણને, “લેશો?” એમ પૂછી પ્યાલો ભરી આપતા અને દરેક વખતે પિતાનો પણ ભરતો ! દરમ્યાન એક વખત તેણે વેઈટરને પૂછયું, “દાદર ઉપર–ધમાલ - સુથાર – પ્યાલા – દીવા – વાજિંત્રો – હૈ?”. પેલાએ જવાબ આપે, “એ તો ધર્માદા માટે આજે નૃત્યસમારંભ રાખવામાં આવ્યો છે, તેમાં રેજીમેન્ટના અફસરે, ધક્કા-ગાદીના અધિકારીઓ, વેપારીઓ વગેરે ભાગ લેવાના છે.” આ શહેરમાં સુંદર સ્ત્રીઓ ઘણી હશે, નહિ?” મિ. ટપમને આમંત્રિત મહેમાનને પૂછયું. : “ઘણી – બધા જાણે-અહીંનાં એપલ, ચેરી અને સ્ત્રીઓ વખણાય – પ્યાલો લેશે ?”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy