SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મેડિકલ સાથે - અનેવી ર૭૩ પાણી ચડયું કે નહિ, તે જાણવા જરા થોભ્યાં, પરંતુ નીચેથી આવતો કશ અવાજ ન સંભળાતાં તે જલદી જલદી દાદર ઊતરી ગયાં અને માર્ગમાં જે ચીજ આવી તેને ઠેબે ચડાવવા તથા પછાડવા લાગ્યાં. તે જ વખતે બારણે ટકોરા પડયા, અને મિત્ર પિકવિક અને તેમના ત્રણ મિત્રો, પેલી જ નોકરડીએ બતાવેલા બૅબ સેયરના કમરામાં આવી પહોંચ્યા. સૌને અરસ્પરસ ઓળખાણ-વિધિ કે આવકાર-વિધિ પૂરે થયો ને બાકી રહેલા બેબના બીજા મેડિકલ નિમંત્રિતો પણ આવી પહોંચ્યા. જેક હોપકિન્સ જરા મોડે આવ્યો હતો એટલે બૉબે તેને સહેજે કારણ પૂછયું. તેણે જવાબ આપ્યો – “હોસ્પિટલના અકસ્માતવિભાગમાં એક સરસ અકસ્માત આવી ગયો, એટલે જરા મોડું થયું.” - “કેવી જાતનો અકસ્માત હતો?” મિ. પિકવિકે પૂછયું. “ચોથા મજલાની બારીમાંથી એક માણસ પડી ગયો હતો;બહુ સારો કેસ છે; સરસ,” મિ. હેપકિન્સે જવાબ આપ્યો. એટલે કે દરદી સાજો થઈ જશે એ અર્થમાં સારે કેસ છે ?” મિ. પિકવિકે પૂછ્યું. ના, ના, દરદી તે સાજો થવાની કે જીવતો રહેવાની અપેક્ષા જ નથી. પણ કાલે લૅશરને હાથે સરસ ઑપરેશન જોવાનું મળશે, એ અર્થમાં હું તો કહું છું.” મિ. લૅશર બહુ કુશળ સરજન ગણાય છે ?” જીવતા બધામાં શ્રેષ્ઠ ! ગયે અઠવાડિયે જ તેમણે એક છોકરાના સાંધામાંથી પગ કાઢી લીધે; છોકરો તે દરમ્યાન પાંચ સફરજન અને એક જિજર-બ્રેડ-કેક ઉડાવી ગયે. ઓપરેશન પતી ગયા પછી બે મિનિટ બાદ છોકરો કહેવા લાગ્યો, “મારે ઘેર જવું છે; હું રમકડું હોઉં એમ. અહીં બધાં મને જેવા ટોળે મળે છે. નહીં જવા દો, તો મારી બાને કહી દઈશ !” ” પિ–૧૮
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy