SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २७१ મેડિકલ સાળા-બનેવી બેન ઍલન એ સાંભળી, જરા ઉધરસ ખાઈ દેવતા સંકારવા લાગે. કારણ કે, આ તરફના લત્તાઓમાં ભાડાં વસૂલને બદલે ડ્રલ વધુ થતાં હોય છે, એટલે અઠવાડિયે અઠવાડિયે જ ભાડું વસૂલ કરાતું હોય છે. તેણે કહ્યું, પણ બધા અવે તે વખતે જ એ બાઈ જે ધાંધલ મચાવશે, તો કેવો વર દેખાવ થશે ?” “ભયંકર, અલબત્ત, ભયંકર, ” બેબ બેલ્યો. પણ તે જ ઘડીએ બેબના કમરાની માલિકણ (કારણ કે આ મકાનમાં ભાડવાતને પણ પેટા ભાડવાત રાખવા પડતા,) ની દાસી ટકારા મારી અંદર આવીને બેબને કહી ગઈ કે, મિસિસ રેડલ અબઘડી તમારી સાથે વાત કરવા માગે છે. પણ પેલી એ કહીને પાછી ફરે તે પહેલાં તે મિસિસ સેંડલ અંદર આવીને ઊભી જ રહી. “જુઓ મિ. સૈયર, મારે મકાનમાલિક ભાડું લેવા નીચે જ આવીને ઊભો છે, માટે મને તમે તમારા ચડેલા ભાડાના પૈસા સમજી જઈને અબઘડી આપી દે.” તમને કોઈ પ્રકારની અગવડમાં મૂકવા બદલ હું દિલગીર છું, પણ મારાથી –” “સગવડ-અગવડનો સવાલ જ નથી; મારે પણ લઈને સીધું મકાનમાલિકને જ આપવાનું છે. ઉપરાંત તમે આજની બપોરે ભાડું ચૂકતે કરવાનું વચન આપ્યું હતું. મારા આ કમરામાં ભાડે રહેવા આવી ગયેલા અને આવતા બધા એકવચની સગૃહસ્થ જ હતા અને હોય છે, અને તમારે એ બાબતમાં સૌથી જુદા પડવાની કશી જરૂર નથી. કોઈ પણ સદ્દગૃહસ્થ કહેવરાવનાર માણસ ખોટા વાયદા ન કરે, એ તો સમજો છો ને?” હું દિલગીર છું, મિસિસ રેડલ, પણ વાત એમ છે કે હું સીટીમાં ગયો હતો ત્યાંથી મને પણ નિરાશા જ સાંપડી છે.” બોબે
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy