________________
૨૦૪
પિકવિક કલબ મિ. પિટર મૅગ્નસ જેનું નામ, તે હવે ગભરાટની સ્થિતિમાંથી બદલાઈ એકદમ જુસ્સાની સ્થિતિમાં આવી ગયા અને તુરત જ કમરામાંથી દોડી ગયા, કારણ કે મુલાકાતનો વખત થઈ જવા આવ્યો હતો.
મિ. પિકવિકે તે જ ઓરડામાં અર્ધોએક કલાક આમથી તેમ આંટા માર્યા હશે, તેવામાં મિ. ટ૫મન, મિ. વિંકલ અને મિત્ર સ્નોડગ્રાસ ત્યાં આવી પહોંચ્યા. મિ. પિકવિક રાજી થઈ તેમને આવકાર આપતા હતા, તેવામાં મિ. પિટર મેનસ તે ઓરડામાં ધસમસતા દાખલ થયા.
મિ. પિકવિક પિતાના મિત્રોની ઓળખ મિ. કૅગ્નસને કરાવવા માંડી, પણ મિત્ર મૅગ્નસ બેલી ઊઠયા, “મિ. પિકવિક, મારે જે - કહેવાનું છે, તે પ્રથમ કહી લેવા દેશે ?” આટલું બેલી મિ. પિકવિકને બારી તરફ જરા બાજુએ લઈ જઈ, તેમણે કહ્યું, “મને અભિનંદન આપે, મિ. પિકવિક, મેં તમારી સૂચનાનું જ અક્ષરશઃ પાલન કર્યું, અને એ મારી બની ગઈ છે, એમ જ માને સાહેબ !”
હું તમને મારા પૂરા દિલથી અભિનંદન આપું છું.” મિ. પિકવિકે લાગણીપૂર્વક મેગ્નસને હાથ હલાવતાં કહ્યું.
“પણ તમારે અબઘડી તેને મળવા આવવું જ પડશે.” એમ કહીને પેલા મિત્રની માફી માગવા જેવું કરી, મિ. મેગ્નસ તરત મિત્ર પિકવિકને કમરા બહાર ખેંચી ગયા.
બારણું ઉપર કાર મારતાં જ અંદરથી બાઈ માણસનો અવાજ આવ્યો, “અંદર આવો.”
મિસ વિધરફિલ્ડ ” મિ. મેગ્નસે કહ્યું, “હું મારા ખાસ મિત્ર મિ. પિકવિકનું ઓળખાણ કરાવવાની રજા લઉં છું. અને મિત્ર પિકવિક, આ મિસ વિધરફિલ્ડ પોતે છે.”
મિપિકવિકે ચશ્માં પહેરી એ બાનુ સામું જોયું તેની સાથે તે એક અચંબાની ચીસ પાડી ઊઠ્યા. તે બાઈ તો પેલી જ હતી, જેના