SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પિકવિક કલબ ઓહો, મિ. પિકવિક, ખરું ? મને માણસનું નામ જાણી લેવાની ટેવ છે; એનાથી ઘણી પંચાત ઓછી થઈ જાય છે. લો, આ મારું કાર્ડ, મારું નામ મેગ્નસ છે; એ નામ તમને કેવું લાગ્યું ? સારું છે ને!” ઘણું સારું નામ છે, કહેવું જોઈએ,” મિ. પિકવિકે હસવું આવતું દબાવીને કહ્યું. અને એની આગળને શબ્દ પિટર છે; એટલે મારું નામ થયું પિટર મૅગ્નસ અને તેના આધાક્ષર થાય “પી. એમ.” એટલે “બપોર પછી” એ તેમને અર્થ થાય. તેથી હું મારી ચિઠ્ઠી-પત્રી નીચે પી. એમ. સહી કરવાને બદલે “બપોર પછી” લખું છું, ત્યારે મારા મિત્રોને ઘણે આનંદ થાય છે. આનંદ થાય જ ને, સાહેબ ?” “ખરી વાત; તેમને ઘણો જ આનંદ થતો હશે, એ નક્કી છે.” મિ. પિકવિકે જવાબ આપ્યો. પછી બધા મુસાફરોને બેસી જવાનું કહેણ આવ્યું, કારણ કે કાચ ઊપડવાનો વખત થયો હતો. તરત જ મિત્ર મંનસે કાચવાળાને પૂછવા માંડયું – “મારો વો સરસામાન મુકાઈ ગયો ?” “હા, સાહેબ.” “લાલ બૅગ પણ? બરાબર, સાહેબ.” અને પટ્ટાવાળી બૅગ પણ?” આગળ જ મૂકી છે.” “અને બ્રાઉન-પેપરમાં વીંટેલું પાર્સલ ?” બેઠક નીચે, સાહેબ.” “અને ચામડાની હેટ-બૅકસ ?” “બધું અંદર આવી ગયું સાહેબ.” મિ. પિકવિકે હવે ઉતાવળ કરાવતાં કહ્યું, “હવે તમે ઉપર આવી જાઓને !”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy