________________
૧૮૦
પિકવિક કલબ જરૂર, જરૂર; મેરી, પણ હજુ તો જીવવાના જ વિચાર કર; ભગવાનને ખાતર ભરવાનો વિચાર ન કર.”
પરંતુ મેરી તો પતિનું એ છેલ્લું વાક્ય પણ પુરું સાંભળવા જીવતી રહી ન હતી.
તે રાતે તેના જેલસાથીઓ તેને પોતાની પત્નીના મડદા સામે ઘૂંટણિયે પડી, વેર અને બદલાના કેવા કેવા કપરા શપથ લેતે નિહાળી રહ્યા.
તેની આંખો લાલ-લાલ થઈ ગઈ હતી, અને તે મૂંગો પથ્થર જે સ્થિર બેસી રહ્યો હતો. તેની આંખમાંથી એક આંસુ પણ નીકળતું ન હતું. તે આખે શરીરે તાવથી ધગધગી રહ્યો હતો.
મડદું લઈ જવા લેકો આવ્યા ત્યારે એ સૂનમૂન થઈને બાજુએ ઊભો રહ્યો. પછી જ્યારે તેઓ કફન-પેટી ઉપાડી ચાલ્યા, ત્યારે તેણે મૂંગે મોંએ એ કફન-પેટી ઉપર થોડી વાર હાથ મૂકી રાખ્યો અને પછી એ કફન-પેટીને આગળ જવા દીધી. ડાધુઓ ચાલ્યા જતાં એ તરત પછાડ ખાઈને જમીન ઉપર તૂટી પડ્યો.
કેટલાંય અઠવાડિયાં સુધી તાવમાં લવારી કરતા એ માણસની તેના સાથીઓ સાવચેતીથી દેખરેખ રાખી રહ્યા. ઘેનમાં તે આત્મહત્યા ન કરી બેસે, એની ફિકર સને હતી.
છેવટે જ્યારે તાવ ઊતર્યો અને તે ભાનમાં આવ્યો, ત્યારે તો તે તવંગર બની ગયો હતો અને જેલમાંથી છૂટો થયો હતો. તેને બાપ, જેણે પિતાનો દીકરો જેલમાં જ મરી જાય એમ ઈછયું હતું, તે એક સવારે પોતાની પથારીમાં જ મરી ગયેલે જણાયો હતો. તેને પોતાની તબિયત અને દીર્ધાયુષ્ય વિષે એવી શ્રદ્ધા હતી કે, પોતાની મિલકતની કશી વ્યવસ્થા તેણે વિચારી જ ન હતી. માત્ર એ મિલકત પિતા સિવાય ર્ફિને કામ ન આવે, એટલે જ વિચાર તેને હતો. પણ અચાનક તેને ઉપરથી તેડું આવતું તેની બધી મિલકત જેલમાં