________________
ડૉડસન અને કૅગ
૧૭૧ છે કે, તમે આ કેસ ખરેખર આગળ ચલાવવા માગો છો, એમ જ ભારે સમજવું?”
હા, હા, તમે ચોક્કસ એમ સમજી શકે છે.”
અને નુકસાનીના પંદરસો પાઉંડ મૂકવામાં આવ્યા છે કેમ ?” મિ. પિકવિકે વધુ ગુસ્સે થઈને કહ્યું.
હા, જો કે અમારા અસીલે અમારું કહ્યું માન્યું હેતતે અમે તેનાથી ત્રણ ગણુ રકમ મૂકવા માગતા હતા.” મિડડસને કહ્યું.
અને અમારાં અસીલ પંદર પાઉડથી એક ફાધિંગ એ છે સમાધાન કરવા માગતાં નથી, એ પણ સાથે સાથે અમારે જણાવવું જોઈએ,” મિ. ફગે ડેડસન તરફ જોઈને કહ્યું.
તો લે, રીટની આ નકલ હાથમાં પકડે,” એમ કહી ડોડસને મિ. પિકવિકના હાથમાં એક કાગળ આપી દીધો.
ઠીક, સદગૃહસ્થ, ઠીક, તમને મારા સેલીસીટર પાસેથી વધુ જાણવા મળશે.” મિ. પિકવિકે ગુસ્સાથી ઊભા થતાં કહ્યું.
અને એ જાણતાં અમને ઘણે આનંદ થશે, સાહેબ,” ફોગે હાથ ઘસતાં કહ્યું. “
“ઘણો જ આનંદ વળી,” ડોડસને પિકવિકને જવા બારણું ઉઘાડતાં કહ્યું.
અને સદ્ગહસ્થો, જતા પહેલાં હું તમને લોકોને સંભળાવત જાઉં કે, હીણપતભર્યા અને બદમાશીભર્યા ”
ભે, ભ, મિ. જેકસન, મિ. વિસ, અહીં આવો જોઉં, આ સંગ્રહસ્થ જે કંઈ બોલે તે નોંધી લેજો.ડેડસને બે ગુમાસ્તાઓને અંદર બોલાવતાં કહ્યું; “ઠીક, સાહેબ, હવે બોલે, હીણપતભર્યા અને બદમાશીભર્યા —”
હા, હા, બધાં હીણપતભર્યા અને બદમાશીભર્યા કારનામામાં તમારું આ કારનામું સૌથી વધુ હીન અને બદમાશીભર્યું છે.” મિ. પિકવિકે ગુસ્સાથી સળગી જઈને કહ્યું.