SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પિકવિક કલબ ભલા ભગવાન, ખરી વાત, તે વખતે કેવો દેખાવ બની રહ્યો હત – તે બેભાન થઈને મારા હાથમાં ગબડી પડી, અને તે જ વખતે મારા મિત્રો અંદર દાખલ થયા –” અને આપણા મિત્ર તે બાઈને સામાન્ય આશ્વાસનના વહાલભર્યા શબ્દો જ કહેતા હતા – ” મિ. વિકલ ડંખ સાથે બોલી ઊઠ્યા. વાહ, જે દાવામાં કશું શંકાભર્યું નથી એમ કહેવામાં આવે છે, એમાં આ બધું વિચિત્ર નીકળતું જાય છે – એહેય પિકવિક, ખરા રંગીલા માણસ લાગો છે, તમે તો ભાઈ! ” એમ કહી બુદ્ધા મિત્ર વર્ડલ ખડખડાટ હસી પડ્યા. મિ. પિકવિક હવે ખૂબ દુઃખી થઈને બેલ્યા, “સંજોગો પણ કોઈ કોઈ વાર માણસની કેવી દશા કરી મૂકે છે – પણ મારે હવે આ ડૉડસન અને ફગને જાતે મળવું પડશે – હું કાલે જ લંડન જવા ઊપડું છું.” પણ મિ. પિકવિકના પગની દશા ઝટ નહિ ઊપડાય તેવી ન હોવાથી, પછીના ગુરૂવારે લંડન જવા બે જગાઓ કોચ માટે નોંધાવી આવવાનું સેમને ફરમાવવામાં આવ્યું –એક મિત્ર પિકવિક માટે અને બીજી સેમ માટે. - સેમ પણ આ બધું સાંભળી વિચારમાં પડી બહાર જતો જતો એક હાથના પંજા ઉપર બીજા હાથથી મુક્કી મારતાં ગણગણ્યો – બધા કહે છે, પણ મારા માલિક એવું કશું કરે તેવા નથી, એમ હું કહેવા માગું છું – ભલે પછી એ વાત ગમે તેની સામે ઊભા રહીને કહેવી પડે !”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy