________________
૧
પિકવિક્રિયનાની જાહેર આળખાણ
અમર પુરુષ પિકવિકની શરૂઆતની કારકિર્દી, દુનિયાની
બીજી ઘણી મહત્ત્વની વસ્તુએાની જેમ, ભુલાવાના અંધકારમાં ઘેરાયેલી છે; તેના ઉપરનેા પડદા પહેલવહેલે ઊઘડે છે, પિકવિક ક્લબની કાર્યવાહીની નોંધ આ લેખકના હાથમાં આવી, ત્યારથી. તેના હાથમાં મુકાયેલા એ બધા દસ્તાવેજી કાગળા કાળજીથી, ખંતથી અને વિવેકપૂર્વક વાંચી-સમજી-ગાઠવીને આજે જાહેર જનતા સમક્ષ મૂકતાં લેખકને એકીસાથે આનંદ અને ગૌરવના અનુભવ થાય છે.
તા. ૧૨મી મે, ૧૮૨૭ના દિવસે જૉસેફ સ્મિગર્સ, એસ્કવાયર, પી. વી. પી., એમ. પી. સી.,૧–ના પ્રમુખસ્થાને મળેલી પિકવિક ક્લબની બેઠકમાં નીચેના ઠરાવે। સર્વાનુમતિથી મંજૂર રાખવામાં આવ્યા, ત્યાંથી અમે એ ક્લબની કાર્યવાહી રજૂ કરીએ છીએ, એ વિદિત
ચાય.
?
“ સૅમ્યુએલ પિકવિક, એસ્કવાયર, છ. સી., એમ. પી. સી.,૨ તરફથી થયેલા. હૅટેડ મુકામે આવેલાં સરવરેાનાં મૂળ વિષે રજૂ સૂચના તથા પીઠ ઉપર અણીદાર ખૂંટાવાળાં ટિટલ-ભેંટ માલાં અંગે થાડાંક સંશાધના ’ – એ લેખ આ ક્લબ સમક્ષ વાંચી બતાવવામાં આવ્યા. ક્લખે તેને નિર્ભેળ સંતાષ તથા સંપૂર્ણ સહમતી સાથે સાંભળ્યા છે; અને
કાયમી
-
૧. પરપેચ્યુઅલ વાઈસ પ્રેસિડન્ટ, – મેમ્બર પિકવિક ક્લબ : વા કે......
૨. જનરલ ચૅરમેન, –મેમ્બર પિકવિક કલબ.
3