SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વહાર! ૧૪૯ “વાહ, તમારે હાથ મને આપો જોઉં; મને તમારો દેખાવ બહુ ગમે છે; એટલે મારે તમારી સાથે દસ્તી કરવી પડશે.” વાહ, મનોમન સાક્ષી કહે છે તેવું જ થયું ને ? – મને પણ તમારો દેખાવ બહુ ગમતો હોવાથી હું ક્યારનો તમારી સાથે બેલવા જ ટાંપી રહ્યો હતો.” હે ? તો તમારું નામ શું, બાદશાહ ? ” “જોબ, જબ-ટ્રેટર; પણ તમારું નામ શું, ત્યારે ?” “મારુ નામ કરે છે, અને મારા માલિકનું નામ વિલ્કિન્સ છે; તમે સવારના પહોરમાં એક-બે ટીપાં પેટમાં નાખવા ઈચછશે જ; ચાલો મારે ખાતે, મિ. કૅટર!” ઘણું સારું; ચાલે.” બે પ્યાલા ભરાવી, બંને જણ પીવા લાગ્યા, તે વખતે સેમવેલરે જોબને પૂછ્યું, “તમારી નોકરી કેવીક છે, ભાઈ ?” “ખરાબ; તદ્દન ખરાબ. અને હવે તે મારા માલિક પાછા પરણવાના થયા છે. ” “લે કર વાત! માલિક પરણશે તો તમે કંઈ વધુ લાભશો, વળી; એમાં દિલગીર થવા જેવું શું છે?” અરે ભાઈ, એ જ પંચાત છે ને! પરણતા હોત તો કંઈ વાંધો નહિ; પણ આ તે બેન્કિંગ-સ્કૂલમાં ભણતી અને ખૂબ તવંગર વારસદાર એવી એક છોકરીને માડી જવાના છે. એમાં શું મળવા જેવું, ભાઈ! એમાં તો જેલ ભેગા જ થવું પડે ને!” આમ કહી, તેણે તો તરત આંખે રૂમાલ દબાવી પિતાના ભાવી જેલ-નિવાસની પોક અત્યારથી જ મૂકવા માંડી. લો ગવર્નર, જરા બીજો પ્યાલો ભરે; સાંસતા થાઓ. તમારા માલિક પણ ભારે તવંગર હશેને ? પૈસા હોય તો બધું પહોંચી વળાય !” સેમે આશ્વાસન આપવા માંડયું.
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy