SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી પાછા ભેટા! ૧૪૧ r થયું. તેમણે મિ॰ ટપમનને! હાથ પકડીને કહ્યું, “હું ઉતાવળા ખની ગયેા હતેા, મિત્ર, મારી ભૂલ થતી હતી, તમે જરૂર લીલું જાકીટ પહેરો. "" ** ના, ના, મારી ભૂલ થઈ હતી, અને હું ઉછાંછળા બની ગયા હતા; હું હવે એ જાકીટ નહિ પહેરું. ” મિ॰ ટપમને પણ ગદિત થઈને કહ્યું. ,, '' “ ના, ના, હવે તેા મને આભારી કરવા ખાતર પણ તમારે પહેરવું જ પડશે. ” “તે। હું મારા પ્રિય નેતાની આજ્ઞા માથે ચડાવવા ખાતર જરૂર પહેરીશ.” મિ॰ ટપમને જવાબ આપ્યા. પછી તે મિ॰ પિકવિક્રે પેાતાના બાકીના અંતે મિત્રાને પણુ તેમની પસંદગીના ફૅન્સી-ડ્રેસ પહેરવાની પરવાનગી આપી દીધી. 3 મિસિસ લિયેા હંટરને ત્યાં મિજબાની માટે પરીઓને દેશ ઊભા કરી દેવામાં આવતા હતા. મિ॰ પિકવિકને તેમણે અતિ આદરભાવથી સત્કાર કર્યાં, અને કવિ મિ॰ સ્નાડગ્રાસને પણ; કારણ કે પેાતે પણ દેડકા-કાવ્ય રચનાર મહા-કવિયત્રી હતી. હૅટરને ખુશ કરવા તેમની મા સમાન મિ॰ પૅટે સામાન્ય રીતે મિસિસ લિયેા તેમની નાની દીકરીઆને સૌદર્યના અવતાર જેવી જાહેર કરી; એટલે મિસિસ લિયેા હંટરે પેાતાના નાજુક પંખાથી તેમને “ તાકાની, નઠારા, ” કહી ધા કર્યાં. ( મનમાં દેવીના હાથમાં નાજુક પંખા !) પછી મિસિસ લિયે। હંટરે કાઉંટ સ્માર્લટાર્કના પરિચય મિ॰ પિકવિકને કરાબ્યા અને કહ્યું, “ એએશ્રી ઇંગ્લૅન્ડ વિષેનું પેાતાનું મહાન પુસ્તક લખવા માટે જાત-માહિતી ભેગી કરવા પરદેશથી પધાર્યાં છે. ”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy