________________
૧૮ ફરી પાછો ભેટ !
ઇલેકશન પૂરાં થયાં પછી ત્રીજી સવારે મિ. પિકવિક પિતાના પીકમાં રહેલા મિત્રોની ખબર કાઢવા જવા તૈયાર થતા હતા, તેવામાં સેમે આવીને તેમના હાથમાં “મિસિસ લિયે હંટર, “ધ ડેન,” એટન્સવિલ,” એ નામનું કાર્ડ મૂક્યું.
પછી તે કાર્ડ લઈને આવેલા સગૃહસ્થને અંદર દાખલ કરતાં, તેમણે જણાવ્યું, “સાહેબ, મને આપના હાથને મારા હાથમાં પકડવાનું બહુમાન બક્ષશો. આપની પુરાતત્ત્વ-સંશોધક તરીકેની કીર્તિ મારાં પત્ની મિસિસ લિયે હંટરના કાને પહોંચી છે; અને મારી પત્ની પોતપોતાનાં સર્જનોથી ખ્યાતિ પામેલાં સૌને પોતાનાં પરિચિત બનાવવામાં અભિમાન - ગૌરવ અનુભવે છે. અમે આવતી કાલે સવારે એક મિજબાની રાખી છે તે વખતે પિતાના મુકામ “ધ ડેન માં આપને મળવાની તક મિસિસ લિયોને અર્પે આભારી કરશો.”
ઘણુ ખુશીથી, સાહેબ,”મિ. પિકવિકે જવાબ આપ્યો, “મને પણ એવાં વિદુષી બાનુને મળતાં ઘણો જ આનંદ થશે.”
મિસિસ લિયો હંટરની આ પ્રાતઃકાલીન મિજબાનીઓને એક કવિએ “બુદ્ધિની મિજબાની, અને આત્માના અમૃત” રૂપે વર્ણવી છે, સાહેબ.”
“જરૂર એ કવિ પિતાની કૃતિઓથી બહુ પ્રસિદ્ધિ પામેલા હશે.”
હશે શું? છે જ, મારા સાહેબ, મિસિસ લિયો હંટર બીજા ગમે તેવા સાથે પરિચય રાખતાં જ નથી.”