________________
૯૨
પિકવિક કલબ છું, તે મજામાં છે–તમે લીધેલી તકલીફ માટે ધન્યવાદ કહાવે છે – “પી” ને પ્રેમચુંબન પાઠવે છે–ચાલે દીકરાઓ – ગાડી ઉપાડ-જોરથી –
ખૂબ.”
સાળો મારા હાથમાં આવે તો –” મિપિકવિક વેગે ઊપડેલી ઘોડાગાડીની બારીમાંથી જિંગલને હાથમાં રૂમાલ ફરકાવી હસતે. જોઈ બેલી ઊડ્યા.
“હા, હા, પણ આપણે અહીં ઊભા ઊભા ધમકીઓ આપ્યા કરીશું અને તેઓ તો લાયસંસ કઢાવી લંડનમાં પરણી જશે.” મિત્ર વોર્ડલે નિરાશા અને અકળામણના સૂરે કહ્યું.
મિ. પિકવિકે એ સાંભળી પોતાના ક્રોધને શીશામાં ઉતારી દાટો મારી દીધો.
અહીંથી આગળને ટપ કેટલો દૂર હશે વારુ?” મિત્ર વર્ડલે ઘોડાગાડીવાળાઓમાંથી એકને પૂછયું. . “છ માઈલ, સાહેબ.”
ભલે છ માઈલ હોય, પણ આપણે ચાલી નાખવું પડશે, પિકવિક.”
કાંઈ વાંધો નહિ,” ભલા મિ. પિકવિકે જવાબ આપ્યો.
બે નોકરીમાંથી એકને ઘોડા ઉપર બીજી ઘોડાગાડી લેવા દોડાવી, બીજાને ત્યાં પડેલા ભંગારની સંભાળ રાખવા બેસાડ્યો; પછી એ બે બુદ્દાઓ શાલ ગળે બરાબર વીંટાળી ચાલવા માંડ્યા. અને તે જ ઘડીએ જરા થંભેલો વરસાદ ફરીથી તૂટી પડ્યો.