________________
પાત્રપરિચય
વાર્તામાં પાત્રના પ્રવેશને ક્રમે પિકવિક, ઍલ્યુએલ, મિઃ પિકવિક કલબના સંસ્થાપક. નિવૃત્ત થયેલા ધનવાન વિધુર સદ્દગૃહસ્થ. સફળ ધંધારોજગારવાળી જુવાનીનું વૃત્તાંત અજ્ઞાત. લંડનની ગેસ્ટેલ-શેરીમાં એક વિધવા ઘરમાલિકણ મિસિસ બાર્ડેલને ત્યાં પેઇગ-ગેસ્ટ તરીકે નિવાસ. ફુરસદને સમય પિકવિક કલબ મારફત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ગાળે,
પિકવિક લબ૬ મિ. પિકવિક સ્થાપેલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવતી મશહુર ક્લબ. પોતાની નવી જગમ પત્ર-શાખા સ્થાપી મિ. પિકવિક અને બીજા ત્રણ સભ્યોને પતતાને ખર્ચે પ્રવાસે મોકલે છે અને તેમાંથી આ નવલકથાનું આખું વડું ઊભું થાય છે.
કપમાન, સી, મિઃ મિ. પિવિક સાથે પિકવિક કલબની જંગમ પત્રશાખામાં જોડાનાર ત્રણમાંના એક સભ્ય. સ્ત્રી જાતિ પ્રત્યેના તેમના નિત્ય વહેતા અખૂટ દાક્ષિણ્યને કારણે હંમેશ તેમનાથી ભેરાઈ જવાની ક્ષમ્ય નિબળતા ધરાવે છે. સ્ત્રી જાતિનાં હૃદયો ઉપર સતત વિજય મેળવવાની આકાંક્ષાવાળા.
સોહરાસ, ઓગસ, મિ. કમિ. પિકવિક સાથે પત્ર-પ્રવાસે નીકળેલા ત્રણ સાથીઓમાંના એક. કવિને જીવ. કવિ તરીકેની કીર્તિ વહાલી છે.
વિંકલ, વેનિયલ, મિ. મિ. પિકવિક સાથે પત્ર-પ્રવાસે નીકળેલા ત્રણ સાથીઓમાંના એક. બધી મેદાની રમતગમતાના આભૂષણરૂપ. મેદાન, હવા અને પાણીની રમતગમતમાં વિક્રમ સ્થાપવાની તમન્ના ધરાવે. પિતાને પોશાક પણ તેમણે ખાસ પેલે – મેદાની-મરદાની. તેમના તવંગર પિતાએ તેમને મિ. પિકવિકની દેખરેખ હેઠળ ઘડાવા માટે થોડા વખતથી મૂકેલા છે.
ઊંટન, મિ: પિકવિક ક્લબને એક ટીકાખોર સભ્ય. લૅમરઃ રોચેસ્ટરની રેજિમેન્ટને સરજન ડૉકટર.
વોર્ડલ, મિઃ ડિંગ્લી ડલ મુકામે આવેલા મેનેર–ફાર્મના માલિક જમીનદાર. આઇઝાબેલા અને એમિલી તેમની બે પુત્રીઓ. અને મિસ રાશેલ વોડેલ, તેમનાં પ્રૌઢ ઉંમરનાં કુંવારાં બહેન. આઈઝાબેલાનું મિટ્રેન્ડલ સાથે