SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (કેરી) કેરી ફળોને વિષે રાજા ગણાય છે. તે સ્વાદમાં મધુર અને સપ્તધાતુને પુષ્ટ કરીને શરીરને બળવાન કરે છે. તેમ ગુણોને વિષે વિવેક રાજા સમાન છે. તેને ધારણ કરનારને સારાસારની સમજ અને સમય અનુસાર કૃત્યાકૃત્યના જ્ઞાનથી તે સર્વપ્રકારે આત્માને પુષ્ટ કરે છે. વ્યવહારિક જગતમાં પણ વિવેકની આગવી મહત્તા છે. મિત્તા - ગામિત્ત (2) (કેરીનો ટુકડો, કેરીનું ફુડસીયું, કેરીનું અડધીયું) મંવાર - મવાર () (આકાશ 2. વસ્ત્ર 3. અબરખ 4. અંબર નામનું સુગંધી દ્રવ્ય) સપ્તરંગી આકાશ સમયે-સમયે અલગ-અલગ રંગોની પ્રધાનતાવાળું હોય છે તેમ જીવન પણ વિવિધ પ્રકારના પ્રસંગો જનિત સુખદુઃખની પ્રધાનતાવાળું હોય છે. જે સુખમાં ફુલાઈ જતો નથી અને દુઃખમાં હાયવોય કરતો નથી તે વ્યક્તિ જ માનવજીવનની શ્રેષ્ઠતાને સારી રીતે માણી શકે છે. સંવતન - મવારતત્ર (2) (આકાશની સપાટી, અંબરતળ-સપાટી) સંવરિત્ર - અધ્વનિર્ભઠ્ઠ (ઈ.) (ધાતકીખંડમાં રહેલો પર્વતવિશેષ) અંવતિનથી - મહરિત્ર (સ્ત્રી.) (નગરીવિશેષ, જ્યાં ગર્વિષ્ઠ દુશ્મન રાજાઓના દર્પનું મર્દન કરનાર રાજા થયો) સંવરવર્થીિ - અધ્વરવસ્ત્ર (જ.) (સ્વચ્છ વસ્ત્ર, અંબર તુલ્ય વસ્ત્ર) શ્રાદ્ધવિધિપ્રકરણ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, ગૃહસ્થને સ્વચ્છ વસ્ત્રો શોભાદાયક છે જ્યારે સાધુઓને મલિન વસ્ત્રો શોભા રૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, સંસારીઓનો ટાપટીપ રૂપ શણગાર એ સાધુઓ માટે અશોભનીય બને છે. તેમ સાધુઓનો મલિનવસ્ત્રાદિધારણ રૂપ શણગાર એ ગૃહસ્થો માટે અશોભનીય છે. તેથી ગૃહસ્થોએ સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. સંવર - વરસ (ન.) (આકાશ) મંવર () - માર () 5 (પું, .) (કઢાઈ-કડાઈ, ભુજવાનું-શેકવાનું મોટું પાત્ર 2. લુહારની ભઠ્ઠી 3. કોષ્ટક) જેમ સોનાને શુદ્ધ કરવા માટે તેને તપાવવું અત્યંત આવશ્યક છે તેમ મનુષ્યને પણ દુઃખો અને તકલીફોને સહન કર્યા વગર સત્ય માર્ગની પ્રાપ્તિ થતી નથી. સત્યમાર્ગની શોધ વગર આત્મિક આરાધનાઓ વાસ્તવિક ફળવાળી બનતી નથી. સંવરિ (ર) સ - જ્વર (2) 5 (પુ.) (લુહારના કોઢની ભઠ્ઠી 2. કઢાઈ 3. કોઠાર) અંવરિ () (fi) - મરિષ (રપ) ત્રીપ (fઉં) (કું.) (પરમાધાર્મિક દેવોની એક જાતિ, જે નારકીના શરીરના અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવે છે) આ જન્મમાં વિવિધ પ્રકારના ઉગ્રપાપો કરવાથી જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. આ નારકી જીવોને પરમાધાર્મિક દેવો અનેક પ્રકારે ત્રાસ આપે છે. જેમાં અંબરિષ દેવો નારકીઓને ખડગ આદિ વડે હણે છે. શસ્ત્રાઘાતથી મૂર્શિત થયેલા તેઓના શરીરના અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવવા દ્વારા અત્યંત ત્રાસ આપે છે.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy