________________ મુમુક્ષુ આત્મા પણ સંસારના બધા વ્યવહારો કરવા પડે, તો સારી રીતે કરે પણ તેનું મન અલિપ્ત રાખે છે. તેમાં ઓતપ્રોત થતો નથી. એવા જીવો હૃદયથી કહેતા હોય છે કે, “ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ' અને તેમને ગુરુ આશિષમાં કેવળ ભવસાગરથી તરવાનું ખપતું હોય છે. અંતળિયસt - અન્તર્નિવસની (છત્રી.) (સાધ્વીઓને અધોભાગે પહેરવાનું અત્યંતર વસ્ત્ર, અન્તર્નિવસની વસ્ત્ર) બૃહત્કલ્પ તથા નિશીથસૂત્ર ચૂર્ણિની અંદર સાધ્વીજીને પહેરવાના વસ્ત્રોનું વર્ણન વિસ્તારથી કરવામાં આવેલું છે. તેમાં તેમને કટિભાગથી લઈ જાનું પર્યત એક વધારાનું વસ્ત્ર પહેરવાનું વિધાન કરેલું છે. અહો ! લોકોત્તરધર્મમાં પણ લોક વ્યવહારનું કેવું શ્રેષ્ઠ પાલન કરાય છે ! अंतोदहणसीला - अन्तर्दहनशील (त्रि.) (અંતર્દાહ, હૃદય-દાહ, દિલના દુઃખનો દાહ) નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, વ્યક્તિને પાંચ વસ્તુઓ વગર અગ્નિએ સતત બાળ્યા કરે છે. તે આ રીતે 1. પુત્ર મૂર્ખ હોય 2. પોતાની યુવાન કન્યા વિધવા બની હોય 3. મિત્ર શઠ હોય અથત લુચ્ચો કે ધૂર્ત હોય 4, પત્ની અતિ ચંચળ સ્વભાવની હોય અને 5. યૌવનકાળમાં દરિદ્રતા હોય. આમાંથી એક વાનો પણ દુઃખદાયક બને છે તો જો પાંચેય વાના હોય તો તો પૂછવું જ શું. પરંતુ આવા દુ:ખમાં પણ બુદ્ધિશાળી માણસ રસ્તો શોધી કાઢીને સુખી થાય છે. સંતોકું- મન્ત(૫, .). (અંદર રહી પીડા કરનાર શલ્ય, અત્યંતર વ્રણ 2. દુષ્ટ પુરુષ) બાહ્ય શલ્ય એટલું પીડાકારક નથી હોતું જેટલું શરીરની અંદર રહેલું વ્રણ, દુષ્ટ વ્યક્તિઓ પણ અત્યંતર શલ્ય જેવા હોય છે. તેઓ બહારથી અતીવ સૌમ્ય દેખાવાનો ડોળ કરતા હોય છે પરંતુ, અંદરથી ક્લિષ્ટ પરિણામવાળા હોય છે. તેમનું ચિત્ત બીજાને કેવી રીતે દુઃખી કરવો તેના પેંતરા રચવામાં સદૈવ વ્યસ્ત રહે છે. તેવા દુષ્ટોને કોઠે દયા જેવું પણ નથી હોતું. સાવધાન ! તમારે જો મનની શાંતિ અને પારિવારિક સુખ-સંપની ચાહના હોય તો આવા દુષ્ટોને ઓળખીને તેમનાથી દૂર રહેજો. અંતધૂન - કાર્ટૂન (પુ.) (ઘરમાં ધુંધવાયેલો ધુમાડો, ઘરની અંદરનો ધૂમ). ઘરમાં ભરેલો ધુમાડો આપણી આંખોમાં પાણી લાવી દે છે, શ્વાસને સંધીને ગૂંગળામણ ઉત્પન્ન કરે છે. તેનાથી ત્રાહિમામ્ પોકારી ઊઠીએ છીએ. પરંતુ આપણા આત્મામાં પાપોનો અને અશુભ વિચારોનો કાળો મેંશ ધુમાડો ભર્યો હોવા છતાં જાણે કાંઈ છે જ નહીં તેમ વર્તી રહ્યા છીએ. આશ્ચર્ય છે કે, વ્યક્તિ આટલો નિષ્ફર કેવી રીતે હોઈ શકે છે? अंतोमज्झोवसाणिय - अन्तर्मध्यावसानिक (पु.) (અભિનયના ચાર પ્રકાર પૈકીનો છેલ્લો પ્રકાર, કશળ નાટ્યકારનો લોકમધ્યાવસાનિક નામનો અભિનયનો ભેદ) સંતોમુ - કામુક (1) (અત્યંતર દ્વાર, અંદરનું દ્વાર) બાહ્ય વસ્તુઓ કે ભૌતિક તમામ પ્રકારની લાલસાઓથી મન વળીને અન્તર્મુખી બને છે ત્યારે તે પરમાત્માના ધ્યાનમાં કે ભક્તિમાં પરોવાય છે. અર્થાત જ્યાં સુધી બાહ્ય પદાર્થોનું આકર્ષણ ચિત્તમાંથી હટશે નહીં ત્યાં સુધી આત્મહિતકર પ્રવૃત્તિઓમાં ચિત્તની સ્થિરતા આવશે નહીં. એટલા માટે શ્રાવકધર્મમાં ભૌતિક પદાર્થોના પરિમાણનો અને સંતોષવૃત્તિનો મહિમા દર્શાવાયો છે. अंतोमुहुत्त - अन्तर्मुहूर्त (न.) (બે ઘડીની અંદરનો સમય, 48 મિનિટથી કંઇક ઓછો સમય 2. ભિન્ન મુહૂત) હંડા અવસર્પિણીના આ પંચમકાળનો સર્વત્ર અબાધિત પ્રભાવ તો જુઓ! અત્યારે ક્ષપકશ્રેણિ તો નથી મંડાતી એ તો સમજ્યા, પરંતુ ચિત્તની એકાગ્રતા પણ એક મુહૂર્ત સુધી અખંડ રીતે નથી રહી શકતી. આ પરિસ્થિતિથી જો ઉગરવું જ હોય તો લક્ષ્ય સિદ્ધિ માટે અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમયનો પરિપાક કરવા અનવરત પુરુષાર્થ અત્યારથી જ આદરવો રહ્યો. , 50