________________ (વિનાશ કરનાર, વિનાશક) શાસ્ત્રમાં વિદ્યા આપતા કે શિખામણ આપતા પૂર્વે પણ જેને આપવી હોય તેની યોગ્યતા જોવાનું ખાસ જણાવ્યું છે. મૂર્ખને કે દુર્જનોને અપાયેલી હિતકારી શિખામણ કે વિદ્યા તે આપનાર ગુરુના નાશને માટે પણ કારણ બની શકે છે. જગન્ત (ત્રિ.). (મૃત્યુ 2. દુ:ખેથી છોડી શકાય તેવું 3. પારગામી) આ સંસારમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં જ સુખને માનીને તેને વધુને વધુ પ્રાપ્ત કરવાની લાલસામાં જ ઘણા લોકો પોતાના મોતને પણ આમંત્રિત કરી દે છે. જુઓ પેલું પતંગિયું, પ્રકાશને પ્રાપ્ત કરવા જતાં અગ્નિમાં પોતાની જાતને જ હોમી દે છે ને. સંતા - મત્તવકૃત (ત) (કું.) (જમણે સંસારનો કે જન્મ-મરણનો અંત કર્યો છે એવા તીર્થંકરાદિ, અન્નકૃત-કેવળી) હે જીવ! તારે મુક્તિ પ્રાપ્ત કરવી છે તો કષાયોને હણ, નવ નોકષાય સહિત તેનો સમૂળગો નાશ કર. કેમ કે મોહરાજાના મુખ્ય અંગ સમાન ક્રોધાદિ કષાયોના સંપૂર્ણ અંતથી જ સંસારનો અર્થાતુ, જન્મ-મરણનો અંત થશે. અન્યથા નહીં. અંતરાડસા - મત્તહૃ૬૪) તા (સ્ત્રી.) (અંતગડદશાંગસૂત્ર, અગ્યાર અંગઆગમો પૈકીનું આઠમું અંગસૂત્ર). અંત:કદશાંગસુત્ર નામના આ અંગસૂત્રમાં સંસારનો જેમણે અંત કર્યો છે એવા કેવલજ્ઞાની ભગવંતોની શ્રેષ્ઠ સ્થિતિ-દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સંસારનો અંત કરનારા મુમુક્ષુ મહાત્માઓની દશા-અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં આઠ વર્ગો છે અને તેમાં નેવું અધ્યયનોનો સમાવેશ થયેલો છે. મંતરત (4) - મન્નત (જ.) (અંતભાગે રહેલું 2. આનુગામિક-અવધિજ્ઞાનનો એક ભેદો *અન્નમત (ત્રિ.). (આંતરડામાં રહેલું) અશુચિમય આ શરીરના આંતરડામાં અસારભૂત પદાર્થોનો-મળનો સંગ્રહ થતો રહે છે. યોગ્ય નિસ્સરણ ન થતાં તે સડે છે અને શરીરમાં અનેક રોગોનું તે ઘર બને છે. તેમ મનના કોઈ ખૂણે અનેક વર્ષોના અનેક પ્રકારના સંગ્રહાયેલા અસ વિચારો રૂપી મળનો જો સમયસર ત્યાગ ન કરવામાં આવે તો વૈજ્ઞાનિકો કહે છે કે, તે શરીરમાં ઝેર પેદા કરી મરણાન્તકારી બની શકે છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે, તે ઝેરથી પણ વધુ ભયંકર બની ભવોભવ સંસારમાં રખડાવનારા બની શકે છે. ચંતામ - મત્ત (શિ.) (મધ્યવર્તી, અંતર્ગત, અત્યંતર) બાળવયમાં સત્યવસ્તુને ઓળખવાની સમજ નથી હોતી. ઘડપણમાં સમજ હોય છે પરંતુ, શરીરની સશક્તતા નથી હોતી. યુવાનીમાં સમજણ તથા સશક્ત શરીર બંનેનો સંગમ હોય છે તેથી યુવાન વયે જ બને તેટલો ધર્મ કરી લેવો જોઈએ. अंतचरय - आन्तचरक (पुं.) (ગુહસ્થ ભોજન કર્યા પછી બચેલા આહારની ગવેષણા કરનાર-સાધુ, અભિગ્રહપૂર્વક નીરસ આહારની શોધ કરનાર સાધુ) કેટલાક મુનિ ભગવંતો કર્મોના વિશેષ ક્ષય માટે તેઓએ નક્કી કરેલું ધાન જ વહોરવું, ધારી રાખેલા પાત્રથી કોઈ વહોરાવે તો જ વહોરવું, બાળક કે વિશેષ વ્યક્તિના હાથથી જ વહોરવું આદિ વિવિધ પ્રકારના અભિગ્રહ એટલે કે નિયમનું પ્રસન્નતાપૂર્વક પાલન કરે છે અને કર્મોની અપૂર્વ નિર્જરા કરે છે. બંતવારિ (1) - માનવનિ (!) (અભિગ્રહવિશેષને ધારણ કરનાર, તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ ધારણ કરનાર સાધુ) પ્રભુ મહાવીરે પોતાના ચૌદહજાર શિષ્યો પૈકી ઉત્કૃષ્ટ સાધુ તરીકે ધન્ના અણગારની પ્રશંસા કરી હતી. તેઓ ભિક્ષામાં જે રીતે