________________ અમપત - પ્રપટન (ન.) (અબરખ, પૃથ્વીકાયનો એક ભેદ 2. વાદળોનો સમૂહ) પિનાથ (લેશ-.) (રાહુ). મcીમવાનુય - અwવાનુar (સ્ત્રી.) (અભ્રક ધાતુમિશ્રિત રેતી, કઠણ સચિત્ત પૃથ્વીકાયનો એક ભેદ) અન્નદિય - ૩હિંત () (રાજમાન્ય 2. સત્કાર પ્રાપ્ત, ગૌરવશાળી-રાજપુત્ર કે મંત્રીપુત્ર) શાસનની ધુરા વહન કરનારા જૈનાચાર્ય હિતાહિતના સંપૂર્ણ જ્ઞાતા હોય છે. તેઓ શાસનનું હિત અને અહિત શેમાં રહેલું છે તે એકદમ સારી રીતે જાણતા હોય છે. આથી જિનશાસન પર કોઇ વિઘ્ન ન આવે તે માટે મિથ્યાષ્ટિ એવા મંત્રી, રાજપુરોહિતાદિ રાજમાન્ય લોકો જ્યારે તેમની પાસે આવે તો તેઓના સત્કાર સન્માન કરતા હોય છે. તેમાં તેઓ પ્રત્યેનો અહોભાવ નહીં કિંતુ જિનશાસનનું હિત કેન્દ્ર સ્થાને રહેલું હોય છે. મમરા - પ્રા (.) (સંધ્યાની લાલિમા, સંધ્યા સમયે સૂર્યકિરણોથી આકાશમાં થતાં વાદળના વર્ગો-સંધ્યારાગ) સંધ્યા સમયે આકાશમાં સૂર્યના કિરણો અને વાદળોનો સંયોગ થતાં વાદળો વિવિધ વર્ણને ધારણ કરીને મનોહરરૂપને સર્જે છે. પરંતુ તે અલ્પ સમય પૂરતું જ હોય છે જેવો સૂર્યાસ્ત થયો કે વાદળના રંગબેરંગી રૂપ વિખેરાઇ જાય છે. તેવી રીતે આત્માનો શુભાશુભ કર્મો સાથે સંયોગ થતાં જીવનમાં હર્ષ-શોક, સુખ-દુ:ખ, રાગ-દ્વેષના વર્ગો સર્જાય છે. પરમાત્મા કહે છે કે આ બધું સંધ્યાના વર્ણની જેમ ક્ષણિક છે. માટે ક્ષણિકનો મોહ ત્યજીને શાશ્વત માટે પ્રયત્ન કરવો જોઈએ. અમરાવ8 - વૃક્ષ (પુ.) (વાદળથી બનેલો વૃક્ષનો આકાર, જે વાદળે વૃક્ષનો આકાર ધારણ કર્યો હોય તે) अब्भवद्दलय - अभ्रवादलक (न.) (જલયુક્ત વાદળ, પાણીથી ભરેલા વાદળ, આકાશગત જળયુક્ત મેઘ). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પાર્શ્વનાથ પ્રભુની સ્તવના કરતાં લખ્યું છે કે, હે પ્રભુ! હું તો તારા દ્વારે ભિખારી બનીને આવ્યો છું. હું માત્રને માત્ર તારી જોડે જ માગીશ. તારા સિવાય મારે બીજે ક્યાં જવું નથી. જો તમે ચાંદ છો તો હું ચકોર છું. જો તમે ગોવિંદ છો તો હું ગરુડ છું. જો તમે જળથી ભરેલા અને ગર્જના કરતાં વાદળ છો તો હું તમને જોઈને આનંદ પામનારો મોરલો છું. પણ નાથ હું માત્રને માત્ર તારો તારો ને તારો જ છું. મસંફા - ચ્ય (સ્ત્રી). (રંગબેરંગી વાદળોવાળી સંધ્યા, સંધ્યા સમયે દેખાતા રંગ-બેરંગી વાદળો) મમમંથઃ - 3 સંતૃત (.). (વાદળોથી આકાશ છવાઈ જવું તે, વાદળોથી ઘેરાયેલું આકાશ) સમસT - ૩ખ્યાન (.) (એક જ ક્રિયાનું પુનઃ પુનઃ કરવું તે, સતત અભ્યાસ) ગરથ ગાંઠેને વિદ્યા પાઠે અર્થાત પાસે રહેલું ધન અને મુખપાઠે વિદ્યા એ જ ખરું ધન કહેવાય. વિદ્યા મુખપાઠ ત્યારે જ થાય જ્યારે તેની પુનઃ પુનઃ આવૃત્તિ કરાય. ભણેલા શાસ્ત્રનો વારંવાર અભ્યાસ કરી આત્મસાત કરાય ત્યારે તે કંઠસ્થ થાય છે. જેમ પાસે ધન હોય તો જ કટોકટીના સમયે તેનું મૂલ્ય સમજાય છે, તેમ સંકટ સમયે મુખપાઠ કરેલી વિદ્યાનું મહત્ત્વ ખ્યાલમાં આવે. મમતા - અધ્યસ્થ (વ્ય.) (એક જ ક્રિયાને પુનઃ પુનઃ કરીને, શીખીને, અભ્યાસ કરીને) 482