SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ કહેલા છે 1. મનુષ્યાદ્ધાયુષ્ય 2. તિર્યંચાદ્ધાયુષ્ય. કોઈ જીવ મનુષ્યયોનિ કે તિર્યંચયોનિમાં હોવા છતાં પુનઃ મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધે તો તે ગતિ સંબંધી આયુષ્ય તે જીવની સાથે જાય છે માટે તે બે જ ગતિના જીવો અદ્ધાયુષ્યવાળા હોય છે. જ્યારે દેવ અને નારકમાં પુનઃ ત્યાં ઉત્પત્તિ ન હોવાથી તેઓને અદ્ધાયુષ્ય સંભવતું નથી. સદ્ધીશાન - બદ્ધાક્ષાત (ઈ.) (અઢીદ્વીપમાં વર્તતો કાળ) મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા સૂર્ય-ચંદ્ર તેમજ ગ્રહોની ગતિને આધારે જે કાળની ગણતરી કરવામાં આવે છે તેને અદ્ધાકાળ કહેવામાં આવે છે. માત્ર અઢીદ્વિીપમાં જ જ્યોતિષ્ક વિમાન ચર હોવાથી આ કાળ અઢીદ્વીપમાં જ વર્તે છે. તે સિવાયના અન્ય દ્વીપ-સમુદ્રોના સૂર્ય-ચંદ્રાદિ અચર હોવાથી ત્યાં કોઇ જ કાળની ગણતરી હોતી નથી. મMારિવUCT - અધ્વgિa (ત્રિ.) (માર્ગમાં થાકેલું, રસ્તામાં ઘણું ચાલવાથી થાકેલું) શ્રદ્ધા છેય - શ્રદ્ધા છે (પુ.) (બે આવલિકા પ્રમાણ કાળ, સમયનું નાનું પરિમાણ) દ્વાઢય - મર્દિઢ (કું.) (મગધ દેશ સંબંધી એક માપવિશેષ) શ્રદ્ધા - અધ્યન (પુ.) (માર્ગ, રસ્તો, પથ) * ધ્વાન (જ.). (પ્રયાણ કરવું તે, યાત્રા કરવી તે) વિક્રમ સંવત્સર પ્રવર્તાવનાર મહારાજા વિક્રમાદિત્યે ઉજ્જૈનથી સિદ્ધાચલતીર્થનો કાઢેલો સંઘ ઇતિહાસ પ્રસિદ્ધ છે. તેમના પછી વધી કોઇએ તેવો સંઘ કાઢ્યો નથી. તે સંઘમાં 500 તો આચાર્ય હતા, પાંચ લાખ સાધર્મિક કુટુંબો હતા. તદુપરાંત સંઘે પ્રયાણ કર્યું ત્યારથી લઇને યાત્રા કરી ત્યાં સુધી રસ્તામાં જે પણ ગામ, નગર આવતું ત્યાં તેઓએ જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. શ્રદ્ધાપપ્પ - અધ્વન્ય (.) (વિહરણની વિધિ, વિહારકલ્પ) ઓઘનિર્યુક્તિ વગેરે આગમોમાં શ્રમણો માટે ચાતુર્માસ સિવાયના શેષકાળમાં વિહાર કરવાનું વિધાન કરેલું છે. શાસ્ત્રોમાં સાધુએ કેવી પરિસ્થિતિમાં કેવી રીતે વિહાર કરવો તેની સંપૂર્ણ વિધિ દર્શાવી છે. એવી નિર્દોષ અને શુદ્ધ વિહારચર્યા કહેલી છે કે, સાધુના સંયમ અને આત્માનું રક્ષણ થાય જ તથા જગતના જીવોનું પણ કલ્યાણ થાય. સાધુની વિહારવિધિને અધ્વકલ્પ પણ કહેવામાં આવે દ્વાપITHUT - ધ્વામન () (વિહાર કરવો તે) વર્ષાકાળમાં એક સ્થાને ચાતુર્માસ રહેલા સાધુને ઉત્સર્ગમાર્ગથી વિહાર કરવાનો સર્વથા નિષેધ ફરમાવેલો છે. પણ જો દુર્ભિક્ષ, જીવહિંસા બાહુલ્ય, રાજપ્રકોપ કે પછી સંયમ અથવા આત્મવિરાધનાનો ભય હોય તો ત્યાંથી ચાલુ ચોમાસે તુરત જ વિહાર કરવો એવો પણ શાસ્ત્રાદેશ છે. अद्धाणणिग्गय - अध्वनिर्गत (त्रि.) (માર્ગમાંથી નીકળી ગયેલું, માર્ગથી પતિત થયેલું) દોડની સ્પર્ધામાં થાક્યા-હાર્યા વિના રહ્યો હોય તે જ જીત મેળવી શકે છે પણ જે દોડમાં કંટાળીને બેસી જાય છે તે ક્યારેય જીતની - નજીક પહોંચી શકતો નથી. તેવી રીતે જે શ્રમણ કે શ્રાવક સંસારના કષ્ટો કે વિક્નોથી કંટાળ્યા વિના જિનમાર્ગમાં રહે છે તે જ એક Ai9
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy