________________ અમુવાલ - સાતમુહ્ય (.) (આપ્તપુરુષોમાં મુખ્ય, કેવલજ્ઞાની) કેવલજ્ઞાનની પ્રાપ્તિ રાગ-દ્વેષના ક્ષય વિના સંભવતી નથી અને જેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા કેવલજ્ઞાનીઓમાં રાગ-દ્વેષ અંશમાત્ર પણ સંભવતો નથી. આથી કેવલી ભગવંતો ક્યારેય પણ કોઇનું અહિત થાય તેવા વચનનો કે વ્યવહારનો ઉચ્ચાર કરતા નથી. તેમની વાણી કાયમ બીજાના હિતને અર્થે જ વહેતી હોય છે. સત્ત - માત્મન (6, સ્ત્રી.) (પુત્ર 2. પુત્રી) સંસ્કૃતમાં આત્મજની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, જે માતા-પિતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ હોય તે આત્મજ. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે પુત્ર-પુત્રીનું શરીર, લોહી યાવતુ શ્વાસ સુધ્ધા માતા-પિતાની દેન છે. છતા પણ આજે જોવા મળે છે કે, માતા-પિતાએ જે પુત્રને અમુલ્ય જીવન અને વર્ષો સુધી સુખ આપ્યું, તે જ પુત્ર માતા-પિતાને એક પળનું સુખ આપતા પણ ખચકાય છે. अत्तलद्धिय - आत्मलब्धिक (पुं.) (આત્મલબ્ધિવાળો, સ્વલબ્ધિવાળો). ગૌતમસ્વામીએ પ્રભુ વરને પ્રશ્ન કર્યો, વિભુ! હું મોક્ષમાં જઈશ કે નહીં? ત્યારે ભગવાને કહ્યું, હે ગૌતમ! જે આત્મા પોતાની લબ્ધિના બળે અષ્ટાપદની યાત્રા કરે છે તે જીવ નિયમા તે જ ભવમાં મુક્તિગામી જાણવો. આ સાંભળતા જ ગૌતમસ્વામી અષ્ટાપદતીર્થે ગયા અને સ્વલબ્ધિબળે સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદનો પહાડ ચડીને તીર્થયાત્રા કરી. આવી તો અનેક લબ્ધિઓ ગૌતમસ્વામીમાં સમાયેલી હતી. એથી જ તેમને અનંતલબ્લિનિધાન કહેવાય છે. સત્તવ - માર્તd(ત્રિ.) (ઋતુમાં ઉત્પન્ન થયેલા ફળાદિ, ઋતુધર્મ સંબંધી) પરમાઈ રાજા કુમારપાલે હઠ પકડી કે, જ્યાં સુધી હું છએ ઋતુમાં ઉત્પન્ન થયેલા પુષ્પોથી પરમાત્માની પૂજા ન કરું ત્યાં સુધી મારે અન્ન અને જળનો ત્યાગ. તેઓએ નિર્જળા ઉપવાસ કરીને દેવને પ્રસન્ન કર્યા. જ્યારે દેવે તેમને છએ ઋતુના પુષ્પો લાવીને આપ્યા અને તેમણે તેનાથી પરમાત્માની પૂજા કરી, ત્યારે જ તેમને શાંતિ થઇ. ધન્ય હો આવા જિનોપાસક પરમહંત મહારાજાને! अत्तवयणणिद्देस - आप्तवचननिर्देश (पुं.) (સર્વજ્ઞોક્ત વચનનો નિર્દેશ, સર્વજ્ઞોક્ત આગમ) શાસ્ત્રમાં આપ્તવચનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે જેમનું વચન છેતરનારું ન હોય તેવું વચન આપ્તવચન બને છે. આજે એવા ઘણા બધા મીઠા બોલાઓ છે કે જેઓ લોકોપદેશ કે સારા-સારા સંબંધો માત્ર પોતાના સ્વાર્થ ખાતર કરતા હોય છે. તેવાઓનું વચન આપ્તવચન નથી બનતું. કિંતુ જે આપ્તપુરુષો છે તેઓ હંમેશાં હિતકારી વચન બોલતા હોય છે. તેઓએ કહેલા વચનરૂપ આગમ, સર્વ પ્રાણીઓ માટે શ્રદ્ધેય બને છે. મત્ત (M) સંતો - માત્મસંયા (પુ.) (આત્માનો સંયોગ, ઔપશમિકાદિ ભાવો વડે જીવના સંબંધરૂપ સંયોગનો એક ભેદ) આત્મા સ્વયં એક દ્રવ્ય હોવા છતાં એકલો રહી શકતો નથી. તે કાયમ અન્ય કોઇ વસ્તુતત્ત્વના સંયોગમાં જ રહે છે. પછી તે ઔપશમિકાદિ શુભ ભાવો સાથેનો સંયોગ હોય કે પછી કૃષ્ણ-નીલ-કાપોતાદિ અશુભ લેક્ષા સાથેનો સંયોગ હોય. યાવતુ મોક્ષમાં એકલો જતો હોવા છતા પણ ત્યાં તેને બીજા અનંતા સિદ્ધોની સાથે જ રહેવું પડે છે. આ આત્મસંયોગ અનાદિકાળથી રહેલો છે. अत्तसंपरिगहिय - आत्मसंपरिगृहीत (त्रि.) (આત્મશ્લાઘા કરનાર, સ્વપ્રશંસક). પોતાના ગુણોનું સ્વયં કીર્તન કરવું અને લોકમાં જાતે જ પોતાના વખાણ કરવા તે આત્મશ્લાઘા છે. હિતકારી મહર્ષિઓએ આત્મશ્લાઘાને દોષ ગણેલો છે. સ્વપ્રશંસા એ આત્મોન્નતિમાં બાધક તત્ત્વ છે. આત્મશ્લાઘા કરનાર પુરુષ પોતે કરેલા સત્કર્મોને ધોઇ નાખે છે. તેથી તેણે કરેલ સદનુષ્ઠાનનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. 386