SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશવા ન દીધો અને શુભ અધ્યવસાયને કારણે તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૩૫ઇUદ () - માત્ત () પ્રજ્ઞાન(પુ.) (સ્વકે પરની હિતકારી સન્મતિને હણનાર પાપશ્રમણ) ઉત્તરાધ્યયનસૂત્રના સત્તરમા અધ્યયનમાં સદુશાસ્ત્રોના શ્રવણથી આલોક અને પરલોક સંબંધી હિતબુદ્ધિ જેમને પ્રાપ્ત થઇ છે તેવા જીવોની મતિને હણનાર કે પછી સ્વાર્થવશ મિથ્યામતને ગ્રહણ કરી કુમાર્ગે પ્રવર્તનાર સાધુને પાપભ્રમણ કહેલા છે. अत्तपण्णेसि (ण) - आत्मप्रज्ञान्वेषिन् (पुं.) (આત્મહિતની ગવેષણા કરનાર, આત્મજ્ઞાનનો શોધક) કહેવાય છે ને કે, “ટૂંઢને વાતે વો તુનિયા ન મિતતી હૈ’ જરૂરી તત્ત્વ છે નવું શોધવાની ખેવના અને મહેનત. વાસ્કો દ ગામા અને કોલંબસમાં આવી અદમ્ય ઇચ્છા હતી જેથી તેમને અમેરિકા અને ભારત જેવા દેશો હાથ લાગ્યા. તેમ જો પોતાના આત્માના હિતની ચિંતા હોય તો જે-જે રસ્તાથી આત્માનું હિત થતું હોય તેની ગવેષણા કરવી જોઇએ. યાદ રાખજો! બાહ્ય કૃત્રિમતાને છોડીને જે અત્યંતર સત્યતાને સ્વીકારે છે તેને રસ્તાઓ જરૂરથી મળી આવે છે. માતપ્રસાજોપિન (પુ.) (સર્વશે કહેલા તત્ત્વની ગવેષણા કરનાર, આખ-સર્વજ્ઞની ઉક્તિનું અન્વેષણ કરનાર) માપદ્દદ () - આત્મપ્રશ્નન (કું.) (આત્માસંબંધી પ્રશ્નને હણનાર, પાપશ્રમણનું એક લક્ષણ). ઉત્તરાધ્યયનસૂત્રના સત્તરમા અધ્યયનમાં આત્મપ્રશ્નઘ્નીનું કથન કરવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે કોઈ ધર્મી જીવ વક્તાને એવો પ્રશ્ન કરે કે શું આત્મા ભવાંતરમાં જવાના સ્વભાવવાળો છે કે નહીં? ત્યારે મિથ્યાત્વથી, ભ્રષ્ટમતિથી કે અજ્ઞાનતાથી કે પછી અતિવાચાલપણે શ્રોતાના એ પ્રશ્નનો છેદ કરતા કહે કે અરે ભાઈ! આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, કેમ કે પ્રત્યક્ષમાં તે દેખાતો જ નથી માટે તમારો પ્રશ્ન અયોગ્ય છે. એમ કહી અન્ય જીવને મતિભ્રમ પેદા કરવો તે પાપ છે. મત્તપાપાને - માત્મપ્રસન્નત્તેય (ત્રિ.). (જીવને કલુષિત ન કરનાર પીત-પદાદિ લેશ્યા જેમાં છે તે) લેશ્યા બે પ્રકારની છે શુભ અને અશુભ. આ બન્ને પ્રકારની લેગ્યાનો ઉપયોગ મન કરે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેનું પરિણામ ભોગવવાનું આત્માને આવે છે. જો શુભલેશ્યાયુક્ત હોય તો સુખની પ્રાપ્તિ આત્માને થાય છે તેમ અશુભ લેગ્ધાયુકત હોય તો તેના અકલ્પનીય અશુભ પરિણામ એટલે ફળ આત્માએ જ ભોગવવા પડતા હોય છે. આ તો એવું થયું કે કરે કોઇ અને ભરે કોઇ. સાતપ્રસન્ન (ત્રિ.) (પ્રાણીને ઈહલોક પરલોકમાં હિતકારી તેજો–પધ-શુક્લ લેગ્યાથી યુક્ત) अत्तभाव - आत्मभाव (पुं.) (સ્વાભિપ્રાય). આ જગતમાં સાચા-ખોટા કાર્યની સલાહ આપનારા ઘણા બધા લોકો છે. આપણે પણ કાર્યપ્રસંગે તેવાઓની સલાહ લેતા હોઇએ છીએ. દરેક કાર્યમાં ભલે તમે બહારના અનુભવીઓની સલાહ લો. પરંતુ સૌથી સાચી સલાહને માર્ગદર્શન તો તમારો પોતાનો આત્મા જ કરી શકે છે. જે કાર્ય કરતાં તમારું મન આનાકાની કરતું હોય તો સમજી લેવું કે કાર્ય ખોટું છે અને જેમાં તમારા ચિત્તની પ્રસન્નતા રહે તો સમજી લેવું કે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો. કામરૂ - માર્તગતિ (નિ.) (આર્તભાવમાં મતિ છે જેની, આર્તધ્યાનમાં રહેલું) મ7મી - આવર્તમાન (ત્રિ.) (પરિભ્રમણ કરતો 2. અભ્યાસ કરતો) 385
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy