________________ અતણી - અતિસી (ત્રી.) (વનસ્પતિવિશેષ, અલસી કે અતસીનો છોડ) અનુયોગદ્વારસુત્ર અને નિશીથસુત્રાદિમાં લખ્યું છે કે, અતસી એક પ્રકારની વનસ્પતિ છે. જે માલવદેશમાં થાય છે. તેની છાલ વલ્કલ જેવી હોય છે. તેનું અપર નામ તીસી પણ લોકમાં પ્રસિદ્ધ છે. ત૬ - અતથ (1., ત્રિ.) (અતથ્ય, મિથ્યા, અસદૂભૂત, જુઠું, અસત્ય) આચારાંગસૂત્રમાં સચ્ચારિત્રધારી સાધુ ભગવંતોના આચાર વિચારોના વર્ણન પ્રસંગે લખ્યું છે કે, પાંચસમિતિએ અને ત્રણ ગુપ્તિએ સંવત સાધુ ભગવંતનું વચન અતથ ન હોય તેમજ વચનના કોઈપણ દોષથી રહિત એટલે નિર્દોષ હોય છે. ધન્ય છે સાધુ ચરિત ને મતથ્ય (1.) (વિતથ, અસભૂત, ખોટું) મતUT - મતથા જ્ઞાન (જ.) (અયથાર્થ જાણનાર 2. મિથ્યાદૃષ્ટિનું જીવદ્રવ્ય 3. અલાતદ્રવ્ય) સ્થાનાંગસૂત્રના દશમા ઠાણમાં કહ્યું છે કે, મિથ્યાદષ્ટિ જીવને અતથાજ્ઞાનવાળો કહી શકાય છે. કારણ કે તેને જે બોધ છે તે વિતથ બોધ-જ્ઞાન છે. વિતથ એટલે જે વસ્તુ અથવા જે પદાર્થ આ જગતમાં જેવો છે તેવો તે ન જાણે પરંતુ જેવો નથી તેવો અયથાર્થપણે જ જાણે છે માટે. જેમ કે પુદ્ગલ-પદાર્થ નિત્યાનિત્ય છે પરંતુ તેને તે એકાત્તે નિત્ય અથવા એકાન્ત અનિત્ય જ માનતો હોય છે. માતાર - અતાર (ત્રિ.) (તરવાને અશક્ય, ન તરી શકાય તેવું અપાર). જેમ સ્વયંભૂરમણ સમુદ્રને કોઈ તરી શકે તેમ નથી. તેમ આ સંસારરૂપ સ્વયંભૂરમણ સમુદ્ર પણ નિસત્ત્વ જીવોને તરવો અશક્ય છે. માટે જ કહ્યું છે કે, “સંજમનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને... એને તો ભડવીર સત્ત્વશાળી જીવો જ આદરી શકે છે. તેનો પાર પામી શકે છે.. તારિખ - સતામિ (ર) (મુશ્કેલીથી તરી શકાય તેવું, દુસ્તરણીય, તરવાને દુઃશક્ય) સૂયગડાંગસૂત્રમાં આવે છે કે, “તે સંગમનુસ્મા પાતાના વમતાપિન અર્થાત્ મનુષ્યોના સ્વજન સંબંધો પાતાળ જેવા અતરણીય છે. સાંસારિક સંબંધોના તાણા વાણા એટલા તો ગહન છે કે, તેને પાતાળની ઉપમા આપી છે. તેમાંથી તો કોક વિરલા જ બહાર નીકળીને પોતાનું કલ્યાણ કરી શકે છે. બાકી સર્વલોક તેમાં જ રચ્યો પચ્યો રહી દુઃખોને અનુભવતો સબડ્યા જ કરે છે. મતારિ (તિ) સં - નતાશ (ત્રિ.) (તેના જેવું નહીં તે, તેવા પ્રકારનું ન હોય તે). સામાન્યજન પ્રવાહથી મુનિભગવંતો વિલક્ષણ હોય છે. સંસાર જે પ્રવાહ વહે છે તેથી બિલકુલ ઊલટા પ્રવાહે મુનિ ચાલે છે. આચારાંગસૂત્રમાં એક પ્રસંગે જણાવ્યું છે કે, “તરિલે મુળ મોહં' અર્થાત્ સંસારી જીવોથી ભિન્નવૃત્તિવાળા મુનિ સંસાર સાગરને વહેલા પાર કરી જાય છે. તિરૂટ્ટ - તિવૃત્ત (ત્રિ.) (અતિક્રાન્ત 2. વ્યાપ્ત 3. પોતાના કૃત્યને ન જાણનાર) જેમ બાળ અગ્નિને જાણતો નથી માટે કુતુહલથી એને પકડે છે અને પછી દાઝી જવાથી મોટેથી રડે છે. બસ એમ અજ્ઞાની જીવને પણ બાળ કહ્યો છે. તે કુકૃત્ય કર્યું જાય છે, પણ તે પ્રજ્ઞાશૂન્ય પોતાના અપકૃત્યને જાણતો નથી પછી તેના કટુ વિપાકોથી દાઝયા કરે છે. પછી લોકો આગળ પોતાના દુઃખડાં રડ્યા કરે છે. પણ તેનો કોઈ અર્થ ખરો? માટે અજાણતા પણ અપકૃત્ય કરતા વિચારજો. 377