________________ મતy - મતનુ(ત્રિ.) (શરીરરહિત, સિદ્ધ) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં સિદ્ધોના પંદર ભેદો બતાવ્યા છે. તેમાં સિદ્ધોના વિશેષણવાચી નામમાં એક નામ છે અતનુ. તનુ એટલે શરીર. જેના વિગ્રહ, દેહ, વપુ, કાયા વગેરે ઘણા નામો મળે છે. નથી જેને શરીર તે અતનું છે. એટલે સિદ્ધોને પાંચેય પ્રકારના શરીરોમાંથી એકેય શરીર નથી હોતું માટે તેઓ અશરીરી કહેવાય છે. શરીર એ સર્વ પ્રકારની ઉપાધિનું મુખ્ય સ્થાન કહેવાયું છે. अतत्तवेइत्त - अतत्त्ववेदित्व (न.) (સાક્ષાત્ વસ્તુતત્ત્વને નહીં જાણવાના સ્વભાવવાળો પુરુષ વિશેષ) अतत्तवेइवाय - अतत्त्ववेदिवाद (पुं.) (સાક્ષાત્ વસ્તુતત્ત્વને નહીં જાણવાના સ્વભાવવાળા અતત્ત્વવેદીનો બતાવેલો માગ) ધર્મસંગ્રહના પ્રથમાધિકારમાં કહ્યું છે કે, જે સાક્ષાત વસ્તુતત્ત્વને જોતો નથી કે જાણતો નથી તેવા પુરુષવિશેષના પ્રમાજ્ઞાન કરાવનારે કહેલ વસ્તુ તત્ત્વના વિસ્તારને અતત્ત્વવેદિવાદ એટલે અવગ્દર્શીવાદ કહેવાય છે જેને તેઓ દ્વારા સમ્યગ્વાદ પણ કહેવામાં આવ્યો છે. મત્તિય - મતાવિવશ (શિ.) (અવાસ્તવિક, તાત્ત્વિકાભાવ) ખકસુમ એટલે આકાશપુષ્પની કોઈ સ્થાપના કરે તો તે અવાસ્તવિક છે કારણ કે, તેવી કોઈ ચીજ જગતમાં છે જ નહીં, પરંતુ કોઈ કહે કે સ્વર્ગ, નરક કે મોક્ષ નામની કોઈ ચીજ આ દુનિયામાં દેખાતી નથી માટે છે જ નહીં, આમ બોલનાર પણ અવાસ્તવિક કહે છે. કારણ કે જે સ્વર્ગાદિ દેખાતા નથી પણ આગમ અનુમાનાદિ પ્રમાણોથી સિદ્ધ થતી વસ્તુ-તત્ત્વ હોઈ તે વસ્તુ માનવી જ પડે. મતા (કું.). (કુરુક્ક મલ્લાહ નામે એક પ્લેચ્છ બાદશાહ) તીર્થકલ્પ નામક ગ્રંથમાં લખ્યું છે કે, જેણે અણહિલ્લપુર પાટણનો કિલ્લો ભાંગ્યો, જેણે હરિવંખી ગામનું જિનાલય તોડ્યું તે તુક્કમલ્લાહ નામનો બાદશાહ ચૌલુક્યવંશીય ભીમદેવ રાજાનો સમકાલીન હતો. આમ વિધર્મી રાજાઓએ ઘણા જિનચૈત્યોનો નાશ કર્યો છે તેમ ઇતિહાસમાંથી જણાય છે. મતર - અતર (પુ) (જે તરી ન શકાય તે, અતર- સમુદ્ર 2. અસમર્થ 3. સાગરોપમ કાળ) જેમ સમુદ્રને તરવો અઘરો છે, જેમ મેરુપર્વતને ઓળંગવો કઠિન છે તેમ સંસાર સમુદ્રને તરવો પણ અઘરો છે. મહાસાગરની જેમ અતિગહન અને વિવિધ યોનિઓના વિસ્તારવાળો આ સંસારરૂપ સમુદ્ર જેણે ભુજાબળ તરી લીધો છે તે જ ખરો તરવૈયો છે. મતાંત - અતરત્ (ત્રિ.) (રોગી, ગ્લાન 2. અસહિષ્ણુ) જૈનશાસનમાં બાળ, ગ્લાન રોગી એવા સાધર્મિકોની સેવા શુશ્રુષા કરવા પર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર વેયાવચ્ચનો મહિમા બતાવવામાં આવ્યો છે. સેવા વેયાવચ્ચ એક એવો અપ્રતિપાતી ગુણ છે જે યાવત મોક્ષ સિદ્ધિ અપાવે છે. મતવ - 3 તપસ્ () (તપ વગરનું, તારહિત, તપસ્યાનો અભાવ) બૃહત્કલ્પસૂત્રમાં લખ્યું છે કે, “અતવો ન રતિ મો' અર્થાત તપ વગર સુખ નથી. અન્ય ગ્રંથોમાં “તપણા નિર્નર , તપતા હિં રસિધ્ધતિ અર્થાતુ તપથી કઠિન કર્મો પણ નિર્ભર છે, નષ્ટ થાય છે અથવા તપથી શું શું સિદ્ધ નથી થતું. એટલે તપથી જે પણ સિદ્ધિ ચાહો તે શક્ય થાય છે. માટે તપનો મહિમા નિરાળો સમજવો. જે તપ વગરનો છે તે ખાલી ઘડા જેવો ઠાલો સમજવો. 376