SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ अणुलोमविलोम - अनुलोमविलोम (पुं.) (આવ-જા કરવી તે, જવું અને આવવું તે) સુખ અને દુઃખ આગન્તુક મહેમાન જેવા છે. જેમ મહેમાન થોડાક સમય માટે આવે છે, તેમાં કેટલાક મહેમાન આપણને પ્રિય હોય છે અને કેટલાક વ્યવહાર ખાતર સાચવવા પડે તેવા હોય છે. જેમ મહેમાન થોડા સમય પછી સ્વસ્થાને જતા રહે છે. તેમ સુખ અને દુઃખ પણ નિશ્ચિત સમય પૂરતા જ રહે છે. પ્રત્યેક પ્રાણીના જીવનમાં આવ-જા કર્યા જ કરે છે. સુખ આપણને પ્રિય છે અને દુઃખ અપ્રિય છે છતાં પણ જીવનમાં આ બન્નેને સાચવવા જ પડે છે. તેમાં હર્ષશોક કરવા જેવો નથી. [I - મન્વેિષ (પુ.) (કંદ વિશેષ 2. બેઇંદ્રિયજીવ વિશેષ) મગુપ - અનુત્ત્વ (ત્રિ.) (અગર્વિત, અનુદ્ધત, અભિમાનરહિત, નમ્ર) સામાન્ય રીતે વૃક્ષો સીધા અને ઊર્ધ્વમુખી હોય છે. પણ જ્યારે તેના પર મોર-ફુલ બસે છે, ફળો તેની ડાળીઓ પર ઝૂલે છે ત્યારે તે નમ્ર બનીને અધોમુખી થઈ જાય છે. જ્ઞાની મહર્ષિઓ કહે છે કે, જેવી રીતે ફળ આવતાં વૃક્ષ નમ્ર બની જાય છે, તેમ વ્યક્તિમાં જ્ઞાન, ઋદ્ધિ, તપ, પ્રભાવકતાદિ ગુણો આવે તેમ તેમ તે અભિમાનરહિત નમ્ર બનતો જાય છે. ગુણી પાસે જતાં કોઈને ડર ન લાગે તે જ તેના ગુણોની સાર્થકતા છે. મગુર્જવ - અનુપ (પુ.) (કુત્સિત રીતે વર્ણન કરવું તે, ખરાબ કથન, દુષ્ટ ઉક્તિ) પ્રાચીનકાળમાં રાજા-મહારાજા વગેરે પોતાનો સંદેશો અન્ય રાજ્યાદિમાં પહોંચાડવા માટે સંદેશો પહોંચાડવામાં પ્રવીણ એવા રાજદૂતોને રાખતા હતા. તે રાજદૂતો માત્ર રાજાના શબ્દોને જ નહીં પરંતુ તેમના ભાવોને પણ જાણીને વાક્યતુરાઈ દ્વારા સામેવાળા દુશ્મન કે મિત્રને ખુશ કે નાખુશ કરી દેતા હતા. જો સામેવાળો મિત્ર હોય તો પ્રિય ઉક્તિથી તેમના ચિત્તમાં પ્રેમ વધારતા અને દુશ્મન હોય તો તેને દુષ્ટ ઉક્તિઓ વડે સ્વામી રાજાના પ્રભાવ હેઠળ લાવી દેતા હતાં. કછોલે - મનુ (પુ.) (બેઇંદ્રિય જીવવિશેષ) अणुवइट्ठ- अनुपदिष्ट (त्रि.) (આચાર્ય પરંપરાથી જેનો ઉપદેશ નથી થયેલો છે, જે પૂર્વ પરંપરાથી ન આવેલું હોય તે). યોગશાસ્ત્રની રચનાની શરૂઆતમાં જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે, આ યોગશાસ્ત્રનું કથન હું ત્રણ રીતે, કરીશ 1. મેં જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે તેમાંથી 2. મારા પૂર્વજ ગુરુદેવોની પંરપરાથી જે પ્રાપ્ત થયું છે તે અને 3. આચાર્યાદિની પરંપરાથી જેનો ઉપદેશ નથી થયો પરંતુ મારા ચિંતન-મનન અને સંવેદનથી જે પ્રાપ્ત થયું છે તેના આધારે. આમ યોગશાસ્ત્ર ગ્રંથમાં ત્રિવેણી સંગમ જોવા મળે છે. अणुवउत्त - अनुपयुक्त (त्रि.) (ઉપયોગશૂન્ય, અસાવધાન, હેયોપાદેયના વિવેકરહિત) મનુષ્યને સંસારમાં રહેવા માટે કે સંયમમાં રહેવા માટે હેય અને ઉપાદેયનું જ્ઞાન હોવું આવશ્યક છે. જેને હેયોપાદેયનું જ્ઞાન હોય છે તેને જ લોકો સમજદાર અને બુદ્ધિશાળી ગણે છે. પરંતુ જે હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માની પ્રવર્તે છે તેવા વિવેકશૂન્ય પુરુષ પદે પદે આપત્તિઓને આમંત્રણ આપે છે. ગુવાર - અનુપર (પુ.). (અસદુપદેશ 2. સ્વભાવ, નિસર્ગ) ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ પંચાશક ગ્રંથના બારમાં વિવરણમાં અનુપદેશની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે અનુપદેશ એટલે ઉપદેશનો અભાવ એટલો માત્ર અર્થ નથી થતો. પરંતુ આગમબાધિત અર્થોની પ્રરૂપણા કરવી તે પણ અનુપદેશ બને છે. અર્થાત જે 334
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy