SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ अणुलित्तगत्त - अनुलिप्तगात्र (त्रि.) (ચંદનાદિથી લિંપાયલું છે ગાત્ર જેનું તે) આજનો માનવી પંખા અને એરકન્ડીશ્નરનો આદી થઇ ગયો છે. થોડીક ગરમી લાગી કે તરત જ પંખાની કે એ.સીની સ્વીચ ચાલુ કરીને બેસી જાય છે. પરંતુ હવે તો વિજ્ઞાન પણ કહે છે કે વધારે પડતા એ.સી.માં કે પંખામાં રહેવું તે તબિયત માટે હાનિકારક છે. તેનાથી શરીર અકડાઈ જવું વગેરે બિમારીઓ થઈ શકે છે. જયારે પ્રાચીનકાળમાં ગરમીથી બચવા આખા શરીરને ચંદનનું વિલેપન કરવામાં આવતું હતું. જે શરીરને શીતલતા, સુગંધિતતા અને કાંતિ પ્રદાન કરતું હતું. મનિહંત - અતિવૃત્ (ત્રિ.). (ચુંબન કરતું 2. ચાટતું 3. સ્પર્શ કરતું) આજે પેલા ધનાશા પોરવાળ, જાવડશા, વસ્તુપાળ-તેજપાળ યાદ આવે છે. જેઓએ પોતાની સંપત્તિનો સન્માર્ગે વ્યય કર્યો હતો. તેમણે પોતાને મળેલી સંપત્તિને આખું જગત જોઇ શકે પણ લૂંટી ન શકે તેવા ઊંચા આકાશને સ્પર્શ કરતાં ગગનચુંબી જિનાલયો બનાવ્યા હતા. ઓલા ભામાશાએ દેશની રક્ષા કાજે પોતાની સંપત્તિ મહારાણા પ્રતાપને સમર્પિત કરી દીધી હતી. આ ભવ્ય ઇતિહાસ ધનલોલુપ અને મોજ-શોખ પાછળ જ પૈસો વાપરનારના ભેજામાં કેવી રીતે ઉતરી શકે ? अणुलेवण - अनुलेपन (न.) (ચંદનાદિનું વિલેપન કરવું તે, વિલેપન, ફરીથી વિલેપન કરવું તે) अणुलेवणतल - अनुलेपनतल (न.) (ફરીવાર લિંપવામાં આવેલી ભૂમિ) अणुलोम - अनुलोम (त्रि.) (અવિપરીત, સીધું, અનુકૂળ 2. ક્રમસર, યથાક્રમ 3. મનોહર) પ્રભુ મહાવીરથી લઈને અત્યાર સુધીના પચ્ચીસસોથી વધુ વર્ષના ઇતિહાસમાં કેટલાય રાજા-મહારાજાઓ, મોગલો, અંગ્રેજો, નેતાઓ આવી ગયા. તે દરેકના શાસનકાળ દરમ્યાન નીતિ-નિયમો, વ્યવહારો યાવતું મુદ્રાઓમાં પણ વૈવિધ્યતા અને બદલાવ જોવા મળ્યો છે. એકમાત્ર પરમાત્માએ સ્થાપેલા જિનશાસનમાં સાધુ માટેના પાંચ મહાવ્રત અને શ્રાવક માટેના બારવ્રતો જે રીતના બતાવ્યા હતાં આજે પણ તેમ જ છે અને તેનું પાલન પણ તે રીતનું જ થાય છે. આ વ્રતો-મહાવ્રતો ભગવાન મહાવીરથી લઈ અત્યાર સુધી અવિપરિતપણે યથાવસ્થિત રીતે ચાલ્યા આવે છે. તેમાં કોઈ જ ફેરફાર થયો નથી. આ જ વસ્તુ પરમાત્માની સર્વજ્ઞતાને સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. નોકડ્રા - મનુનો (અવ્ય.). (યથાક્રમ કરીને, અનુકૂળ કરીને). અપાપાપુરી નગરીમાં દેવોએ જ્યાં સમવસરણની રચના કરી હતી અને ત્યાં પ્રભુ વીર દેશના આપી રહ્યા હતા ત્યારે ગણધરપદને યોગ્ય અગ્યાર બ્રાહ્મણો પરમાત્મા સાથે વાદ કરવા તૈયાર થયા. તે વખતે તેઓએ મનમાં વિચાર્યું કે, જો વેદોમાંની અમારી શંકાઓ દૂર કરી આપે તો આમને સર્વજ્ઞ માનવા. તે સમયે પ્રભુએ તેમના વેદોને ખોટા ન ઠેરવતા વેદપાઠોના અનુકૂળ અર્થો કરીને તેમને સમજાવ્યા હતા અને તેમની શંકાનું નિવારણ કર્યું હતું. अणुलोमवाउवेग - अनुलोमवायुवेग (त्रि.) (જેના શરીરની અંદરના વાયુનો વેગ અનુકૂળ છે તે 2. યુગલિક મનુષ્ય) શરીરની અંદર વાત, પિત અને કફની અસમાનતાના કારણે રોગોત્પત્તિ માનવામાં આવેલી છે. શરીરની અંદર વહેતો વાયુ દુષિત સ્વરૂપ ધારણ કરે છે તેને વાત રોગ અને અત્યારના સમય પ્રમાણે ગેસ ટ્રબલ કહેવામાં આવે છે. પિત્તનો પ્રકોપ થતાં ઊલટી કે છાતીમાં બળતરા વગેરે થાય છે અને કફનો બગાડ થતાં સર્દી, ખાંસી કે લોહી વિકાર થતો હોય છે. જયારે આ ત્રણેય પ્રકૃતિઓ અનુકૂળપણે રહે છે ત્યારે જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. અર્થાત્ શરીરમાં વાત-પિત્ત-કફની સમાનતા એટલે સ્વાથ્થતા જાણવી. 333
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy