________________ સત્કાર્યો કરવા માટે તે વ્યક્તિનો ઉત્સાહ વધશે અને આપણને જિનાજ્ઞાના પાલનરૂપ અનુમોદનનું ફળ મળશે. अणुमोयणकम्मभोयगप्पसंसा - अनुमोदनकर्मभोजकप्रशंसा (स्त्री.) (દોષિત ગોચરી વાપરનારની પ્રશંસા, આધાકર્મી આહાર વાપરનારની અનુમોદના) રાગ-દ્વેષાદિ કષાયો પ્રત્યે શ્રમણ ભગવંતો સદૈવ જાગરૂક રહે છે. ભોજન સમયે લોકોના ઘરેથી ગોચરીના દોષો ટાળી નિર્દોષ આહાર ગ્રહણ કરીને સંયમરક્ષાર્થે શરીરપાલન કરે છે. ગ્લાનાદિના વિશિષ્ટ કારણ વગર સાધુ મહારાજ પોતાના માટે કોઈ ખાસ વસ્તુ બનાવવાનું શ્રાવકને જણાવે છે, કોઈ શ્રાવક સાધુ ભગવંતને વહોરાવવા માટે જ કોઈ વસ્તુ બનાવે તો તેને આધાકર્મી કહેવાય છે. આવી ગોચરી વાપરવી તે દોષનું કારણ બને છે અને તેની પ્રશંસા કરનાર વ્યક્તિ પણ દોષનો ભાગી થાય છે. મyયત્તUT - અનુવર્તન (સ્ત્રી.) દુઃખી, ગ્લાનની સેવા કરવી તે, અનુકૂળપણે વર્તવું તે). આજના જમાનાના પુરુષો અને સ્ત્રીઓ પોતાને આધુનિક ગણાવતાં વધુને વધુ છાકટા બનવા લાગ્યા છે. આધુનિક શિક્ષણને પ્રતાપે પોતાને હોંશિયાર સમજતી આજની આધુનિક પેઢીમા બાપ અને વડીલો પ્રત્યે અનુકૂળપણે વર્તવાને બદલે તેમની અવગણના કરતા રહ્યા છે. પછી પોતે મા કે બાપ બને ત્યારે સંતાનો પાસે નમ્રતાની, આદરની અપેક્ષા રાખે છે. પરંતુ જૈસી કરની વૈસી ભરની આ કુદરતના નિયમને તેઓ ભૂલી જાય છે. अणुयत्तणाइजुत्त - अनुवर्तनादियुक्त (त्रि.) (ગ્લાનની સેવા કરનારો, અનુકૂળપણે વર્તનાર) દરેક નીતિવાક્યો જે કાર્યો કરવાની પ્રેરણા કરે છે તેવા કાર્યોમાં એક છે સેવા. માંદા, વૃદ્ધ, અસક્તની સેવા કરવી. સેવાને દરેક ધર્મમાં પાયાનું સ્થાન આપવામાં આવેલું છે. મહર્ષિઓ તો કહે છે કે તીર્થયાત્રા કરવા જનાર વ્યક્તિ અને દર્દથી કણસતાં દુઃખી જીવની સેવા કરનાર વ્યક્તિ આ બન્નેમાં સેવા કરનાર વ્યક્તિ વધારે પુણ્યનો હક્કદાર થાય છે. મyયમાન - મનુવર્તમાન (ત્રિ.) (અનુસરતો, સ્વીકારતો, માનતો, કબૂલ કરતો) આચારાંગસૂત્રની મલયગિરીય ટીકાના પ્રથમ ખંડમાં અનુવર્તમાનની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જે ગુરુજનના કથનને સ્વીકારપૂર્વક સમર્થન કરે છે, તેઓને અભિપ્રેત કાર્યને કરે છે અને કરાવે છે તથા તેમના અભિપ્રાયને અનુસરે છે તેવા શિષ્યને આરાધક કહ્યો છે. ગુરુ ભગવંતની આજ્ઞાની વિરાધના કરીને સંયમનું પાલન કરનારને આરાધક નહીં પણ વિરાધક કહ્યાં છે. મyયરિ - મનુવાત (2) (આચરિત, અનુષ્ઠિત) પરહિતચિંતક એવા શિષ્ટપુરુષો દ્વારા આચરિત માર્ગ ક્યારેય પણ અહિતકારી હોઇ શકતો જ નથી, કેમ કે તે માર્ગે ચાલીને મેધકમાર, નંદિષેણ, શાલિભદ્ર, ધન્ના અણગાર આદિ કેટલાયજીવોએ આત્મકલ્યાણ સાધ્યું છે. જો ભૂતકાળમાં તે માર્ગના આચરણથી કલ્યાણ થયું હોય તો ભવિષ્યમાં પણ તે માર્ગાચરણથી કલ્યાણ જ થવાનું છે તે વાત સુતરાં સમજાય તેવી છે. કથા - મનુજ્ઞા (સ્ત્રી.) (અનુમોદન, અનુમતિ, સંમતિ) વ્યવહારમાં કુશળતા પ્રાપ્ત વ્યક્તિઓ લોકો પાસે બે રીતે કાર્ય કરાવતી હોય છે. 1. તેઓને સંમત કરીને 2. તેમની ઇચ્છા વગર ફરજ પાડીને. આ બંને પ્રકારથી કાર્ય તો થાય છે. પણ જ્યાં ઇચ્છા વિરુદ્ધ ફરજ પાડવાથી લોકો કાર્ય કરતાં હોય છે ત્યાં કાર્ય કે શેઠ પ્રત્યે પ્રેમ કે માન વગર માત્ર મજબૂરીના કારણે લોકો નિઃસાસો નાખતા કાર્ય કરે છે જયારે જયાં પ્રેમપૂર્વક સંમત કરીને કાર્ય કરાવવામાં આવે છે ત્યાં દિલથી, હોંશે હોંશે લોકો કાર્ય કરે છે અને તે કાર્ય પણ દીપી ઉઠે છે. પ્રયાસ - મનુal (S.) (વિશેષ વિકાસ 2. વિકાસ-પ્રકાશનો વિસ્તાર) એક નાનો સરખો દીવડો અત્યંત ગાઢ અંધકારને ભેદીને આસપાસના વિસ્તારને પ્રકાશિત કરી દે છે. તેમ જીવનમાં પણ જો એક 330