________________ કહેવાય છે. જેમ કે સુર્યપ્રકાશ આપે છે. અત્ર સૂર્ય પ્રત્યક્ષ હોઇ પ્રકાશ દ્વારા સૂર્યનું જ્ઞાન થતું ન હોવાથી તેને અનુમાનબાહ્ય કહેવાય अणुमाणाभास - अनुमानाभास (पुं.) (અયથાર્થ અનુમાન, વ્યર્થ અનુમાન) જેનાથી સત્ય જ્ઞાનની પ્રાપ્તિ ન થાય અથવા જે સાચું અનુમાન નથી કિંતુ અનુમાનના ભાસરૂપ છે તેને અયથાર્થ અનુમાન કહે છે. જેમ ધુમ્મસમાં ધૂમાડાનો વિચાર કરીને ત્યાં અગ્નિ હોવાનું ખોટું અનુમાન કરવું તેને અનુમાનાભાસ અથવા અયથાર્થ અનુમાન કહેવાય છે. મગુમાવે - ગમત્ર(ત્રિ.) (થોડું, અલ્પ) અલ્પબુદ્ધિ મનુષ્યો પણ સારી રીતે સમજી શકે, સુબોધપ્રદ થાય એ રીતે પૂર્વના મહાપુરુષોએ મનુષ્યજીવનના અનેક ગંભીર રહસ્યોને સુભાષિતમાં વણી ઉપદેશ્યા છે, રચ્યા છે. તેઓ કહે છે કે રોગ, શત્રુ, પાપ, છિદ્ર-દોષ આદિ નાના હોય ત્યારે જ તેનો યોગ્ય ઉપાય કરીને તેને નિર્મળ કરી દેવા જોઈએ. કેમકે તે મોટા થયા પછી દુર્દાન્ત બની જાય છે. પછી તો અનેક દુઃખદ પરિસ્થિતિઓને ઉત્પન્ન કરી જીવનને અસ્ત-વ્યસ્ત બનાવી દે છે. મલિટ્ટ - મનુમતિ (સ્ત્ર.). (અનુમાન પ્રમાણથી થયેલું જ્ઞાન, આપેલા કારણોથી કોઈ નિર્ણય કરવો તે 2. અનુમોદન) અનુમાન દ્વારા જે જ્ઞાન થાય તેને અનુમિતિ કહેવાય છે. ધ્યાનમાં લેવા યોગ્ય છે કે, અનુમાન અને તેના દ્વારા થતું જ્ઞાન એ બન્ને સાચા વા જરુરી છે, તો જ તેને અનુમિતિ કહેવાય છે. જેમ દૂર દેખાતા ધૂમથી અગ્નિનું અનુમાન થયું તે અનુમિતિ. પણ દૂરથી દેખાતા ધુમ્મસને ધૂમાડો માનીને અગ્નિનું અનુમાન કરીએ તે ખોટું અનુમાન હોવાથી તેને અનુમિતિ ન કહેવાય. અણુમુ (મુ) - અનુમુ (ત્રિ.) (મુક્ત નહીં તે, નહીં છોડાયેલું) અનંત શક્તિનો ધારક, નિરાબાધ અને અનંત સુખનો સ્વામી, ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણેય કાળના સંપૂર્ણ ભાવોને જાણી શકે તેવા ઉત્કૃષ્ટ જ્ઞાનનો સ્વામી આપણો આત્મા હોવા છતાંય આપણે સામાન્ય શક્તિ કે સુખ માટે તલસીએ છીએ. કારણ કે મોહરાજા જેનો નાયક છે એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના આવરણે આપણા ઉપરોક્ત સાચા સ્વરૂપને ઢાંકી દીધું છે. अणुमोइय - अनुमोदित (त्रि.) (અનુમતિ આપી ઉત્સાહી બનાવેલું, પ્રશંસિત, પ્રશંસા કરેલું, અનુમત, સંમત) પહેલાના સમયમાં ચારણો, કવિઓ, ભાટો, વિદ્વાન્ બ્રાહ્મણો વિગેરે સારસ્વતપુત્રો રાજા, મહારાજા, મંત્રી, મોટા શેઠ વગેરેના કાર્યોની, બળની, રૂપની કે સત્તાની સ્તુતિ કરતાં પ્રશંસાપૂર્વક જણાવતા હતા કે, તમે આ યુદ્ધ જીત્યું, તમે મોટા મંદિર બંધાવ્યાં, સંઘ કાઢ્યાં, ગરીબોની સેવા કરી ઇત્યાદિ પ્રશંસા કરીને તેમની પાસેથી કૃપા-મહેરબાની કે અનુદાન પ્રાપ્ત કરતા હતા. अणुमोयग - अनुमोदक (त्रि.) (અનુમોદન કરનાર, પ્રશંસા કરનાર) શાસ્ત્રો જણાવે છે કે, તમારે સજ્જન બનવું હોય તો સગુણોની અનુમોદના કરો. જેની પાસે પણ સદ્દગુણ દેખાય તેની ખૂબ પ્રશંસા કરો. દુર્ગુણો પ્રત્યે રુચિ વધે તો વ્યક્તિ દુર્જન બને છે અને સદ્ગુણો પ્રત્યે રુચિ વધે તો સજ્જન થાય છે કારણ કે, વ્યક્તિને જેની રુચિ વધતી જાય તે પ્રકારનું તેનું વ્યક્તિત્વ બને છે. ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવાથી તેના ગુણો આપણામાં આવે છે. અપનોયUT (ST) - મનુનોત્ર (ના)(, ૨ત્રી.) (અનુમતિ, સંમતિ, અનુમોદન, અપ્રતિષેધ, પ્રશંસા, સહાય કરવી તે) જો કોઈ જીવ ખોટું કાર્ય કરે તો તેણે કરેલા ખોટા કાર્યની નિંદા કરવાના બદલે સાચા માર્ગથી ભટકી ગયેલો હોવાથી તેના પર દયાભાવ ચિંતવવો જોઈએ. કિંતુ જો કોઈ સારું કાર્ય કરે તો તેની અવશ્ય પ્રશંસા કરવી જોઈએ. કેમ કે સારા કાર્યની પ્રશંસા કરવાથી 329