________________ ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં ઉલ્લેખ મળે છે કે, તિચ્છલોકના અઢીદ્વીપ બહારના ક્ષેત્રોમાં રાત્રિ-દિવસની અપેક્ષાએ કાળ અનિયત પ્રમાણવાળો હોય છે. જ્યારે મનુષ્યલોકમાં રાત-દિવસ-વર્ષાદિની ગણતરી સૂર્ય-ચંદ્રાદિની ગતિના કારણે નિર્ધારિત છે. તો બીજી બાજુ નરક અને દેવલોકમાં સૂર્ય-ચંદ્રાદિનું પરિભ્રમણ ન હોઈ રાત્રિ-દિવસ જેવું કાંઈ હોતું જ નથી. માટે ત્યાં સદાય એકસરખો સમય હોય છે. अणवट्ठियचित्त - अनवस्थितचित्त (त्रि.) (અસ્થિર ચિત્ત, ચંચળ ચિત્ત છે જેનું) આપણે દરરોજ પરમાત્માની સેવા-પૂજા, સામાયિક, નવકારવાળી ગણવી વગેરે આરાધના કરીએ છીએ છતાં પણ પરમાત્માની કુપા શા માટે પ્રાપ્ત નથી થતી? એનો વિચાર કર્યો છે ખરો? હા આજે સીરિયસ થઇને આનો વિચાર કરવા જેવો છે. તેનું એક માત્ર કારણ છે કે, ભલે આપણે સવારથી લઈને સાંજ સુધી ઘણો બધો ધર્મ કરતા હોઇએ પરંતુ, તે બધું જ અસ્થિર ચિત્તે કરતા હોઇએ છીએ. પરમાત્મામાં કે અનુષ્ઠાનમાં સ્થિરચિત્ત થઇને ક્યારેય કરતાં નથી. જો આપણે પરમાત્મા તરફ ધ્યાન ન આપતા હોઇએ તો પછી પરમાત્મા આપણા તરફ ધ્યાન કેવી રીતે આપે? મUવટ્ટ(ત) વસંતાન - ૩નવસ્થિત સંસ્થાન (જ.) (એક ઠેકાણે સ્થિતિ ન કરવી તે, નિરંતર ગતિ કરવી તે) શાસ્ત્રોમાં લખેલું છે કે જે સમયને જાણે તે જ પંડિત છે. આ ઉક્તિ જરા પણ ખોટી નથી. કારણ કે, કાળનો પ્રવાહ સતત વહેતો રહે છે તે ક્યારેય પણ એક ઠેકાણે અટકતો નથી. તેની ગતિ નિરંતર ચાલ્યા કરે છે. આથી સમયને ઓળખીને તેને અનુરૂપ કાર્ય સાધવામાં આવે તો અવશ્ય ફલની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આથી જ તો કબીરજીએ પોતાના દુહામાં લખ્યું છે કે, “ત્ત રે સો માગ कर आज करे सो अब'. अणवणीयत्त - अनपनीतत्व (न.) (સત્ય વચનનો પચીસમો અતિશય) ઔપપાતિકાદિ ગ્રંથોમાં સત્યવચનના અઠ્યાવીસ ભેદ વર્ણવવામાં આવેલા છે. તેમાંનો પચ્ચીસમો અતિશય છે અપની તત્ત્વ. આ અતિશયવાળા વક્તાના કથનમાં કારક, કાળ, લિંગ, વચન આદિનો દોષ સંભવતો નથી. અર્થાત્ ક્યાંય પણ લિંગ,વચનાદિમાં વ્યત્યયતા-વિપરીતતા સંભવતી નથી. મUવતપ્પા - મનવત્રાપ્યતા (સ્ત્રી) (હીન અંગતા, ઓળંગવાની યોગ્યતાનો અભાવ) વીતરાગ સ્તોત્રના પ્રારંભમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજે પોતાની લઘુતા દર્શાવતાં કહ્યું છે કે, હે પરમાત્મા! પશુઓમાં પણ હીન પશુ જેવો હું ક્યાં અને વીતરાગી દેવ આપની સ્તવના ક્યાં? જંગલને ઓળંગવાની અયોગ્યતાવાળો પાંગળો પણ જેમ જંગલને પાર કરવાની ઇચ્છા રાખે છે તેમ અલના પામતો હોવા છતાં પણ હું આપના ગુણોના ગાન સ્વરૂપ વીતરાગ સ્તોત્રની રચના કરવાની તીવ્ર મહેચ્છાવાળો છું. અવતાર - અવતાર(). (સમીપમાં ન સ્થાપવું તે 2. સ્મરણ ન કરવું તે) સંત કબીરનો એક દુહો આવે છે કે, “દુઃg મેં સુમિરન સદુ રે, સુa મૈં રેન સોયા સુર નો સુમરા રે, તો સુ હાં સે હોરું અર્થાતુ, જગતની અંદર વ્યક્તિ પર જયારે દુઃખ આવે છે ત્યારે જ તે ધર્મનું અને ભગવાનનું સ્મરણ કરે છે. સુખમાં કોઇ ભગવાનનું સ્મરણ કરતો નથી. પરંતુ જે સુખના સમયમાં પણ પરમાત્માના સ્મરણને ભૂલતો નથી તેને કોઈ દિવસ દુઃખના દહાડા આવતા જ નથી. મMવર્થીિ - મનવા (સ્ત્રી) (તર્કનો દોષ વિશેષ 2. અવસ્થાનો અભાવ 3. અવિશ્વાસ, ભરોસાનો અભાવ 4, અન્યના અકાર્યને જોઈને થતું અકાય) આજનો કાળ ગાડરિયા પ્રવાહનો થઈ ગયેલો છે. એકનું જોઇને બીજાને પણ તે પ્રમાણે જ કરવાની ટેવ પડી ગયેલી છે. પછી તે સાચું હોય કે ખોટું તે જાણવાની તસ્દી જરાપણ લેવામાં આવતી નથી. વ્યક્તિએ સાચું જ્ઞાન લેવાને બદલે આગળવાળાએ કે અમુકે કર્યું તે 249