SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવી ન શકાય તેવા પદાર્થો અનભિલાપ્ય છે. લોકપ્રકાશ ગ્રંથમાં કહેલું છે, ચૌદરાજલોકમાં અભિલાપ્ય પદાર્થો કરતાં અનભિલાખ પદાર્થો અનંતગણો વધારે છે. કેવલી ભગવંતો તેને દેખી અને અનુભવી શકે છે ખરા પરંતુ, તેને વચનમાં લાવી શકતા નથી. મifમરસંગ - મનમિષ્ય (કું.) (પ્રતિબંધરહિત 2. સંગ-પરિગ્રહરહિત સાધુ) માતા-પિતા, ઘર-દુકાન, સ્થાન કે પદાર્થોનો સંગ, અર્થાત પરિચય કે આસક્તિ તે સાધુના આધ્યાત્મિક વિકાસમાર્ગમાં બાધક બને છે. તેઓનો પ્રતિબંધ સંયમીને અસંયમ તરફ દોરે છે એટલે જ પરમાત્માએ સાધુને અભિન્કંગ અર્થાતુ, પ્રતિબંધ રહિત થવાનું કહ્યું છે. જો તે પ્રતિબંધરહિત થશે તો જ અધ્યાત્મમાર્ગમાં આગળ વધી શકશે. अणभिस्संगओ - अनभिष्वङ्गतस् (अव्य.) (પ્રતિબંધ રહિતપણે) પ્રતિબંધનો અર્થ જ થાય છે કે, બંધન. જ્યાં પ્રતિબંધતા આવી ત્યાં બંધન આવ્યું. જેમ દોરડા વડે બંધાયેલો વ્યક્તિ કોઈ જ જાતનું હલન-ચલન કે અન્ય પ્રવૃત્તિ કરી શકતો નથી. તેમ સ્વજનાદિના પ્રતિબંધથી આબદ્ધ સાધુ કોઈ જ પ્રકારની આત્મહિતકારી પ્રવૃત્તિ કરી શકતો નથી. જો તે પ્રતિબંધરહિત થઈ વિચરે તો તેના જીવનમાં કોઈપણ પ્રકારની આપત્તિઓ આવી શકતી નથી. अणभिहिय - अनभिहित (न.) (પોતાની ઈચ્છાથી જ અકથિત લક્ષણ 2. સ્વસિદ્ધાન્તને નહીં કહેવા રૂપ સૂત્રદોષનો ભેદવિશેષ) AMRય - ૩૨/ગ (.) (રાજા વગરનો દેશ 2. નિરંકુશ) બૃહત્કલ્પભાષ્યમાં લખેલું છે કે, પૂર્વનો રાજા મૃત્યુ પામ્યા બાદ રાજસિંહાસનને યોગ્ય નવા રાજા કે યુવરાજ આ બન્નેનું ચયન કે અભિષેક થયો ન હોય ત્યાં સુધી તે રાજ્ય કે દેશ અરાજક અર્થાતુ, રાજા વિનાનું ગણાય છે. જેમ રાજા વિનાના રાજ્યમાં અરાજકતા ફેલાય છે તેમ ગચ્છ કે સમુદાય પણ આચાર્ય વિનાનો ન હોવો જોઇએ અન્યથા, સ્વચ્છંદતાદિ ઘણા બધા દોષોની આપત્તિ સંભવે છે. અપરિટ્સ (રેશન.) (દહીં, દૂધ આદિ) દૂધ, દહીં વગેરેને આરોગ્યવર્ધક હોવાથી વૈદ્યકશાસ્ત્રએ સંસારી માટે ભોજ્ય કહી છે. તે જ દૂધ વગેરેને મહાવિગઈ અને વિકારવર્ધક હોવાથી શ્રમણ માટે ત્યાજય કહેલા છે. આરોગ્ય માટે ભલે તે સારામાં સારી હોઇ શકે છે પરંતુ સાધક આત્મા માટે તે ચારિત્રવિઘાતક હોવાથી તેનો ત્યાગ એ જ શ્રેષ્ઠ છે. માત્ર - મનન (ઈ.). (અગ્નિ 2. કૃત્તિકા નક્ષત્ર 3. ચીતરાનું વૃક્ષ 4. ભીલામાનું વૃક્ષ 5. અયોગ્ય, નાલાયક 6. અસમર્થ) વ્યાકરણ શાસ્ત્રમાં ‘૩નન'અર્થ કર્યો છે. નારિત ત્રઃ પffસર્વચનમનનઃ' અર્થાતુ, જે હંમેશાં માટે અતૃપ્ત છે. જેની ઉદરપૂર્તિ ક્યારેય નથી થતી તે છે અનલ. જ્ઞાની ભગવંતોએ ઇચ્છાઓ અને અપેક્ષાઓને પણ અગ્નિ સાથે જ સરખાવેલી છે. તમે તેને જેમ જેમ પૂરવાની કોશિશ કરો તેમ તેમ તે વધતી જ જાય છે. જો તમારે ઇચ્છાઓને મારવી જ હોય તો ત્યાગનો માર્ગ જ યોગ્ય છે. ઇચ્છાપૂર્તિનો માર્ગ તમને અધોગતિ તરફ જ લઈ જનાર છે. માત્નવિજય - મનનકુર (ત્રિ.) (મુકુટ આદિ અલંકારો કે વસ્ત્રોની વિભૂષારહિત) અરિસાભવનમાં સ્નાન કરવા ગયેલા ચક્રવર્તી ભરત મહારાજાએ જ્યારે પોતાના હાથમાંથી એક વીંટી સરકી ગઇ અને અલંકારરહિત આંગળીને જોઇને તેમને થયું કે એક વીંટી માત્રથી જો આંગળીનું આવું રૂપ છે તો સમસ્ત અલંકારોથી રહિત શરીર કેવું લાગશે! એમ વિચારીને તેમણે બધા જ આભૂષણો શરીર પરથી ઉતારી નાખ્યા અને જ્યારે તેમણે પોતાને અલંકારરહિત જોયા ત્યારે તેમને સત્યનું જ્ઞાન થયું અને અનિત્યાદિ ભાવના ભાવતા ત્યાં જ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. 245
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy