SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ अणभिग्गहियपुण्णपाव - अनभिगृहीतपुण्यपाप (त्रि.) (પુણ્ય, પાપ અને તેના કારણોથી અજ્ઞાત) પુણ્ય એ ઉપાદેય છે અને પાપ એ હેય છે. આ વાત સ્વીકારવા માટે સૌ પ્રથમ પુણ્ય-પાપ અને તેના કારણોનું જ્ઞાન આવશ્યક છે. જ્યાં સુધી જીવ પુણ્યના લાભો અને પાપના ગેરલાભોથી અજ્ઞાત છે ત્યાં સુધી તેના પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ અને પાપકાર્યથી નિવૃત્તિ કેવી રીતે થશે? મurfમાહિત્ય - સનમણૂહીતા (સ્ત્રી) (જેનો અર્થ ન જણાય તેવી ભાષા) વક્તાના ગુણોમાં એક પ્રકાર આવે છે. અભિગૃહીત ભાષાવાનું. અર્થાત વક્તા જ્યારે પ્રવચન આપતો હોય ત્યારે તેની ભાષા લોકભોગ્ય અને બધાને સમજાય તેવી હોવી જોઇએ. જો તે ઉપદેશનો અર્થ જ ન સમજાય તેવી ભાષાનો પ્રયોગ કરે તો તેનું કથન નિષ્ફળ જાય છે અને તે લોકમાં અપ્રિય થઈ પડે છે. વક્તા હંમેશાં હિતકારી અને પ્રિયવચની હોવો જોઈએ. अणभिणिवेस - अनभिनिवेश (पुं.) (કદાગ્રહ રહિત, મિથ્યાત્વરહિત, અનાભોગ). એક ઝેન કથા આવે છે કે કોઈ વ્યક્તિ ઝેન ગુરુ પાસે શિષ્ય થઇને ભણવા ગયો. ગુરુએ પોતાની પાસે બેસાડ્યો અને ચાની કીટલીમાંથી ચાને કપમાં ભરવા લાગ્યા. કપ સંપૂર્ણ ભરાઈ ગયો છતાં પણ ગુરુએ ભરવાનું બંધ ન કર્યું. પેલાથી રહેવાયું નહીં અને કહ્યું કે બસ ગુરુદેવ કપ ભરાઈ ગયો વધારે ભરશો તો બહાર ઢોળાશે. ત્યારે ગુરુએ કહ્યું કે, જેમ કપમાં જગ્યા ન હોવાથી બીજી ચા ભરી શકાતી નથી તેમ તારા મનમાં જયાં સુધી કદાગ્રહ અને ખોટી પક્કડ પડેલી છે ત્યાં સુધી મારુ આપેલું જ્ઞાન તને ચઢશે નહિ. પહેલા તેને ખાલી કર પછી મારી પાસે આવજે. સત્ય સમજવા અનભિગ્રહી બનવું જરૂરી છે. अणभिप्पेय - अनभिप्रेत (पुं.) . (અનિચ્છિત વિષયનો સંયોગ) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે કે, જયારે પુણ્ય ખલાસ થઇ ગયું હોય અને પાપકર્મનો ઉદય ચાલતો હોય ત્યારે આપણે જે વસ્તુને ઇચ્છતા ન હોઇએ તેવા અનિચ્છિત વિષયોનો સંયોગ સામેથી આવે છે. જે માત્રને માત્ર દુઃખનો જ અનુભવ કરાવે છે. માટે અનિચ્છિત વિષયના સંયોગને ન ઇચ્છતા હો તો તેવા પ્રકારના કર્મો બાંધતા પહેલા સમજણ લઈ લેવી સારી. अणभिभूय - अनभिभूत (त्रि.) (અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોથી અથવા પરધર્મીઓથી પરાભવ ન પામેલું) જિનશાસનની ધરા જેમના હાથમાં છે એવા છત્રીસગુણોથી અલંકૃત આચાર્ય ભગવંત માટે કહેવું છે કે, અનુકુળ કે પ્રતિકુળ ઉપસર્ગોમાં પણ તેમની મુખાકૃતિમાં કોઈ જ ફરક જોવા ન મળે અને પરધર્મીઓના આક્રમણથી ક્યારેય પણ તેઓ પરાભવ પામતા નથી. अणभिय - अनभीत (पुं.) (અસાવદ્ય યોગવાળો, પાપથી ડરતો) સંસારના વાઘા ઉતારીને પરમાત્માનું શરણું સ્વીકારનાર સંયમીને જગતમાં કોઇનાથી પણ ડર હોતો નથી તેઓ નિર્ભીક હોય છે. આવા નિર્ભીક સાધુને પણ એક વસ્તુથી ડર હોય છે અને તે છે પાપવ્યાપાર. કારણ કે તે જાણતા હોય છે કે પાપાચરણથી પરભવમાં કેવી કેવી યોનિઓમાં ભ્રમણ કરવું પડે છે અને તેના જેવા માઠા ફળ ભોગવવા પડતા હોય છે. આથી તેઓની પ્રવૃત્તિ હંમેશાં અસાવદ્ય હોય છે. મમત્વM - 3 મિનાથ (ત્રિ.) (વચનથી જણાવી શકાય નહિ, અનિર્વચનીય, બોલવાને અયોગ્ય) ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં બે પ્રકારના પદાર્થો રહેલા છે. 1. અભિલાખ 2. અનભિલાખ. જે પદાર્થોને વચન વડે બીજાને જણાવી શકાય, સમજાવી શકાય તેવા પદાર્થોને અભિલાખ કહેવાય છે. અને જે નિર્વચનીય છે અર્થાત્, જેને વચન દ્વારા કેમે કરીને 244
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy