________________ () ના - પ્રવના (ત્રી.) (શક્ર-દેવેન્દ્રની એક ઈન્દ્રાણી) પ્રથમ દેવલોકના અધિપતિ શક્ર-દેવેન્દ્રની જે આઠ અગ્રમહિષીઓ-ઈન્દ્રાણીઓ છે તેમાં અચલા નામની આ સાતમી પટ્ટરાણી છે. મા (2) નિત - અતિત (જ.). (વસ્ત્ર અથવા શરીર જયાં ચલિત નથી કરાયેલું તે, પ્રમાદરહિત પડિલેહણાનો ભેદ). અહિંસાની દૃષ્ટિથી વસ્ત્ર-પાત્ર આદિને યથાસમય સાવધાનીપૂર્વક જોવું તે પડિલેહણા કહેવાય છે. શુદ્ધિપૂર્વક જે પડિલેહણા કરે તે અચલિત કહેવાય છે. પ્રવચન સારોદ્ધારના ચતુર્થ દ્વારમાં પડિલેહણાની ચતુર્ભગી આ પ્રમાણે આપેલી છે. 1. વસ્ત્રાદિ પણ ચલિત નથી અને પોતે પણ સ્થિરચિત્ત છે. 2. વસ્ત્રાદિ ચલિત છે કિંતુ, પોતે સ્થિરચિત્ત છે. 3. વસ્ત્રાદિ રચલિત છે અને પોતે પણ અસ્થિર ચિત્તવાળો છે. 4. વસ્ત્રાદિ અચલિત છે કિંતુ, પોતે સ્થિરચિત્ત નથી. પડિલેહણાના આ ચાર ભાંગા-ભેદમાંથી પ્રથમ ભાંગો જ શુદ્ધ છે. વવવવ - વવવવ (ત્રિ.) (ચવચવ એવા શબ્દ-અવાજથી રહિત) જૈન મુનિવરો કેવી રીતે આહાર વાપરે છે? તેના પ્રત્યુત્તરમાં ભગવતીસૂત્રના સાતમા શતકના પ્રથમ ઉદેશમાં કહેવામાં આવેલું છે કે, સંયમીઓ આહાર વાપરતા મોંમાંથી ચવચવ અવાજ પણ ન કરે અને સુરસુર અવાજ પણ ન થાય એ રીતે ગોચરી કરે છે. અરવલ્સ - પત્ર (ત્રિ.) (સ્થિર સ્વભાવવાળો, અચપલ, ચંચળતારહિત, મન, વચન અને કાયાથી શૈર્ય રાખનાર) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યની યોગ્યતા બાબતે જણાવ્યું છે કે, વિનીતશિષ્ય- હીનવૃત્તિરહિત, અચપલ, અમાયી અને અકુતૂહલી હોય છે. ચંચળતા, શઠતા, માયાવીપણું વગેરે દુર્ગુણો વ્યક્તિની અયોગ્યતાના ઘોતક છે. પંચકલ્પભાષ્યમાં અચપલ શિષ્યના 4 પ્રકાર જણાવ્યા છે. 1. ગતિ અચપલ એટલે શીઘગામી ન હોય કિંતુ, ઉપયોગપૂર્વક ગમનાદિ કરે. 2. સ્થિતિ અચપલ એટલે એક સ્થાને રહેલો હસ્તાદિ સ્થિર રાખે. 3. ભાષા અચપલ એટલે અસત્યાદિ ભાષાનો પ્રયોગ ન કરે પરંતુ, હિતકારી અને પ્રીતિકર સત્ય ભાષાનો પ્રયોગ કરે. 4. ભાવ અચપલ એટલે સૂત્ર કે તેના અર્થાદિ થયા પછી વચ્ચે-વચ્ચે વિરામ ન રાખી તરત જ નવા સૂત્ર અર્થાદિ ગ્રહણ કરે. મરાઠ્ય - અશi (ત્રિ.) (અશક્ત, અસમર્થ) બુદ્ધિશાળી પુરુષો હંમેશાં દરેક રીતે પોતાની શક્તિનો સાંગોપાંગ વિચાર કરીને જ કાર્ય કરે છે, જ્યારે અલ્પબુદ્ધિ જીવો સ્વસામર્થ્યનો વિચાર કર્યા વગર કાર્યનો પ્રારંભ તો કરી દે છે પરંતુ, કાર્યભાર વહન કરવાની પોતાની અસમર્થતા જણાતાં તેઓ અધવચ્ચે જ કાર્યને છોડી દે છે. “આરંભે શૂરા” જેવી ઉક્તિ આ કારણે જ પ્રચલિત થઈ હશે. મવાત - Hશવનુવ (ત્રિ.) (અસમર્થ થતો, સહન કરવાને અશક્ત થતો) જેમ ખૂજલીને ખંજવાળવાથી આનંદ પ્રાપ્ત થાય તેમ વાસ્તવમાં જેમાં સુખ છે જ નહીં તેવા ભૌતિક સુખો પાછળ પાગલ બનેલો જીવ અકાર્યો કરતાં પણ અચકાતો નથી. જીવને જ્યારે દુષ્ટકર્મોના ફળ સ્વરૂપે દુઃખો ભોગવવાના આવે છે ત્યારે તેને સહન કરવામાં અસમર્થ તે આર્તધ્યાન કરીને પાછા એવા કર્મો બાંધે છે કે જેના પ્રતિફળરૂપે તેને બીજા નવા દુઃખોની જ પ્રાપ્તિ થાય છે. મરા - અત્યા (પુ.) (ત્યાગનો અભાવ, અત્યાગ) શ્રમણ ભગવંતોએ સાંસારિક સર્વસુખ સામગ્રીનો ત્યાગ કર્યો છે. શ્રાવકો સાધુ મહાત્માની જેમ સર્વના ત્યાગી ન થઈ શકે પરંતુ, જેનાથી જીવનનો નિર્વાહ સુખપૂર્વક થઈ શકે તદનુસાર પરિમિત સામગ્રી સિવાયની વધારાની વસ્તુઓનો ત્યાગ કરે છે. જયારે અજ્ઞ જીવો સતત પરિગ્રહ વધારતા રહી અને તેમાં અત્યન્ત મમત્વભાવ રાખીને નિરંતર દુઃખની જ વૃદ્ધિ કરતા રહે છે. 129