________________ મરર (ર) મ - મરરમ (નિ.) (સંસાર મધ્યવર્તી 2. નરકના જીવોથી લઈ દેવ સુધીના જીવ) ચરમ એટલે અંતિમ. જેઓનો અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલો સંસાર બાકી રહેલો છે તેવા જીવો અને તે જ ભવમાં મોક્ષે જવાના છે તેવા ચરમશરીરી જીવો ચરમ કહેવાય છે તે સિવાયના અભવ્ય અને જેઓ ચરમાવર્ત કાળમાં પ્રવેશ્યા નથી તેવા ચારેય ગતિના જીવોને અચરમ કહેવાય છે. अचर (रि) मंतपएस - अचरमान्तप्रदेश (.) (અચરમાન્તપ્રદેશ, કોઈની પણ અપેક્ષાએ અનન્તવર્તિ હોવાથી અન્તના અર્થમાં વપરાતો શબ્દ) મરર (ર) મસમથ - ગવરમસમય (.) (ચરમસમયથી ભિન્ન શૈલેશી અવસ્થાનો અચરમ સમય) મરર (ર) વિટ્ટ - ગરમાવર્ત (કું.) (ચરમપુદ્ગલાવર્ત પહેલાનો સમય, અચરમાવર્તકાળ) ચૌદ રાજલોકમાં રહેલા સર્વજીવો આજ પર્યત ભવભ્રમણ કરી રહ્યા છે. અને અનંતકાળપર્યત હજુ કરશે. તેમાં જે જીવ સમકિત પામી જાય છે તે ચરમાવર્તકાળમાં પ્રવેશે છે. અર્થાતુ અચરમાવર્તકાળરૂપ અનંતકાળની અપેક્ષાએ તેનું ભવભ્રમણ નહીંવત્ બને છે. એમ સર્વજ્ઞ પ્રભુનું વચન છે. સમજી લો! જ્યાં સુધી સમ્યક્ત નથી પામ્યા ત્યાં સુધી અનંતકાળની રખડપટ્ટી લમણે ઝીંકાયેલી જ છે અને ત્યાં સુધી આપણે અચરમાવર્તકાળવર્તી જ રહેવાના. અa (5) - મરત્વ (ત્રિ.) (નિષ્પકંપ, અચલ, સ્થિર, ચલાયમાન નથી તે, નિશ્ચલ) અચલ શબ્દ અનેક અર્થોમાં વપરાયો છે. જેમ કે દશ દશામાંના છઠ્ઠા દશાહના અર્થમાં, ભગવાન મલ્લિનાથના મહાબલ નામક પૂર્વભવના એક મિત્રનું નામ કે જેણે મહાબલની સાથે દીક્ષા લીધી હતી, કોઈપણ પર્વતના અર્થમાં, આ અવસર્પિણીકાળના પ્રથમ વાસુદેવનું નામ, અંતઃકૂદશાંગસૂત્રના બીજાવર્ગના પાંચમા અધ્યયનનું નામ, અંધકવૃષ્ણી અને ધારિણી રાણીના પુત્રનું નામ કે જે ભગવાન નેમિનાથજી પાસે દીક્ષા લઇ શત્રુંજય તીર્થે અનશન કરી મોક્ષે ગયા હતા. એમ અચલ શબ્દના અનેક અર્થો છે. કલ્પસૂત્રમાં મુનિવરો માટે કહેવાયું છે કે, ગમે તેવા ઉપસરૂપ પવનથી પ્રેરિત થતા હોય તો પણ મુનિઓ મેરુની જેમ અચલ રહે છે. લવ () નટ્ટાન - વનસ્થાન (જ.) (અચલ-કંપન રહિત પરમાણુ આદિનું સ્થાન) ચૌદ રાજલોકને વિશે પરમાણુ આદિ નિષ્પકંપ કહ્યા છે. પરમાણુ જે સ્થાનમાં નિષ્પકંપ રહ્યો હોય તે સ્થાનને અચલસ્થાન કહેવાય છે. વ્યવહારસુત્રમાં અનંતકાળ પર્વતના નિઃરેજ કાળમાં પરમાણુઓની સ્થિતિ અચલ કહી છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનમાં સાદિસપર્યવસિતાદિ ભેદોથી અચલસ્થાનના ચાર પ્રકારો જણાવ્યા છે. સવ (2) નપુર - મરતપુર (.) (અચલપુર, બ્રહ્મદ્વિીપ પાસેનું નગરવિશેષ) પ્રાચીન સમયમાં આભીરદેશની અંદર અચલપુર નામનું નગર હતું. જે બ્રહ્મદ્વિીપની નજીકમાં આવેલું હતું. નંદીસૂત્રમાં આવતા ઉલ્લેખ પ્રમાણે અચલપુરના મુનિવરો કાલિકશ્રુતના અનુયોગધારી હતા. મા (4) પ્રાતા - અન્નપ્રાતા (પુ.) (અચલભ્રાતા ગણધર, ભગવાન મહાવીરના નવમા ગણધર) અચલભ્રાતા નામના ભગવાન મહાવીરના નવમા ગણધર હતા. તેમને પુણ્યને વિશે સંશય હતો. કર્મો હોવા છતાં પણ શું પુણ્યની પ્રકર્ષતાથી જ સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે? તેમજ પુણ્યની અતિ ન્યૂનતા જદુઃખનું કારણ છે કે તેને જ પાપ કહેવાય છે? પુણ્યપાપ બન્નેનું ઐક્ય છે કે પછી બન્ને સ્વતન્ચ કર્મ છે? ભગવાન મહાવીરના શ્રીમુખે પુણ્ય વિશેના આવા સંશયોનું નિરાકરણ થતાં તેઓ તેમના શિષ્ય થયા હતા. 128