SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી સરકાર લોકોની માંગ પૂરી કરવા માટે અહીંથી તહીં દોડે છે. કંપનીમાં કામ કરનાર વ્યક્તિ વર્ષના ટાર્ગેટને પૂરો કરવા માટે તનતોડ મહેનત કરે છે અને ઘરનો કમાઉ પુરુષ કટુંબનું પૂરું કરવા માટે દિવસ-રાત જોયા વિના દોડ્યા કરે છે. દરેક જણ પૂરું કરવા . માટે દોડે છે પરંતુ શાસ્ત્રકારો કહે છે કે, ભૌતિકસામગ્રીઓથી પૂર્ણતા નથી. માટે પૂર્ણતા પામવી જ હોય તો આત્મદષ્ટિ વિકસાવ. કથા - મીપ્રાતિ (કું.) (ગુચ્છરૂપે વનસ્પતિકાયનો એક ભેદ) અથાતો(લેશt) - (અઘાડો નામક વનસ્પતિ, અપામાર્ગ) માથા (રેશ) (તૃપ્તિ, સંતુષ્ટિ) જેને ચિંતામણીરત્ન મળ્યું હોય તેને પછી બીજી કોઇ વસ્તુની અપેક્ષા રહેતી નથી, જેણે અમૃતનો સ્વાદ ચાખ્યો હોય તેને બીજા કોઈ - ભોજ્ય પદાર્થથી સંતુષ્ટિ થતી નથી. તેવી રીતે જેણે તાત્ત્વિકદષ્ટિથી જિનાગમોનું અમૃતપાન કર્યું હોય તેને સંસારના બાહ્યપદાર્થોથી તૃપ્તિ નથી મળતી. અર્થાત્ તેને પૌદ્ગલિક સુખો લોભાવી શકતા નથી. આત્મિકગુણોની અનુભૂતિના આસ્વાદ પછી તેને સંસારના દરેક પદાર્થો ફિક્કા લાગે છે. ૩યાય - સામ્રાજ્ય (વ્ય.) (સૂંઘીને) માણસ જેવી રીતે અત્તર વગેરે અમુક વસ્તુઓ સુંધીને લે છે, તેમ પૈસો પણ સુંધીને લેવો જોઇએ. કારણ કે કોઇ અસદાચારી કે અનીતિનું આવી ગયેલું ધન તમારા જીવનને બરબાદ કરી શકે છે. જેમ ખરાબ શરૂઆતનો અંત ખરાબ જ હોય છે તેમ ખોટી રીતે આવેલો પૈસો કોઇનુંય સારું કરતો નથી. તે જેની પાસે હોય તેનું ખોટું જ કરે છે. પાયમા - મનિસ્ (ત્રિ.) (સૂંઘતું, સેંધવાની ક્રિયા કરતું) કમળ ક્યારેય પણ પોતાની તરફ ખેંચવા કોઈ જાહેરાત નથી કરતું, પરંતુ તેની અંદર રહેલો સુગંધ નામનો ગુણ જ એવો છે કે જેને સૂંઘીને ભ્રમરો આપોઆપ તેની પાસે ખેંચાઇને આવે છે. તેમ સજ્જનો સ્વભાવથી જ ગુણ-સુગંધીવાળા હોય છે. તેમને લોકોને ખેંચવા નથી પડતા, કિંતુ લોકો સ્વયં જ તેમના ગુણવિશેષથી તેમની તરફ આકર્ષિત થાય છે. fષય - મર્પિત (ત્રિ.) (કિંમતી, બહુમૂલ્ય) જેની પાસે ધન નથી તેને ધન કિંમતી લાગે છે. જેની પાસે ખાવાનું નથી તેને ભોજન કિંમતી લાગે છે. અર્થાત જેની પાસે જે વસ્તુ નથી તેને તે પદાર્થ વધુ કિંમતી લાગે છે. પ્રભુ વીરે પોતાની દેશનામાં કહેવું છે કે, હે માનવો! દેવ-દેવેન્દ્રો પણ પ્રતિદિન જેની ઝંખના કરતા હોય છે તેવો કિંમતી મનુષ્ય અવતાર તમને મળ્યો છે. તેનો તમે દુરુપયોગ ન કરો, આરાધના-સાધના દ્વારા તેને સાર્થક કરો. મય - મા (2) (પાપ, પાપકારક 2. વ્યસન 3. દુ:ખ 4. પુતના અને બકાસુરનો ભાઈ, એક અસુર) સોનાનો ઝગમગાટ જોઇને લોકો વાહ-વાહ પોકારી ઉઠે છે. આ જ સોનું જે દેદીપ્યમાન બન્યું છે તેની પાછળ તેણે સહન કરેલ અગ્નિનો તાપ અને હથોડીના માર કારણ છે. દુઃખો અને સંકટોમાં હતાશ થઇ ગયેલાને સોનું સંદેશ આપે છે કે, દુઃખમાં ભાંગી ના પડશો. જે દુ:ખ અને સંકટોને સહન કરી શકે છે તેઓ જ ભવિષ્યમાં લોકોની પ્રશંસાને પાત્ર બની શકે છે. જેમ તાપ સુવર્ણના મલને દૂર કરે છે તેમ દુઃખ તમારા પાપમલને દૂર કરીને તમને શુદ્ધ કરે છે. દુઃખ મિત્ર જેવું છે શત્રુ નહીં. મધ - ધન (ક.) (શિથિલ, અદઢ) જે સ્વયં કિંમતી છે તેણે કોઇ દિવસ પોતાની કિંમત બોલવી પડતી નથી કે તેણે અન્યને નીચા દેખાડવાની જરૂર પડતી નથી. તેવી la
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy