________________ ચૌદપૂર્વોમાં બીજા પૂર્વનું નામ અગ્રાયણી છે. આ પૂર્વમાં સર્વદ્રવ્યાદિના પરિમાણની પરિચ્છેદકતા કરેલી છે. અર્થાતુ સર્વદ્રવ્યોનું, સર્વપર્યાયોનું અને સર્વજીવવિશેષોનું પરિમાણ વર્ણવેલું છે. નંદીસૂત્રમાં તેનું સપ્રમાણ વર્ણન મળે છે. મોત (2) | - તન (ત્રિ.) (આગળનું, પહેલાનું, અગ્રવર્તી). જ્યારે આપણે કોઈ ધર્મીને દુઃખી અને અધર્મીને સુખી જોઇએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે, ધર્મી દુઃખી કેમ અને અધર્મી સુખી કેવી રીતે? જ્ઞાની ભગવંતોએ સમાધાન આપતા કહ્યું છે કે હે આત્મનું!ધર્મી દુઃખી છે તો તે આ ભવના કર્મોને લઈને નહીં, પરંતુ પૂર્વના કોઈ ભવમાં આચરેલા દુષ્કૃત્યના કારણે છે અને અધર્મીએ પૂર્વે કરેલા કોઇ શુભકર્મને કારણે સુખી છે. ધર્મી અત્યારે ભલે દુઃખી હોય પરંત, તેનો ધર્મ તેને આ ભવમાં નહીં તો આગળના ભાવોમાં તો સુખી કરશે જ. આ ધ્રુવ સત્ય સમજી લેવું. अग्गोदय - अग्रोदक (न.) (સમુદ્રીય વેલાની વૃદ્ધિનહાનિ, સમુદ્રવેલાનું ભરતી-ઓટરૂપ ઉપરનું બે ગાઉ પ્રમાણવાળું પાણી) મગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં આવતા વર્ણન પ્રમાણે જંબુદ્વીપ પછી આવેલા બે લાખ યોજના પરિમાણવાળા લવણસમુદ્રમાં સોળ હજાર યોજન ઊંચાઇવાળી સમુદ્રીય શિખા છે તેની ઉપર બે ગાઉ(પરિમાણ વિશેષ) સુધી પાતાલકલશગત વાયુના કારણે પાણીની વૃદ્ધિ-હાનિ થતી હોય છે. આ વૃદ્ધિ-હાનિ પામતા બે ગાઉની ઊંચાઈવાળા પાણીને અગ્રોદક કહેવામાં આવે છે.. સર - રન (ભા.) (શોભવું, દીપવું) શરીર પર મોંઘાભાવના કપડાં ચઢાવવાથી, સોના કે હીરાના દાગીના પહેરવાથી તથા નાકને તરબતર કરી દેનારા પરફ્યુમઅત્તરથી માણસ વિચારે છે કે વાહ! વટ પડી ગયો. પરંતુ ભલા ભાઈ! તે જે શરીર પર ઠાઠ કર્યો છે તે તો નકરીદુર્ગધથી ભરેલું છે. શરીરમાં લોહી-હાડ-માંસને વિષ્ઠા સિવાય કાંઈ નથી. તારે ખરેખર શોભવું જ હોય તો આત્મિકગણોનો વિકાસ કરી તેનાથી તારી શોભા વધશે. નહીં કે બાહ્ય સામગ્રીઓથી. કમઈ (ઈ.) (૨જતાદિ દ્રવ્યરૂપ મૂલ્ય-કિંમત 2. મત્સ્ય કચ્છ વગેરે જલચર જીવ) હીરા, મોતી, સોના, ચાંદી આ બધાના વધતા ભાવો સાંભળીને કે જોઇને માણસની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે અને મોઢામાંથી આહને વાહ કાઢતા હોય છે. જ્ઞાની ભગવંતો એ જ માણસને પૂછે છે કે હે આત્મન્ ! કેવલજ્ઞાનીઓ પણ જેની કિંમત આંકી નથી શકતા તેવા અણમોલ માનવભવને મેળવીને તને ક્યારેય અહોભાવ થયો છે ખરો? જો માનવભવ જ ન હોત તો નિર્જીવ એવા હીરા, મોતી વગેરેની શું કિંમત હોત. તો અમૂલ્ય કોણ દાગીના કે માનવભવ? ગર્ણ (ત્રિ.) (પૂજા યોગ્ય જળાદિ આઠ પ્રકારની સામગ્રી, પૂજોપચાર) જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પૂજાના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર કહેલા છે. તેમાં કેસર, ચંદન, અક્ષત, ધૂપ, દીપ વગેરે દ્રવ્ય પૂજા કહેલી છે. તથા આત્મશુદ્ધિ કરનારી પરમાત્માની આજ્ઞાનું પાલન તે ભાવ પૂજા છે. આથી જ સાધુસાધ્વીજી ભગવંતો માટે ભાવપૂજાનું પ્રાધાન્ય છે. અને જે જીવો ભાવપૂજા માટે સમર્થ નથી તેઓ દ્રવ્યપૂજા કરે છે. (aa .) (યોગ્ય બનવું, લાયક બનવું). જન્મથી લઇને જેમ-જેમ દિવસો જાય તેમ-તેમ વ્યક્તિ મોટી થતી જાય છે. અને એક દિવસ એવો આવે છે કે, લોકો કહે છે આ ભાઈ તો ઉંમરલાયક છે. આપણે સમયની સાથે ઉંમરલાયક તો થઇ જઇએ છીએ. પરંતુ સાચી રીતે વિચારજો કે આપણે લાયક કેટલા થયા છીએ. આપણામાં ગુણોની અપેક્ષાએ લાયકાત કેટલી છે. અષાડ - પૂર (થા.) (પૂરું કરવું 2. ખુશ કરવું) 123