________________ વિમાની - નિમાની (સી.) (રતિકર પર્વતની ઉત્તરમાં રહેલી આ નામની ઈંદ્રાણી) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ નામના આગમમાં આવતા ઉલ્લેખ પ્રમાણે પ્રથમદેવલોકના ઇંદ્ર-શક્રેન્દ્રની કુલ આઠ અગ્રમહિષીઓ છે. તેમાંની એક પટ્ટરાણીદેવીનું નામ અગ્નિમાલી છે. આ દેવી રતિકરનામક પર્વતની ઉત્તરદિશામાં નિવાસ કરનારી છે. જિમિત્તા - નિમિત્રા (જી.) (તે નામની સદાલપુત્રની સ્ત્રી, અગ્નિમિત્રા) ઉપાસકદશાંગસૂત્રમાં ભગવાન મહાવીરના દશ શ્રાવકોના ધાર્મિક જીવનનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાં પોલાસપુરનગરમાં રહેનારા સદાલપુત્ર કુંભારનો અધિકાર આવે છે. તેઓ પહેલા ગોશાલકના આજીવકમતના ઉપાસક હતા અને પછીથી વીરપ્રભુના ગૃહસ્થશિષ્ય બનેલા. તેમની સ્ત્રીનું નામ અગ્નિમિત્રા હતું. જાદ્દ - નરેશ (ઈ.) (અગ્નિની જેમ દાહકારી મેઘ, અગ્નિ જેવી દાહક વષા) પરમાત્માએ કહ્યું છે કે, જ્યારે છઠ્ઠો આરો આવતાં પાપની માત્રા વધશે ત્યારે કુદરત પણ પોતાના સ્વભાવથી વિપરીતતાને ધારણ ઓ પોતાની નિયમિતતાનો ત્યાગ કરી દેશે. સૂર્ય અગનગોળા વરસાવવા માંડશે, મેઘનું પાણી પણ અગ્નિની જેમ દાહ પમાડનારું બની જશે અને જીવોને બચવાનો કોઈ આરો પણ નહીં રહે. હે પ્રભુ! આપ છઠ્ઠા આરામાં અમારો જનમ નિવારજો. મજાય - નવા (પુ.) (ભસ્મક નામક વાયુપ્રકોપ, ભસ્મક વ્યાધિ 2. ઇન્દ્રદત્ત રાજાએ સ્વમંત્રીની પુત્રીમાં પેદા કરાવેલા સુરેન્દ્રદત્તની દાસીનો પુત્ર 3. વત્સગોત્રનું અવાંતર ગોત્ર) વૈદ્યક ગ્રંથોમાં ભસ્મક નામક રોગનું વર્ણન આવે છે. આ રોગ જેને લાગુ પડ્યો હોય તે વ્યક્તિ જે કાંઈ ખાય-પીવે તે બધું જ ભસ્મ થઈ જાય. તેની ભૂખ કેમેય કરીને મટે નહીં. મોહનીયકર્મ પણ આ ભસ્મકરોગ જેવું છે. તે સંસારમાં કેટલાય જીવોને પોતાના મોહપાશમાં જકડીને ઓહિયા કરી ગયો છે છતાં પણ તેની ભૂખ સંતોષાતી નથી. મોહનીય નામના ભાવરોગથી બચવાનો એકમાત્ર ઉપાય છે જિનધર્મનું આલંબન. જે પણ જીવ આ ધર્મને શરણ થઈ ગયો છે તેનું મોહરાજા કાંઈ બગાડી શક્યો નથી. ત્રિય - પ્રિમ (.) (આગળ થયેલો, મોટોભાઈ 2. શ્રેષ્ઠ) નીતિશાસ્ત્રોમાં લખ્યું છે કે, જ્યાં આગળ દુષ્ટજનોની પૂજા થાય છે અને ગુરુ કે વડિલ જેવા પૂજયપુરુષોની અવહેલના-અનાદર થાય છે તે સ્થાનોમાં દુર્ભિક્ષ, મરણ અને ભય આ ત્રણ આફતો નિરંતર થતી જ રહે છે. તેથી પોતાનો અભ્યદય ઇચ્છનારે પૂજ્યોની પૂજાનો હંમેશાં આદર કરતાં રહી સ્વ-પર કુશળ-ક્ષેમ કરી લેવું જોઈએ. જાય - મન (પુ.) (88 ગ્રહમાંના પપમા મહાગ્રહનું નામ, અગ્નિગ્રહ) સૌરમંડળમાં અનેક તારાઓ દેખાય છે તેમાં કુલ 88 ગ્રહો ખગોળવેત્તાઓએ નિરૂપ્યા છે. તેમાં મુખ્ય આઠ ગ્રહો મનાય છે. સૂર્યગ્રહ એ બધા ગ્રહોનો રાજા કહેવાય છે. આકાશમાં જ્યારે સાતગ્રહોની સ્થિતિ ઉચ્ચકક્ષાની હોય ત્યારે તીર્થંકર ભગવંતોનો જન્મ થતો હોય છે. अग्गिवेस - अग्निवेश (पुं.) (ત નામે પ્રસિદ્ધ એક ઋષિ, અગ્નિવેશ ઋષિ) માનવેર (.) (પક્ષના ચૌદમા દિવસનું નામ, ચૌદશ 2. દિવસના બાવીસમા મુહૂર્તનું નામ). પક્ષ એટલે પખવાડિયું. તેના ચૌદમા દિવસને અગ્નિવેશ્મ કહેવાય છે. જૈનધર્મમાં આ દિવસ પર્વતિથિ તરીકે પણ ઓળખાય છે. એવી પર્વતિથિઓમાં લીલોતરીનો ત્યાગ કરવાનું કહેવામાં આવેલું છે. તેનું સાયન્ટિફીક કારણ એ છે કે ચંદ્રનો ધરતી પર રહેલા 120