________________ સમુદ્રોના પણ અધિપતિદેવો હોય છે. આ અધિપતિ દેવો પોતાના દ્વીપ કે સમુદ્રનું આધિપત્ય ધરાવતા હોય છે અને જે-તે દ્વીપ કે સમુદ્રનું રક્ષણ કરતા હોય છે. अग्गिज्जोय - अग्निद्योत (पुं.) (ભગવાન મહાવીરનું આઠમા ભવમાં બ્રાહ્મણ જન્મનું નામ, અગ્નિદ્યોત બ્રાહ્મણ) શ્રુતકેવલી ભદ્રબાહસ્વામી રચિત કલ્પસૂત્રમાં આવતા ઉલ્લેખ અનુસાર, ભગવાન મહાવીરના સમ્યક્તપ્રાપ્તિ પછીના મુખ્ય સત્યાવીશ ભવો પૈકી આઠમા ભવમાં તેઓ ચૈત્ય સંનિવેશને વિશે સાઈઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામના બ્રાહ્મણ થયા હતા અને જીવનના અંતભાગે વૈરાગ્ય પામીને ત્રિદંડી-સંન્યાસી થયા હતા. अग्गिदत्त - अग्निदत्त (पुं.) (ઐરાવતક્ષેત્રના એક તીર્થકર, અગ્નિદત્ત નામના તીર્થંકર 2. ભદ્રબાહુસ્વામીના દ્વિતીય શિષ્ય) આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમકાલીન અને ઐરાવત ક્ષેત્રમાં થયેલા અગ્નિદત્ત નામના તીર્થંકર તેમજ ભદ્રબાહસ્વામીના દ્વિતીય શિષ્યનું નામ પણ અગ્નિદત્ત હતું એમ કલ્પસૂત્રમાં વર્ણન મળે છે. (અગ્નિદાહ, અગ્નિસંસ્કાર, અગ્નિમાં શરીરને બાળવારૂપ શારીરદંડ) શરીરના ટીપટાપ પાછળ આપણે કલાકોના કલાકો વેડફીએ છીએ. હોંશે-હોંશે ખૂબ લાલનપાલન કરીએ છીએ. આ દેહ નશ્વર છે એમ જાણવા છતાં જો થોડીપણ તકલીફ થાય તો દોડાદોડી કરી મૂકીએ છીએ. અરે ! એને જ સર્વસ્વ માનીએ છીએ. પરંતુ આ દેહ અંતે તો અગ્નિમાં ભસ્મીભૂત થઈ માટીમાં મળી જવાનો છે. ભલા મનુષ્ય ! વિચારજે કે, નશ્વર એવા આ શરીરને પ્રધાનતા આપવી કે પછી આત્મહિતને? अग्गिदेव - अग्निदेव (पुं.) (દ્વીપ કે સમુદ્ર વિશેષનો તે નામનો અધિપતિદેવ 2. અગ્નિદેવ) अग्गिभीरु - अग्निभीरु (पुं.) (ચંડપ્રદ્યોતરાજાનો રથ વિશેષ) ભૂતકાળમાં આપણા રાજા-મહારાજાઓ પોતાને સવારી માટે, યુદ્ધ માટે અને ધાર્મિક પ્રસંગો માટે આમ જુદા-જુદા પ્રસંગોને અનુરૂપ રથ રાખતા હતા. ભગવાન મહાવીરના પરમ ભક્ત શ્રેણિક રાજા જ્યારે જ્યારે પરમાત્માને વંદન કરવા જતા ત્યારે વિશિષ્ટ પ્રકારના રથમાં બેસીને જતા હતાં. ચંડપ્રદ્યોતરાજાનો અગ્નિભી રથ પણ એવી જ વિશિષ્ટ કોટિનો હતો. - મૂરુ - નમૂતિ (કું.) (મંદર પર્વતના પ્રદેશમાં ઉત્પન્ન એક બ્રાહ્મણનું નામ 2. ભગવાન મહાવીરનું દશમા ભવમાં બ્રાહ્મણ જન્મનું નામ 3. અગ્નિભૂતિ નામક ભગવાન મહાવીરના બીજા ગણધર). કલ્પસૂત્રમાં આવતાં વર્ણન અનુસાર, સમ્યક્ત પ્રાપ્તિ પછીના મુખ્ય સત્યાવીશ ભવો પૈકી દશમા ભવમાં ભગવાન મહાવીરનો જીવ મન્દર સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામનો બ્રાહ્મણ થયો હતો. જે વૈરાગ્ય પામીને અંતે ત્રિદંડી થયો હતો. તેમજ ભગવાન મહાવીરના બીજા ગણધરનું નામ અગ્નિભૂતિ હતું અને તે ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીના સગા ભાઈ હતા. તેમને કર્મ વિષયક સંશય હતો જે ભગવાને વેદપદની યુક્તિથી ફેડી આપ્યો હતો. अग्गिमाणव - अग्निमानव (पुं.) (દાક્ષિણાત્ય અગ્નિકુમારદેવોના ઇંદ્રનું નામ) વ્યંતર નિકાયથી લઈને બાર દેવલોક સુધીમાં કુલ 64 ઇંદ્રો છે. નવરૈવેયકાદિ કલ્પાતીત વિમાનોમાં બધા જ સમાન હોઈ કોઈ એક ઇંદ્રનું આધિપત્ય ત્યાં નથી. દશભવનપતિ નિકાયમાંના અગ્નિકુમાર નામક દેવોનું જ્યાં રહેઠાણ છે તેમાં દક્ષિણદિશા તરફ વસનારા અગ્નિકુમાર દેવો પર અગ્નિમાનવ નામક ઇંદ્ર શાસન કરે છે. 119