________________ ગુરુવર - ગુરુવર (.) (એક પ્રકારનો ધૂપ, કૃષ્ણાગરુ) હાથીના ગંડસ્થળમાંથી ઝરતા મદની સુવાસથી અને ગુલાબમાંથી પ્રસરી રહેલી મહેકથી ભ્રમરો જેમ આકર્ષિત થાય છે. મંદિર, મહેલોમાંથી બહાર રેલાઈ રહેલી કૃષ્ણાગરુ ધૂપની સુવાસથી લોક તે તરફ જવા જેમ આકૃષ્ટ થાય છે. તેમ મહાપુરુષોના સણોની મહેક પણ એવી છે કે, તે યત્ર-તત્ર-સર્વત્ર લોકમાં પ્રસરતી જ રહે છે અને એ જ કારણે કોઇપણ જીવ તેમના સંપર્કમાં કે તેમની નજીક આવે છે તે તેઓની તરફ આકૃષ્ટ થયા વિના રહેતો નથી. ગોવિય - ગાપિત (ત્રિ.) (પ્રગટ, પ્રત્યક્ષ, છૂપું નહીં તે) વિપાકસૂત્ર આગમમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ ! જેણે અશુભકર્મનો બંધ કર્યો હોય તેના ઉદયકાળ કેવું પરિણામ ભોગવે છે? ત્યારે પરમાત્માએ કહ્યું, હે ગૌતમ! તેના માટે તું આ જ નગરની મૃગારાણીના પુત્ર લોઢિયાને જોઇ આવ, તે અશુભ કર્મના ઉદયનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેને આંખ-નાક-કાનાદિ કોઈ અંગોપાંગ નથી તે માત્ર માંસનો લોચો જ છે અને તેના શરીરમાં 16 પ્રકારના મહારોગો પ્રગટ થયેલા છે. આવા જીવોએ દુઃખ ભોગવવા નરકમાં જવું પડતું નથી. તેમના માટે તો આ લોક જ પ્રત્યક્ષ નરક સમાન હોય છે. अगोरसव्वय - अगोरसव्रत (पुं.) (જેણે ગોરસ સંબંધી પદાર્થનો ત્યાગ કર્યો છે તે, દહીં, દૂધ વગેરે ગોરસમાત્રનું ભક્ષણ નહીં કરનાર) કલું છે કે જે દધિવ્રતી છે તે માત્ર દહીં સંબંધી પદાર્થ ખાય છે પરંતુ, દૂધને ખાતો નથી. અને જે પયોવ્રતી છે તે દહીં સંબંધી પદાર્થને અડતો નથી. પરંતુ જે અગોરસવ્રતી છે તે દૂધ કે દહીં બન્નેમાંથી બનેલા કોઇપણ પદાર્થને ખાતો નથી. સT - 3w (જ.). (અગ્રભાગ, ઉપરનો ભાગ, અણી, ટોચ, 2. આલંબન 3. પૂર્વભાગ 4. ઉત્કર્ષ 5. સમૂહ 6. પ્રધાન 7. અધિક 8. ઋષિનો ભેદ વિશેષ 9. પ્રથમ 10 શેષ ભાગ) સવાર પડે છે ને નિત્યક્રમ પ્રમાણે વ્યક્તિ નાહી-ધોઈને અરિસા સામે ગોઠવાઇ જાય છે અને પછી દેહપૂજા શરુ થાય છે. શરીરને સજાવવા જાતજાતની ટાપટીપ કરશે. છેલ્લે જ્યારે અરિસો રજા આપે કે યુ આર ઓ.કે. ત્યારપછી તે બહાર નીકળશે. વૈરાગ્યશતક ગ્રંથમાં કહ્યું છે અરે ભલા માણસ ! આ જીવન તો ઘાંસના અગ્રભાગે રહેલા ઓસના બિંદુ જેવું છે. જ્યારે ખરી પડશે ખબર પણ નહીં પડે. માટે મળેલા સમયનો સદુપયોગ કર. મયૂષ (ત્રિ.) (અગ્રેસર, પ્રધાન 2. અત્યંત ઉત્કૃષ્ટ 3. મોટોભાઈ) આજનો માનવ માહિતીપ્રધાન થઇ ગયો છે. તેની પાસે દરેક પ્રકારનું નોલેજ હશે. કયા દેશનો કયો વડાપ્રધાન છે. કોણે શું કીધું, કોણે શું કર્યું, કઈ બિલ્ડીંગ કયા દેશમાં આવી છે. કયા દેશમાં કેવું રાજકારણ ચાલે છે. શેરબજારમાં શું થવાનું છે વગેરે વગેરે. પરંતુ તેને એ જ ખબર નથી કે અહીંથી મૃત્યુ પામ્યા પછી મારા આત્માનું આગળ શું થશે? ગાંધીજીના શબ્દો યાદ આવે કે, વ્યક્તિને વિશ્વના નકશાની ખબર છે પરંતુ પોતાના ઘરના રસ્તા જ ખબર નથી. મામો - અગ્રતમ્ (મ.). (આગળથી, સામેથી, પ્રથમથી) હનુમાને સંધ્યાના રંગ બદલતા જોયા ને તેમને વૈરાગ્ય થયો. સીતાજી સાથે વનવાસની ઘટના બની ને તેમને વૈરાગ્યે થયો. ઓલા અનાથીમુનિ રોગમાં પટકાયા ને સત્યનું ભાન થતાં તેમને સંવેગ ઉત્પન્ન થયો. છધિક્કાર છે આજના માનવને ! તેની સામે દરરોજ કેટલાય પ્રસંગો બને છે છતાં પણ તેનો આત્મા જાગતો નથી. નરકના દુઃખો ભલે પ્રત્યક્ષ ન હોય પરંતુ આ જ દુનિયામાં બનતી ઘટનાઓ તો પ્રત્યક્ષ છે ને. શું તે વ્યક્તિને દેખાતું નથી કે પછી જોવા જ માગતો નથી? 112