________________ કળી જેવા તેના દાંત જોઇને તેની પ્રશંસા કરી હતી. માપવM - મધુવનં (ત્રિ.). (અન્યમાં દુર્ગુણો હોય છતાં તેને ગ્રહણ ન કરનાર, અન્યના છતાં દોષોને નહીં જોનાર). પરમાત્મા પર છ છ મહિના સુધી ઘોર ઉપસર્ગ કરનાર સંગમ દેવ હારી-થાકીને જયારે પાછો જઈ રહ્યો હતો ત્યારે પરમાત્માની આંખમાં આંસુ અને મુખમાં શબ્દો હતાઃ- આખા સંસારને તારવાની ઇચ્છાવાળો હું આના સંસારનું કારણ બન્યો. અહો ! તીર્થંકરદેવોની કેવી મહાન દૃષ્ટિ કે, આ તો મારા કર્મોનો ક્ષય કરનારો હોવાથી મારો ઉપકારી છે. મહાપુરુષોની આ જ વિશેષતા હોય છે. તેઓ દુર્ગણીઓમાં દોષો હોવા છતાં દોષોને ત્યજીને તેમનામાં રહેલા ગુણોને જ ગ્રહણ કરે છે. માત્ત - માત (ત્રિ.) (ગુપ્તિઓ રહિત, મન-વચન-કાયાના અશુભ વ્યાપારવાળો) આખા ગામની તરસ છીપાવનાર તળાવ જો પાળથી નથી રક્ષાયું, તો પૂરના સમયે આખા ગામને બીજું કોઇ તબાહીથી બચાવી શકશે નહીં તેમ જે આત્મા મોક્ષ જેવા સુખને આપનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને સદ્ધર્મરૂપી પાળથી નથી બાંધતો તો તેને આ યોગત્રિપુટી દુર્ગતિના તાંડવથી બચાવી નહીં શકે. અરક્ષિત મન-વચન-કાયાનો વ્યાપાર અહિતકર છે. મારિ - ગતિ (સ્ત્રી.) (મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિથી અટકવું અને અશુભમાં પ્રવૃત્તિ કરવી તે, મન વચન કાયાની ગુપ્તિનો અભાવ) રાધાવેધની પરીક્ષામાં ઉતરેલાને ખબર છે કે આ એક જ વખત મળેલો ચાન્સ છે. જો આમાં હું જરાપણ ગાફેલ રહીશ તો કાર્યસિદ્ધિ પણ નહીં થાય અને લોકોમાં હાંસીને પાત્ર બનીશ. બસ, આ મનુષ્યભવ પણ રાધાવેધની સાધના જેવો છે. અનંતકાળે મળતો આ એક વખતનો ચાન્સ છે. જેઓ ધર્મપ્રવૃત્તિને છોડીને મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિમાં લાગી ગયા છે તેઓ મનુષ્ય ભવ તો હારી જાય છે સાથે-સાથે જ્ઞાનીઓની નજરોમાં હાંસીને પાત્ર બને છે. अगुरुलहुचउक्क - अगुरुलघुचतुष्क (न.) (નામકર્મનો એક ભેદ, અગુરુલઘુચતુષ્ક) નામકર્મની કુલ 103 પ્રકૃતિ છે તેમાંની 1. અગુરુલઘુ, 2. ઉપઘાત, 3. પરાઘાત અને 4. ઉચ્છવાસ આ ચાર નામકર્મના ભેદ કાર્મગ્રંથિકમતે અગુરુલઘુચતુષ્કના નામે ઓળખાય છે. દુનિયામાં જે કાંઈ સારું-નરસું દેખાય છે તે નામકર્મને આધીન છે. નામકર્મની 103 પૈકીની 42 પ્રકૃતિઓ જીવને પુણ્યના યોગે પ્રાપ્ત થાય છે જ્યારે શેષ પાપકર્મને કારણે સાંપડે છે. अगुरुलहुणाम - अगुरुलघुनामन् (न.) (નામકર્મનો એક ભેદ, અગુરુલઘુનામકર્મ) જૈનમતે સમસ્ત કર્મોને મુખ્યરૂપે આઠ વિભાગોમાં વહેંચાયેલા માનવામાં આવે છે. તેમાં છઠ્ઠા ક્રમે નામકર્મ આવે છે. આ કર્મના અસંખ્ય ઉત્તરભેદો છે. આપણને આપણા શરીરનું વજન નથી તો અતિભારે લાગતું કે નથી અતિહલકું લાગતું કે આ અગુરુલઘુનામકર્મના કારણને આભારી છે. હાથીને પોતાનું શરીર ક્યારેય ભારે ન લાગે કે કીડીને હલકું ન લાગે. अगुरुलहुय - अगुरुलघुक (न.) (જેમાં લઘુ-હલકાપણું કે ગુરુ-ભારેપણું નથી તેવા ભાષા મન કદિ દ્રવ્યો) જગતમાં અનેક દ્રવ્યો છે. જે આપણી ગણતરીમાં ન આવે તેટલા છે. સર્વજ્ઞ પ્રભુએ એ બધાનો સમાવેશ ધર્માસ્તિકાય વગેરે છે દ્રવ્યોમાં કર્યો છે. તેમાં પુગલને છોડીને બીજા બધા દ્રવ્યો સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ છે કે જે ચર્મચક્ષુથી જોઈ પણ ન શકાય. તેનું પ્રમાણ કેવળીભગવંત જ જોઈ-જાણી શકે. ચૌદ રાજલોકમાં પૂર્ણતયા વ્યાપીને રહેલા એવા ભાષા, મન, ગુણ તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નથી તો અતિભારે કે નથી અતિહલકા પરંતુ, પરિણામોપેતમૂહોવાથી અગુરુલઘુક છે. अगुरुलहुयपरिणाम - अगुरुलघुकपरिणाम (पुं.) (અજીવપરિણામ ભેદ, અગુરુલઘુરૂપે પરિણતિ વિશેષ, પરિણામ પરિણામીના અભેદજન્ય અગુરુલઘુક પરિણામ)