SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્લીઝ ! મારી આટલી રીક્વેસ્ટ સાંભળી લો. ૩+નિય - અધ્વનિત (નિ.) (અપ્રમત્ત, અસ્મલિત, 2. અપતિત, અચ્યવિત 3. સૂત્રના ગુણનો એક ભેદ) જેમ દેશના પોતાના કાયદા હોય છે, ડૉક્ટરના પોતાના કેટલાક કર્તવ્યો હોય છે અને સંસારમાં જીવવા માટેના કેટલાક નિયમો હોય છે. તે કર્તવ્યોનું પાલન કરવામાં આવે તો જ તે વિકાસના માર્ગે ચાલી શકે છે. તેમ પરમાત્માએ પણ શ્રાવક માટે વાર્ષિક 11 અને પર્યુષણના 5 કર્તવ્યો બતાવ્યા છે. તે કર્તવ્યપાલનથી જીવ ચોક્કસ આત્મસુખોને પ્રાપ્ત કરી શકે છે. દુઃખની વાત એ છે કે, આપણને ધર્મથી મળતા સુખો જોઇએ છે પરંતુ, ધર્મ આચરવો ગમતો નથી. अक्खलियचरित्त - अस्खलितचारित्र (पु.) (અતિચારરહિત મૂલગુણરૂપ ચારિત્ર જેને છે તે, વિશુદ્ધ ચારિત્રધારી 2. નિરતિચાર સંયમ) દૃઢવ્રતી મુનિભગવંતો ચારિત્રપાલનમાં નાનો સરખો પણ અતિચાર-દોષ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખે છે. એવા મહામુનિવરોને અસ્મલિતચારિત્રી કહેવાય છે. આ સાધુ ભગવંતો સંવિગ્ન, આળસ વગરના, વ્રતપાલનમાં દઢ તથા રાગ-દ્વેષથી રહિત થઈ સમતાભાવને ધારણ કરનારા હોય છે. अक्खलियाइगुणजुत्त - अस्खलितादिगुणयुत (त्रि.) (અસ્મલિત પુનરુક્તિરહિત ઇત્યાદિ ગુણોથી યુક્ત) મહાપુરુષોએ રચેલા સ્તોત્રો અસ્મલિતાદિ ગુણયુક્ત હોય છે. સામાન્ય વ્યક્તિઓએ રચેલા ગેય કાવ્યો જેવા સામાન્ય અર્થાવબોધક નહીં, પરંતુ, સ્પષ્ટ ઉચ્ચારવાળા, અર્થગાંભીર્યવાળા, એકને એક શબ્દ વારંવાર જેમાં ન હોય તેવા અનેક ગુણ યુક્ત તથા પરસ્પર વૈપરીત્યરહિત શબ્દોના સંયોજનવાળા હોય છે. વરવાડ - મક્ષપાટ (પુ.) (વ્યવહારના નિર્ણાયક ધર્માચાર્ય ૨.ચોખંડું આસન) ધર્માચાર્યોનું કહેવું છે કે, તમે જે પણ કાર્ય કરો તે વ્યાવહારિક દષ્ટિએ યોગ્ય હોવું જરૂરી છે જ, પરંતુ તેથી પણ વધારે આવશ્યક છે તે કાર્યના પરિણામ સ્વરૂપ બંધાતા ભાવિકર્મો છે. લૌકિક વ્યવહારમાં પણ કહેવાય છે કે, કરેલા પ્રત્યેક સારા-નરસા કાર્યોની નોંધ ચિત્રગુપ્તના ચોપડે નોંધાય છે. માટે કોઈપણ કાર્ય કરતી વખતે તે યોગ્ય છે કે નહીં તે જરૂરથી વિચારજો . અવqવાયા (રેશ) (દિશા) જેમ ખોટામાર્ગે કે ખોટી દિશામાં ચઢી ગયેલાને હોકાયંત્ર સાચી દિશા બતાવીને યોગ્ય માર્ગે ચઢાવે છે તેમ છે પરમાત્મા ! હું આ સંસારરૂપી ઘોર અટવીમાં સાચીદિશા ભૂલી ગયો છું, આપ મારા જીવનના મહાનિયમિક બનીને શું મને સાચી દિશા નહીં બતાવો? વસુરા માતા - મક્ષસૂત્રમાના (સ્ત્રી.) (રુદ્રાક્ષની માળા). જેવી રીતે સાત્વિક મંત્રજાપ કરવામાં સ્ફટિકની માળા શ્રેષ્ઠ મનાય છે તેવી રીતે દ્રાક્ષની માળાથી જાપ કરવામાં આવે તો મંત્રજાપનું ફળ અનેકગણું વધી જાય છે. કોઈપણ મંત્રના જાપ જેમ માળાઓના આલંબનથી કરાય છે તેમ કરાંગુલિ વડે પણ જાપ કરવાની એક શાસ્ત્ર પ્રસિદ્ધવિધિ બતાવેલી છે જે મંત્રજાપ હેતુ સિદ્ધવિધિ કહેવાય છે. अक्खसोय - अक्षस्रोतस् (न.) (ગાડાના પૈડાંની ધરીનું વાંકું છિદ્ર). જેમ ગાડાના પૈડાંઓના ભ્રમણનો આધાર તેની ધરી પર છે અને તે ધરીનો આધાર તેમાં રહેલું વાંકે છિદ્ર છે. જેના આધારે ધરી સ્થિરતાપૂર્વક કાર્યરત થાય છે. તેમ સંયમધર્મની પરિપાલનામાં ધરી સમાન જો કોઈ હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. अक्खसोयप्पमाण - अक्षत्रोतःप्रमाण (त्रि.) (ગાડાના પૈડાંની ધરીના છિદ્રના પ્રમાણવાળું, ચક્રનાભિના છિદ્રના પ્રમાણવાળું) 1 91
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy