________________ જેમ દેવને આહુતિ આપતા હોઈએ તેમ પ્રસન્નચિત્તે, શાંતિથી, રુચિપૂર્વક ભોજન કરવા માટે જણાવ્યું છે. જ્યારે સ્પીડજેટનાં જમાનામાં આપણે ચાલતા-ચાલતા, ટીવી વગેરેમાં ધ્યાન હોય, રુચિ વગર, પરાણે ઠાંસતા હોઈએ તેમ ભોજન કરીએ છીએ. પછી રોગો ન થાય તો શું થાય ? એટલે જ શાસ્ત્રકારોએ આપણી દરેક બાબતોની કાળજી લઇને જીવનને શ્રેષ્ઠ રીતે જીવવા માટે માર્ગદર્શન કર્યું છે. મારવાડ઼ () - મારવાવિન (ઈ.) (અકારકવાદી, આત્માને નિષ્ક્રિય માનનારો) સૂત્રકૃતાંગ નામક દ્વિતીય આગમસૂત્રમાં પ્રાચીન ભારતીય દર્શનોની સુંદર છણાવટ કરવામાં આવી છે. પ્રાચ્ય ધર્મમતોમાં એક મત આત્માને અમૂર્તત્વ, નિત્યત્વ અને સર્વ વ્યાપિ– હેતુઓથી નિષ્ક્રિય માનનારો હતો. જે અક્રિયાવાદી ધર્મમત તરીકે કહેવાતો હતો. મારVT - IRC (ત્રિ.) (જેનું કારણ કે હેતુ ન હોય તે, ઉદ્દેશ્યરહિત 2. પરિભોગેષણાનો પાંચમો દોષ) ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં સાધુઓના આહારાદિનું વર્ણન આવે છે. તેમાં જો કોઈ તપવિશેષ ન હોય કે સ્વાધ્યાય, વેયાવચ્ચ આદિ છ કારણો વિના માત્ર બળ-વીર્યની વૃદ્ધિ માટે જો રસપ્રણીત ભોજન સાધુ ગ્રહણ કરે તો તેને પરિભોગેષણા નામનો ગોચરીનો પાંચમો દોષ લાગે છે. વિચાર કરો કે, સાધુ ભગવંતો માટે ગોચરી પણ સંયમના પોષણ માટે બતાવી છે. अकारविंत - अकारयत् (त्रि.) (ખરીદીના પ્રારંભનું કારણ હોવા છતાં પણ વ્યાપાર નહીં કરાવતો) આ સંસારમાં ઉદ્યમી માણસો ક્યારેય ભૂખ્યા રહેતા નથી. તેઓ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તનતોડ મહેનત કરીને આગળ આવે છે. જ્યારે આળસુ માણસ અનુકુળ સંયોગો મળેલા હોય તો પણ મહેનત ન કરવા માટેના કારણો શોધતો રહે છે અને કાર્ય કરતો નથી. જિનદર્શન માટે બધી પ્રકારની અનુકુળતા હોવા છતાં જો આળસ કરે તો દર્શનાવરણીયાદિકર્મનો બંધ થાય છે. अकारिय - अकारित (त्रि.) (બીજાઓથી નહીં કરાયેલું) સર્ય, ચંદ્ર, મેરુ પર્વત વગેરે જગતમાં અનેક એવા પદાર્થો છે જે કોઈએ બનાવેલા નથી. તે પદાર્થોને શાસ્ત્રોમાં શાશ્વત પદાર્થ તરીકે જણાવેલા છે. હવા પાણી પ્રકાશ વગેરે સ્વયંસિદ્ધ છે તેમ આત્મા પણ અનાદિસિદ્ધ છે. તે કોઈના દ્વારા બનાવેલો નથી. આ સત્ય છે. માત - માન (પુ.) (અપ્રશસ્ત-ખરાબ કાળ 2. નિયોજિત કર્મના નિષેધ માટે કહેલું હોય તે 4. ગુરુ કે શુક્રનો અસ્તકાળ આદિ 5. કર્તવ્યનો અનુચિત કાળ 6, શ્વેત 7. વૃષ્ટિનો અભાવ) સાંસારિક કાર્યો જેવા કે વિવાહ-વિદેશગમન વગેરે માટે આપણે સારો સમય પસંદ કરીએ છીએ. જયોતિષીઓ પાસે મુહૂર્ત કઢાવીને તે મુજબ કરીએ છીએ, પરંતુ ગુરુ ભગવંતો કહે છે કે, હે ભવ્ય પ્રાણી તારે જો ધર્મરાધના કરવાનું મન થાય તો સારા સમયની રાહ જોઈશ નહીં, કારણ કે ધર્મના સેવન માટે બારે માસ શુભ મનાયા છે. આ માટે સુભાષિતમાં કહેવાયું છે કે, “શુમીશીઝમ' અર્થાત્ આરાધના કરવાની શુભ ભાવના થઈ કે તરત જ અમલીકરણ કરી દેવું જોઇએ. કારણ કે “શ્રેયાંસ વઘુવિનિ' તમે પાપાચરણમાં પ્રવૃત્ત થશો ત્યાં વિઘ્નો નહીં નડે પણ શુભકરણી કરવા જશો તો કોણ જાણે ક્યાંકને ક્યાંકથી અડચણ ઊભી થઇ જશે. માનપડિવોદિ () - માત્રપ્રતિવોધિન (ત્રિ.) (અકાલે જાગનાર, કસમયે-રાત્રિકાળે ફરનાર) હિંસક પ્રાણીઓ કે, જેઓનું જીવન હિંસક પ્રવૃત્તિમય છે. તેમને સમયનું કોઇ બંધન નથી નડતું. એવા જીવો રાત્રિ હોય કે દિવસ ગમે તે સમયે હિંસામાં રાચતા રહે છે. સામાન્ય રીતે અહિંસક પશુ-પંખી વગેરે રાત્રિમાં દૈનિક પ્રવૃત્તિથી વિરામ લેતા હોય છે ત્યારે વાઘ-વરુ વગેરે પ્રાણીઓ ગમે તે સમયે પ્રવૃત્તિશીલ રહેતા હોય છે. હિંસક પશુઓ કરતાંય હિંસક મનુષ્યો વધુ ખતરનાક બનતા હોય છે. આચારાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનના પહેલા ઉદેશમાં પણ હિંસાચારીઓ માટે કહેવામાં આવ્યું છે કે તેઓને કસમયનું બંધન નડતું નથી. ગમે તે સમયે મુગયાદિ માટે પરિભ્રમણ કરતા રહે છે.