________________ પણ આવી પડેલા દુઃખો સહન કરવા જ પડે છે. જ્ઞાની પુરુષો કહે છે કે, એવા જીવો અકામનિર્જરા દ્વારા મૃત્યુ પામી હલકી જાતિની દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. અસંયમી જીવો પણ અકામનિર્જરાથી વ્યંતરદેવ બને છે. સૌથી વધુ અનામનિર્જરા તિર્યંચો કરે છે. अकामतण्हा - अकामतृष्णा (स्त्री.) (નિર્જરાની અભિલાષા વગર પરવશપણે તરસ સહન કરવી તે, કર્મનાશની ઇચ્છા વગર તૃષ્ણા સહન કરવી તે) પશુ-પંખી વગેરે અસંખ્ય તિર્યંચ જીવો વગર ઇચ્છાએ ભૂખ-તરસ ઇત્યાદિ પરિષહ-દુઃખો સહન કરતાં હોય છે. અનિચ્છાથી પણ સહન કરેલા દુઃખોથી કર્મનિર્જરા થાય છે પરંતુ, આ કર્મનિર્જરા સામાન્ય હોય છે. તિર્યંચો અકામનિર્જરાથી દેવયોનિ પ્રાપ્ત કરે છે. अकामबंभचेरवास - अकामब्रह्मचर्यवास (पुं.) (નિર્જરાની અપેક્ષા વગર દબાણવશ બ્રહ્મચર્ય પાળવું તે, ફળના ઉદ્દેશ વગર બ્રહ્મચર્યનું સેવન કરનાર) જેને નિર્જરાની કે આધ્યાત્મિક ઉત્કર્ષની કોઈ વિચારધારા ન હોય અને સંયોગવશ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે તેને અકામબ્રહ્મચર્યવાસ કહેવાય છે. અનિચ્છાથી કરાતા આ પ્રકારના બ્રહ્મચર્યથી ધાર્મિક દૃષ્ટિએ કોઈ વિશેષ લાભ થતો નથી. ચક્રવર્તીના ઘોડાને આ રીતે જંદગીભરબ્રહ્મચર્ય પળાવવામાં આવતું હોય છે. તેનાથી ચક્રવર્તીના ઘોડાને આધ્યાત્મિક કક્ષાની કોઇ મહાન ઉપલબ્ધિ થતી નથી. બ્રહ્મચર્યની તાત્ત્વિક વ્યાખ્યા છે આત્મરમણતા. જેની પરિપૂર્ણતા છે કૈવલ્યાવસ્થામાં. અમHRI - મમરી (2) (વિષયાદિની આસક્તિ રહે છતે થતું મરણ, બાલમરણ) મરવાનું કોઇપણ જીવને ગમતું નથી. ભયંકર વ્યાધિથી પીડાતા મનુષ્યને પૂછવામાં આવે તો તે પણ જીવવાની ઇચ્છા દર્શાવતો હોય છે. પૂરી જીંદગી જીવોનો ખાત્મો બોલાવતા ભારેકર્મી જીવ પણ પોતાના મોતથી ડરીને સાવ રાંકડો બની જતો હોય છે. આવા જીવોની દુર્ગતિ નિશ્ચિત જ હોય છે. માટે જ પ્રભુએ કહ્યું છે કે, સર્વ પ્રકારના દાનમાં અભયદાન સર્વોત્તમ છે. अकामिय - अकामिक (त्रि.) (નિરભિલાષી, ઇચ્છા રહિત) સુખની આકંઠ અભિલાષા રાખી છતાં દુઃખ મળ્યું. અનેકવ્વાબો જોઈ તેને પ્રાપ્ત કરવા તનતોડ પ્રયત્ન કર્યા છતાં પૂરા ન થયા. જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યરહિત જીવને પોતાની અભિલાષા પ્રમાણેનું સુખ નથી મળતું. માટે જ વાંછારહિત થઈને શુદ્ધધર્મની આરાધના કરવી જોઈએ. તેના પ્રભાવે જીવને મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભૌતિક સુખો તો મળે જ સાથે અજર-અમર-શાશ્વત એવું સિદ્ધિસુખ અર્થાતુ સિદ્ધોનું અવિનાશી સામ્રાજ્ય મળી જાય છે. મામા - મલિમા (સ્ત્રી.) (અનિચ્છા, ઇચ્છાનો અભાવ) જે મહાસતીઓનું નામ લેવાથી અમંગલ પણ મંગલરૂપ બને છે. જેમનું નામસ્મરણ સવારના પ્રતિક્રમણ અંતર્ગત ભરોસરસૂત્ર દ્વારા લેવાય છે. તે સતીઓના જીવનમાં સર્વસામાન્ય એક વસ્તુ એ હતી કે, આર્યસ્ત્રીઓના જીવનની પરંપરામાં જેને દેવ સમાન સ્થાન છે તે પતિદેવ સિવાય અન્યપુરુષો પ્રત્યે સંપૂર્ણ રીતે વાંછારહિત હતી. અત્યંત પ્રતિકૂળ સંયોગોમાં પણ તેઓએ શીલવ્રતનું દઢતાપૂર્વક પાલન કર્યું અને સંયમ-સચ્ચારિત્ર દ્વારા જીવનને ઉચ્ચ બનાવી નારીજીવનમાં આચારધર્મની શ્રેષ્ઠતાને પ્રતિષ્ઠિત કરી. વાય - માય (.). (પૃથ્વી આદિ ષકાય રહિત, ઔદારિકાદિ પાંચેય કાયાથી મુક્ત, સિદ્ધ 2. રાહુ) ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ આ પાંચ પ્રકારના શરીરો કર્મ સાહિત્યમાં વર્ણવ્યા છે. તેમાં ઔદારિક સિવાયના બધા શરીરો સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. ચર્મચક્ષુથી જોઇ શકાતા નથી. આ બધા શરીરોથી રહિત કેવલ સિદ્ધ ભગવંતો જ છે. માટે તેઓ પરમ સુખી છે. યાદ રાખો કે આધિ-વ્યાધિ કે ઉપાધિ આ બધું શરીરધારીને જ છે. માટે સિદ્ધાવસ્થાને યોગીઓ પણ ઝંખે છે. માર - મોર (પુ.) (ભોજનમાં અરુચિ-દ્વેષ થવા રૂપ એક જાતનો રોગ 2. અપથ્ય) જેમ દેવપૂજા, હોમ, હવન કરતી વખતે આપણે શુદ્ધ થઈએ છીએ તેમ ભોજન કરતાં પહેલા પણ શુદ્ધ થવાનું જણાવેલું છે. અને